SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ • ..[૩૩] તેઓ થયા હોય એવી શક્યતા છે જ. તેમની આ અંતિમ અવધિનું સમર્થન આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યક પણ કરે છે. કારણ, તેમાં નંદીના ઉલ્લેખો આવે છે.૧૪ આચાર્ય જિનભદ્રનો સમય વિક્રમ ૫૪૬-૬૫૦ લગભગ છે. એટલે કે નંદી તેમના વિશેષાવશ્યકભાષ્ય પહેલાં રચાયું હોય એ નિશ્ચિત છે. કેટલું પહેલાં રચાયું હશે એ કહેવું કઠણ છે, પણ ૯૮૦ અગર ૯૯૩ (વિક્રમ ૫૧૦-૫૨૩) વીરનિર્વાણ સંવતમાં આચાર્ય દેવદ્ધિઓ કલ્પસૂત્રનું લેખન સમાપ્ત કર્યું છે એટલે નંદીને સમય એ પૂર્વનો જ હોવો જોઈએ, કારણ કે નંદીનો ઉલ્લેખ અન્ય અંગ આગમોમાં આવે જ છે. આથી એટલી બાબતમાં તો સદેહ છે જ નહિ કે નંદીની રચના વિક્રમ પર૩થી પણ પૂર્વે થઈ ગઈ હતી. આવશ્યકનિયુક્તિ અને નદીમાં પાર્વાપર્ય કોનું છે તે વિચારવું પણ અહીં પ્રાપ્ત છે. આવશ્યકનિર્યુક્તિની ગાથા ૧૦૨૦ (દીપિકા) માં એક સાથે નંદી-અનુયોગદ્વારનો ઉલ્લેખ છે; વળી ગા. ૧૩૪૬માં તો “સુરં નવિમા” સ્પષ્ટ નિદિષ્ટ છે. આવશ્યક નિર્યુકિત પરંપરા પ્રમાણે પ્રથમ ભદ્રબાહુકૃત મનાય છે, પણ આંતરિક પરીક્ષણ એ માન્યતાને સમર્થન આપે એમ નથી. એટલે તે બીજા ભદ્રબાહુની કૃતિ કે સંકલન હોય તેમ સંભવે છે.૧૬ અને દિતીય ભદ્રબાહુ, વરાહમિહિર જેમણે વિક્રમ ૫૬૨ માં પંચસિદ્ધાંતિકા લખી છે, તેમના સમકાલીન છે. આથી આવશ્યકનિર્યુક્તિનો સમયે પણ વિ. સં. ૧૬૨ આસપાસ માનીએ તોપણ નંદીની રચના એથી પહેલાં થઈ હશે એમ માનવું જરૂરી છે. ૧૭ આથી અંગ આદિના વલભી લેખનકાળને ધ્યાનમાં લઈએ તો પૂર્વોક્ત રીતે વિક્રમ સંવત પર૩ પહેલાં નંદી રચાયું એમ માનવામાં કશી બાધા આવતી નથી. નંદીસૂત્રમાં જ્યાં મિથ્યાશ્રુત ગણાવ્યાં છે ત્યાં જે સૂચી છે તે પણ તેના સમય વિષે પ્રકાશ પાડે છે. ઉપરાંત, તે કાળે અજૈન ગ્રંથો ક્યા વિશેષ પ્રતિષ્ઠિત હતા તેનો પણ ખ્યાલ આપે છે. તેમાં નિર્દેશલ ગ્રંથોમાંથી એક માત્ર ભાગવયં (ભાગવત) એવો ગ્રંથ છે, જે વિક્રમની પાંચમી સદી પછીનો છે. સંભવ છે કે તેની પ્રતિષ્ઠા વધી ત્યારે તેનું નામ અહીં ક્યારેક ઉમેરી દેવામાં આવ્યું હોય. એ નામ બધી પ્રતોમાં મળતું નથી, માત્ર અહીં ઉપયોગમાં લેવાયેલી બે જ પ્રતોમાં મળે છે, તે પણ સિદ્ધ કરે છે કે તે નામ પછીથી ઉમેરાયું છે. વળી, એક બીજી પણ સમસ્યા સમાધાન માગે છે. એક તરફ આવશ્યક નિર્યુક્તિમાં નંદી-અનુયોગનો ઉલ્લેખ છે તો બીજી તરફ આપણે આગળ જોયું તે પ્રમાણે, આવશ્યક નિર્યુક્તિગત ઘણું ગાથાઓ નંદીમાં મળી આવે છે. તો તેનું શું સમાધાન છે? એક સમાધાન એવું કરી શકાય કે જે દેવવાચકે જ તે ગાથાઓ લીધી હોય તો દ્વિતીય ભદ્રબાહુત મનાતી નિયુક્તિમાં કાંઈ બધી ગાથાઓ તેમની જ રચેલી છે એવું નથી; પ્રાચીન નિર્યુક્તિની ગાથાઓ પણ દિતીય ભદ્રબાહુએ તેમાં સમાવિષ્ટ કરી જ લીધી હશે અને તેમાંની જ ગાથાઓ પ્રસ્તુત નંદીમાં લેવામાં આવી હોય. અને બીજું સમાધાન એ હોઈ શકે કે સ્વયં નંદીમાં, આપણે આગળ જોયું તે પ્રમાણે, કોઈએ ઉપયોગી સમજીને તે તે ગાથાઓ ક્યારેક મૂકી દીધી હોય; સ્વયં દેવવાચકે તે ગાથાઓનો સમાવેશ પોતે ન પણ કર્યો હોય. આથી વિક્રમ સં. ૫૨૩થી પહેલાં દેવવાચકઠારા નિંદીની રચના ક્યારેક થઈ ગઈ હતી એમ માનવામાં તો અત્યારે કશી બોધા જણાતી નથી. ૧૪. વિશેષાવશ્યક ગા. ૭૮, ૮૪૪, ૨૯૨૬, સ્વપજ્ઞ ટીકા ગા૦ ૯૫, ૯૭. વ્યવહારભાષ્યમાં નંદીનો ઉલ્લેખ છે : ઉદ્દેશ ૭, ગાથા ૩૦૧, ઉદેશ ૬, ગાથા ૨૦૬. ૧૫. “ન નંલી' ભગવતી સૂ૦ ૩૧૮, ૩૨૨, ૭૩૨, સમવાયાંગ સૂત્ર ૮૮. ૧૬. બૃહત્ક૫ ભાષ્ય, છઠ્ઠા ભાગની પ્રસ્તાવના પૃ. ૫ થી. ૧૭. અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે નંદીમાં આવતી આવશ્યકનિયુક્તની ગાથાઓ એ પ્રાચીન પરંપરાપ્રાપ્ત ગાથાઓ માનવી જોઈ એ. આ.ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy