________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
જે ભણે ભાવે સુણે ગાવે, પાવે તે સુખ સંપદા;
વિનય” વિલાસે “સુમતિ” વાસે, નાવે કેહિ આપદા. (૫) II ઈતિ વીરજિન ચોવીશમા જિન સ્તવન સંપૂર્ણ છે. નોંધ-ભદ્રેશ્વર તીર્થને છેલ્લે જીર્ણોદ્ધાર ભુજપુરના યતિ શ્રી સુમતિસાગરજી તથા વિનયસાગરજીના ઉપદેશથી માંડવીના શા મણશી તેજશીનાં (વિધવા) ભાર્યા શ્રી મીઠીબાઈએ કરાવ્યો હતો. અને એની પ્રતિષ્ઠા વિસં. ૧૯૩હ્ના માહ સુદિ ૧૦ ને શુક્રવારે કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠાનો સંસકૃત ભાષાને જે મોટો શિલાલેખ ભદ્રેશ્વરના જિનાલયના રંગમંડપમાં ચોડવામાં આવ્યું છે, એમાં આ તીર્થ સંબંધી પ્રાચીન-અર્વાચીન ઘણી માહિતી આપવામાં આવી છે. આ ચઢાળિયામાં એ શિલાલેખમાંની લગભગ બધી માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત ઘેડીક વધારાની માહિતી પણ એમાંથી મળે છે. અને જેમના સદુપદેશથી આ જીર્ણોદ્ધાર થયો હતો અને એની પ્રતિષ્ઠા પણ જેમના શુભ હાથે થઈ હતી, તે ખુદ યતિ શ્રી સુમતિસાગરજીએ પોતે જ આ કાવ્ય રચેલું છે, એટલે એમાંની માહિતી પૂરી વિશ્વસનીય ગણાય. આ ચેઢાળિયામાંથી મળતી વિશેષ માહિતી આ પ્રમાણે છે –
(૧) શ્રેષ્ઠી શ્રી મેણસી તેજશીને શ્રી મીઠીબાઈ ઉપરાંત શ્રી પુરીબાઈ નામે બીજાં ધર્મપત્ની પણ હતાં. અને તેઓ પ્રતિષ્ઠા પહેલાં સ્વર્ગવાસી થયાં હતાં (ઢાલ બીજી).
(૨) આ પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે પાયચંદ ગચ્છના મુનિ શ્રી કુશલચંદજી વગેરે ચાર મુનિરાજે તથા તપગચ્છના મુનિ શ્રી વિનોદવિજયજી પણ પધાર્યા હતા (ઢાળ ત્રીજી).
(૩) રા'દેશળજીએ દેરાસર ફરતે કેટ ચણાવી આપે તે (ઢાળ પહેલી).
(૪) આ ચઢાળિયામાં ભદ્રેશ્વરતીર્થ યાત્રામેળો ફાગણ સુદ ૭થી ૧૦ સુધી કરવાનું લખ્યું છે (ઢાળ પહેલી); શિલાલેખમાં ફાગણ સુદિ ૮ના રોજ યાત્રામેળ ભરવાનું લખ્યું છે, અને અત્યારે આ મેળો ફાગણ સુદિ ૩થી ૫ ના ત્રણ દિવસ સુધી ભરાય છે. - શ્રી પાશ્ચચંદ્રસૂરિજીનું ગુરુમંદિર–આ પુસ્તકના પૃ. ૪૮માં ભદ્રેશ્વર તીર્થમાં શ્રી પાયચંદગછના આચાર્ય શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીના ગુરુમંદિરને શિલાન્યાસ વિધિ વિ. સં. ૨૦૩૧ના જ્ઞાનપંચમીના રોજ થયાનું લખ્યું છે. આ ગુરુમંદિર તૈયાર થઈ જતાં, વિ. સં૨૦૩૩ના માહ સુદિ ૧૧, તા. ૩૦-૧-૭૭, રવિવારના રોજ સવારના એની પ્રતિષ્ઠા કરીને એમાં શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી હતી [ચિત્ર નં. ૭૩, ૭૪] આ મહત્સવ મુનિરાજ શ્રી વિદ્યાચંદ્રજી મહારાજની નિશ્રામાં, ચતુર્વિધ શ્રીસંઘની વિશાળ ઉપસ્થિતિમાં, ઊજવવામાં આવ્યો હતે. આ ગુરુમંદિરમાં શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજીની મૂર્તિ ઉપરાંત શ્રી પાયચંદગચ્છના આચાર્ય શ્રી સમરચંદ્રસૂરિજી, આચાર્ય શ્રી બ્રાતૃચંદ્રસૂરિજી,
૨. આ શિલાલેખ અને એને ભાવાર્થ આ પુસ્તકના પૃ. ૧૫૧-૫૩માં આપવામાં આવેલ છે. ૩. આ યાત્રામેળાની તિથિ સંબંધી વિચારણા માટે જુઓ આ પુસ્તકનું પૃ૦ ૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org