________________
૩૭
વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ રહીએ છીએ. આ દેરીમાં, એની જમણી બાજુની ભીંત ઉપર, એક મોટા કદના કોતરણીવાળા પરિકરને ભાગ ચડીને સાચવી રાખવામાં આવ્યો છે.
દેવીઓના જીર્ણોદ્ધાર કરાવનારાના લેખ ભમતીની બધી દેરીઓ ઉપર દેરીના જીર્ણોદ્ધાર કરાવી આપનારનું (ખરી રીતે દેરીના જીર્ણોદ્ધાર થયા પછી એ માટે ૩૦૦] કેરીની સહાય આપનારનું) નામ તથા વિ. સં. ૧૯૫૦ના વિશાખ વદિ ૨ સોમવારની તિથિ દર્શાવતા ગુજરાતી ભાષાના લેખની તખતીઓ ચડવામાં આવી છે. આ દેરાસરને છેલ્લે જીર્ણોદ્ધાર તે વિ. સં. ૧૯૩માં થયો હતો, તો પછી આ દેરીઓને જીર્ણોદ્ધાર અગિયાર વર્ષ પછી થયાનું લખ્યું તે શા કારણે? એનો ખુલાસે પેઢીના અત્યારના મુનીમ શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વોરાએ એ કર્યો કે આ બધી દેરીઓનો જીર્ણોદ્ધાર તો વિ. સં. ૧૯૩૯માં થઈ ગયો હતો અને એની પ્રતિષ્ઠા પણ, મુખ્ય મંદિરની સાથે, એ વર્ષમાં જ થઈ હતી. પણ, વિ. સ. ૧૯૪૯ના ફાગણમેળા વખતે, એક દેરીના જીર્ણોદ્ધારના ખર્ચ માટે જે જે સહધમી ભાઈ કે બહેન, ત્રણસે કેરીની સહાય આપે એમનું નામ જે તે દેરીની બાજુમાં મૂકવાનું નક્કી થયું હતું. એ રીતે, આ દેરીઓ માટે મદદ મેળવવામાં એક વર્ષ વીતી ગયું, એટલે બધી દેરીઓ ઉપર જીર્ણોદ્ધારની સાલ એકસરખી વિસં. ૧૫૦ની મૂકવામાં આવી છે.૧૦
વિશિષ્ટ પૂજામડ૫ આ રીતે આખી ભમતીની બધી દેરીઓમાં બિરાજમાન કરેલ તીર્થકર ભગવતેની પ્રતિમા એનાં દર્શન કરતાં કરતાં આપણે પૂજામંડપમાં આવી પહોંચ્યા. આ મંડપની વચમાં ખડા રહીને મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાનાં દર્શન સારી રીતે થઈ શકે છે. આ મંડપ ખાસ સ્નાત્રપૂજા અને પૂજાઓ ભણાવવા માટે જ બનાવવામાં આવ્યો છે. બીજા કેઈ મંદિરમાં આવી વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવી હોય એવું જોવામાં આવતું નથી. એ દષ્ટિએ આ મંદિર આવી અને ખી વિશેષતા ધરાવે છે, એમ કહેવું જોઈએ. આ પૂજામંડપમાં બહારથી પણ આવી શકાય એ માટે મંદિરના પ્રવેશદ્વારની પહેલાંના ચોકમાં, બનને બાજુ, પથ્થરની પાકી અને પહોળી સીડીઓ બનાવવામાં આવી છે. અને આ રસ્તે પૂજામંડપમાં દાખલ થઈ શકાય એ માટે બને તરફ બારણું મૂકવામાં આવ્યાં છે (જુઓ ચિત્ર નં. ૩ અને ૪).
પૂજામંડપમાં સ્નાત્ર પૂજા તથા પૂજા માટે, હમેશને માટે, ધાતુની પંચતીર્થીની નાની મૂર્તિ વિગડામાં મૂકી રાખવામાં આવે છે, તેના ઉપર વિ. સં. ૧૫૨૦ની સાલને લેખ કેતલે છે.
શ્રી આસુભાઈનું બસ્ટ આ પૂજામંડપના પાછળના ભાગમાં, વચ્ચેવચ્ચ, મૂળનાયક મહાવીરસ્વામીની મૂર્તિની ૧૦. દાખલા તરીકે ૩મી દેરીની બહાર એક બાજુ આ પ્રમાણે તક્તી મૂકવામાં આવી છે: “ગામ શ્રી માંધી. મેતા શામજી પદમશીની દેરી છે. સં. ૧૯૫૦ ના વૈશાખ વદ બીજ ને વાર સામે જીર્ણોદ્ધાર કર્યો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org