________________
૨૧૬
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પુત્ર વીરજીના નામ ઉપરથી રાખવામાં આવ્યું હશે, એમ લાગે છે. આ પ્રતિષ્ઠા મહોત્સવ પછી જાણે પિતાનું જીવનકાર્ય પૂરું થયું હોય એમ, તે પછી બે વર્ષ બાદ વિ. સં. ૧૮૯ની સાલમાં, ૫૯ વર્ષની વયે, તેઓ સ્વર્ગવાસ પામ્ય! પણ શ્રી ચંદ્રપ્રભુનું આ જિનાલય બંધાવવા પાછળની એમની ભાવના એવી ઉત્કટ હતી કે તે પછી આ સ્થાનને ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો અને છેવટે એને તીર્થભૂમિ તરીકેની કીર્તિ મળી. [ચિત્ર નં ૭૧]
“વીરવસહી” ના આ દેરાસર ઉપરાંત અહીં બીજાં પણ દેરાસર બન્યાં તેની વિગત આ પ્રમાણે છે : આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી (૧) નાગડા ગેત્રના શ્રેષ્ઠી વર્ધમાને શ્રી કુંથુનાથ પ્રભુનું દેરાસર૧૪ અને (૨) એ જ ગેત્રના શ્રેષ્ઠી ભારમલે શ્રી શાંતિનાથ ભગવાનનું જિનમંદિર બંધાવીને વિ. સં. ૧૯૧૦ના માગશર સુદ બીજ, શુક્રવારે એની પ્રતિષ્ઠા કરાવી હતી. (૩) આ પછી આચાર્યશ્રી રત્નસાગરસૂરિજીના ઉપદેશથી નાગડા ગાત્રના શ્રેષ્ઠી હરભમજીએ અષ્ટાપદ-ચામુખજીનો (ભગવાન ઋષભદેવાદિ જિનચોવીશીને) વિશાળ જિનપ્રાસાદ રચાવીને એની વિ. સં. ૧૯૧૮ના માંડશુદિ પાંચમ (વસંતપંચમી) સોમવારે પ્રતિષ્ઠા કરાવી હતી.૧૫
(જુએ, “શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ”, નં. ૮૭૦, ૮૭૩, ૮૭૪, ૮૮૬ના લેખે.)
આ પ્રમાણે આ તીર્થમાં ચાર જિનાલયો હોવાની વાતનું સમર્થન “જન તીર્થોનો ઈતિહાસ” (પૃ. ૧૪૫) માંના આ ઉલેખથી થાય છે: “અહી સુંદર ચાર જિનમંદિરો છે.”
પણ મારી નોંધમાં નલીઆમાં (૧) ચંદ્રપ્રભુનું, (૨) શાંતિનાથનું અને (૩) અષ્ટાપદનુંએમ ત્રણ જિનાલયે (મોટાં કે મુખ્ય દેરાસરો) હેવાનું મેં નોંધ્યું છે. આનો અર્થ એ થાય કે,
અંચળગચ્છ દિગ્દર્શન”, ફકરા ૨૩૪૬માં સૂચવા પ્રમાણે, શ્રી કુંથુનાથ ભગવાનને બિરાજમાન કરવા માટે બનાવવામાં આવેલ ઈમારતને દેરાસર નહીં પણ દેરી સમજવી જોઈએ. મારી આ નેધનું સમર્થન “જૈિન તીર્થ સર્વસંગ્રહ” (પૃ૦ ૧૪૩) માંના આ પ્રમાણેના ઉલેખથી થાય છે : “આ (ચંદ્રપ્રભુના ) મુખ્ય મંદિરની બાજુમાં શેઠ ભારમલ તેજશીએ સં. ૧૯૧૦માં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું છે અને તેની જ બાજુમાં શેઠ હરભમ નરશી નાથાએ સં. ૧૯૧૮ માં શ્રી અષ્ટાપદનું અજોડ દેરાસર બંધાવેલ છે.”
વળી “શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખ” માંના લેખ નં. ૮૭૧મા લેખમાંના ઉલ્લેખ ઉપરથી નલીઆમાં પાંચમું શ્રી મહાવીર સ્વામીનું દેરાસર હેવાનું પણ જાણવા મળે છે. આ ઉલ્લેખ આ પ્રમાણે છે–
૧૪. “અંચળગ૭ દિગદર્શન, (ફકર ૨૩૪૬)માં આને દેરાસરના બદલે દરી કહેલ છે. જુઓ, વર્ધમાન શેઠે નલીઆમાં વીરવસહીમાં શ્રી કુંથુનાથ ભગવાનની દેવકુલિકા બંધાવી.”
૧૫. અહીં એ જાણવું રસપ્રદ થઈ પડશે કે, શ્રી કાઠારા તીર્થના શ્રી શાંતિનાથ ભગવાનને વિશાળ જિનપ્રાસદની પ્રતિષ્ઠા આ જ વર્ષમાં, આ જ મહિનામાં, સુદ ૧૩ ને બુધવારના રોજ, અને આ જ આચાર્યપ્રવરની નિશ્રામાં થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org