SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ મંગલકારી ભાવનાથી સુરભિત થાય. અને આવી જીવનસાધના અથવા આત્મસાધનાના માર્ગે ત્યારે જ ચાલી શકાય કે જ્યારે સંયમ અને તપની ભાવનાને જીવન સાથે એકરૂપ બનાવી લેવાનો પુરુષાર્થ કરવામાં આવે. ત્યાગ, વૈરાગ્ય અને તિતિક્ષાનો આવી સાધનામાં આપમેળે જ સમાવેશ થઈ જાય છે. જૈન ધર્મશાસ્ત્રોમાં અહિંસા, સંયમ અને તપમય ધર્મને ઉત્કૃષ્ટ મંગલ તરીકે બિરદાવવામાં આવેલ છે, તે આટલા જ માટે;” અને ધર્મનો યથાર્થ મહિમા પણ એમાં જ સમાઈ જાય છે. એટલે જ્યાં જ્યાં જૈનધર્મ અને જૈન સંસ્કૃતિને પ્રભાવ વિસ્તરે છે, ત્યાં ત્યાં એના અનુયાયીરૂપ ચતુર્વિધ ધર્મસંઘ અહિંસા, સંયમ અને તપની ભાવનાના પાલન અને પ્રચાર કરવાનો નિરંતર પ્રયત્ન કરતો રહે છે. જૈન ધર્મનાં તીર્થધામે, પર્વદિવસો, ઉત્સ-મહત્સ, વ્રતો, નિયમ અને વિધિ-વિધાને હંમેશાં આ સંદેશને જ પ્રોત્સાહન આપતાં રહે છે, કારણ કે એથી જ દુનિયાનું સાચું ભલું થઈ શકવાનું છે, એવી એની દઢ આસ્થા અને માન્યતા છે. ધર્મની સાચી પ્રભાવના પણ આ રીતે જ થઈ શકે છે. કચ્છમાં જિનમંદિર અને તીર્થો કચ્છમાં પણ જૈનધર્મો અને જૈન સંઘે ભગવાન તીર્થંકરના આ ધર્મસંદેશને જ ફેલાવવાને સપ્રયત્ન કર્યો છે. ભગવાન તીર્થકરોએ સમવસરણમાં બેસીને સર્વ જીવોને આ ધમ નો મર્મ સમજાવવા ધર્મદેશના આપી હતી. સમભાવના પ્રતીક સમા સમવસરણની અને તીર્થકર ભગવાનના વીતરાગપણની ભાવનાની સ્મૃતિને જનસમૂહમાં જીવંત રાખવા માટે, જેમ ભારતના અન્ય ભાગોમાં જિનમંદિર અને તીર્થસ્થાનોની સ્થાપના કરવામાં આવી તેમ, કચ્છની ધરતી પણ જિનેશ્વર ભગવાનનાં મંદિર અને તીર્થોથી સુશોભિત અને ગૌરવશાળી બની છે. કચ્છ જેવા પાંચ-છ લાખની વસતી ધરાવતા નાના સરખા પ્રદેશમાં રચાયેલ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થ, નાની પંચતીર્થીનાં ... ४. धम्मो मंगलमुकिट्ठ अहिंसा संजमा तवा। સેવા વિ તં નમંતિ ગત ઘમે સથા મળે છે દશવૈકાલિક સત્ર, અ. ૧, ગા. ૧૦ ૫. જિનચોજિનમંદિરની સ્થાપનાને લગતી પ્રાચીન પરંપરા અને ઈતિહાસમાન્ય હકીકતને આધારે એની વિકાસકથા ટૂંકમાં કંઈક આ રીતે આલેખી શકાય : આની મોટા ભાગની શરૂઆત પર્વતો અને ટેકરીઓમાં કેતરવામાં આવેલ ગકા મદિરાથી થઈ હશે. તે પછી ગિરિમંદિરો અને ઉદ્યાન-મંદિરોને સમય આવ્યો હશે. તે પછી નગર-મદિરા અને ગૃહમંદિર સ્થપાવા લાગ્યાં હશે. આ વાતને અકાટ વિધાનરૂપે નહીં પણ ક્રમિક વિકાસની સામાન્ય રૂપરેખા રૂપે જ સમજવાની છે. સમય જતાં ગુફા-મંદિરો રચવાની પરંપરા આપણું સંઘમાંથી સાવ લુપ્ત થઈ ગઈ અને ગિરિમંદિરોની રચના કરવાની પ્રવૃત્તિ વેગ પકડતી ગઈ, જે અત્યારે પણ ચાલુ છે. આજે પણ કેટલાંક ગુફામંદિર તો ધર્મભાવના અને કળારૂચિ બનેની ગૌરવકથા સંભળાવે એવાં ભવ્ય છે, પણ એના તરફ આપણે ઠીક ઠીક ઉદાસીન બની ગયા છીએ. આ ઉપેક્ષાભાવ દૂર થાય એ જરૂરી છે. ૬. કચ્છની નાની પંચતીથીનાં ગામે આ પ્રમાણે છેઃ મુંદ્રા, ભુજપુર, નાની તથા મોટી ખાખર, બીદડાઆશ્રમ અને માંડવી આશ્રમ (વૃદ્ધાશ્રમ), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy