________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
શ્વરનું, મહારાઓ શ્રી ભારમલજી બીજાનું અને કુદરડી ગામનું નામ આપવામાં આવ્યું છે, અને મોટાભાગને આ શિલાલેખ ઉકેલી શકાય એ રીતે સચવાઈ રહ્યો છે. [ચિત્ર નં. ૧૧] પણ ડાબા હાથના સ્તંભ ઉપરના, પ્રમાણમાં કંઈક નાના, શિલાલેખના અક્ષરો કોતરણીમાં ઠીક ઠીક સાફ દેખાવા છતાં એને મરોડ કંઈક એવો ખામીવાળો કે વિચિત્ર છે કે જેથી એ ઉકેલી શકાતા નથી." [ચિત્ર નં. ૧૨] જમણી બાજુના શિલાલેખની શરૂઆતની પાંચ લીટીઓમાં અને ડાબી બાજુના પાંચ લીટી એના આખા શિલાલેખમાં, ચીરુડીના પ્લાસ્ટરને લીધે, વચ્ચે ભંગ પડી જતો દેખાવાથી, એ પ્લાસ્ટરની નીચે કંઈ લખાણ હોય તો તે તપાસવા માટે, એટલા ભાગમાંથી ચીરુનું પ્લાસ્ટર દૂર કરાવીને જોયું તે એ ભાગમાંથી કંઈ દબાઈ ગયેલું લખાણ તો ન મળ્યું, પણ સાદા પથ્થરના શંકુ આકારના આ ભાગમાં કેટલુંક શિલ્પકામ જોવામાં આવ્યું. આ ઉપરથી એમ લાગે છે કે, આ બધા થાંભલા પહેલાં સાદા પથ્થરના અને કેતરણીવાળા હશે, પણ,તા. ૨૭-૪-૧૯૨૯ના ટ્રસ્ટીમંડળના ઠરાવ મુજબ, જયારે મંદિરમાં બધે ચીરુડીનું પ્લાસ્ટર કરાવવામાં આવ્યું હશે ત્યારે, આ થાંભલાઓ ઉપર પણ પ્લાસ્ટર કરવામાં આવ્યું હશે અને તેને લીધે, અથવા તે પહેલાં કરવામાં આવેલ કેઈક સમારકામ વખતે, થાંભલા ઉપરનું (તથા બીજી જગાઓ ઉપરનું પણ) કેતરકામ ઢંકાઈ ગયું હશે. અને આમ કરવા જતાં કેઈક સ્થાન ઉપર લગાડવામાં આવેલ કેઈક જૂના શિલાલેખો દબાઈ ગયા હોય એવું પણ બન્યું હોય. પણ જેમ આ બે શિલાલેખે ખુલ્લા રાખેલા મળી આવ્યા છે તે જોતાં, છેલ્લે છેલે ચીરુડીનું પ્લાસ્ટર કરવામાં આવ્યું એ વખતે, આવું ન પણ બનવા પામ્યું હોય અને પ્લાસ્ટર કરનાર કારીગરોએ શિલાલેખેને બચાવી લેવાની-ખુલ્લા રાખવાની-ચીવટ રાખી હોય. મતલબ કે આ દેરાસરમાંના કેટલાક શિલાલેખે દબાઈ ગયા છે એ હકીકત છે; સવાલ ફક્ત એમ ક્યારે બન્યું એટલો જ છે.
રંગમંડપમાં પરમાત્માની સન્મુખ મોટા અને ઊંચા સ્તંભેથી ભરેલા આ પ્રવેશ મંડપમાં (શાલાવીથિમાં) મૂકેલાં સાત પગથિયાં ચડીએ એટલે રંગમંડપની બહારને ઓશરી કે પરસાળ જે થોડોક ભાગ આવે અને ત્યાંથી આગળ વધીએ એટલે આપણે રંગમંડપના પ્રવેશદ્વારમાં પહોંચી જઈને પરમાત્મા મહાવીર દેવની પ્રતિમાને ભક્તિસભર નયને નિહાળી શકીએ છીએ. અને રંગમંડપમાં પ્રવેશ કરીને પંદરેક ફૂટ આગળ વધીએ અને આપણે ગર્ભગૃહ (ગભારા)ના કોતરણીવાળા પ્રવેશદ્વારમાં પહોંચીને પરમ
૫. આ બન્ને શિલાલેખેની વિચારણા આ પુસ્તકના “આપત્તિઓ અને જીર્ણોદ્ધાર” નામે સાતમા પ્રકરણમાં તથા “કેટલાક શિલાલે” નામે આઠમા પ્રકરણમાં કરવામાં આવી છે; એમાંની વિગતે પણ ત્યાં જ આપવામાં આવી છે.
ક“કેટલાક શિલાલેખા” નામે આ પુસ્તકના આઠમા પ્રકરણમાં ભદ્રેશ્વરના દેરાસરમાં પહેલાં કેટલાક શિલાલેખ હોવાની જે ને મળી આવે છે, તે આપવામાં આવી છે. અને અત્યારે એ શિલાલેખે જોવામાં આવતા નથી, એ ઉપરથી એમ માનવું પડે છે કે કયારેક આ શિલાલેખો, આપણી કે કારીગરોની બેદરકારીથી, નષ્ટ થઈ ગયા કે દબાઈ ગયા હોવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org