SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની મોટી તથા નાની પંચતીર્થ જેથી દરિયાઈ ભેજવાળી ખારી હવા લગભગ હમેંશા ઝાકળરૂપે ઊતર્યા કરે છે, અને એથી શિલ્પકામને નુકસાન થવાને અંદેશ રહ્યા કરે છે. દેરાસરોને આવું નુકસાન થવા ન પામે એટલા માટે આ રંગ લગાવવામાં આવે છે. અમે આ તીર્થમાં રાત રોકાયાં હતાં, એટલે અમે સવારે ઊઠીને નજરોનજર જોયું કે અહીં રાતના કેટલી ઘેરી ઝાકળ પડે છે. વરંડામાંનાં ગાદલાં-ગોદડાં પણ ભીંજાઈ ગયાં હતાં, અને સામેનાં મકાને પણ સાવ આછાં દેખાતાં હતાં. સુથરી ગામ આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીની સ્વર્ગવાસભૂમિ (વિ. સં. ૧૯૨૮) અને દાનપ્રેમી શ્રી ખેતશી ખીંચસી તેમ જ સુપ્રસિદ્ધ સર વસનજી ત્રિકમજી નાઈટની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. સુથરીથી બીજે દિવસે અમે કોઠારા ગયાં. કોઠારા સુથરીથી આઠ માઈલ થાય છે. કોઠારા જૈન પરંપરામાં રત્નત્રયીને કેટલો બધો મહિમા વર્ણવવામાં આવ્યું છે ! કચ્છ-કોઠારાના ભૂષણ સમાં, ધર્મભાવનાની રત્નત્રયી જેવાં, નરરત્નની ત્રિપુટીએ, અંચળગચ્છાધિપતિ આચાર્ય શ્રી રત્નસાગરસૂરિજીના ધર્મોપદેશથી પ્રેરાઈને એક ચિરસ્મરણીય ધર્મકાર્ય કરવા દ્વારા, પિતાના વતન કોઠારા ગામને તીર્થભૂમિ તરીકેનું કેટલું બધું ગૌરવ અને મહત્ત્વ અપાવી દીધું છે ! કેવળ કોઠારા કે કચ્છની જ નહીં પણ સમગ્ર જન સંઘની શોભા સમા આ ત્રણ ધર્માનુરાગી મહાનુભાવો તે સ્વનામધન્ય શ્રેણીઓ શા વેલજી માલ લોડાયા, શા શિવજી નેણશી લેડાયા અને શા કેશવજી નાયક ગાંધી હતા. આ ત્રણે મહાનુભાવોએ ધર્મ પ્રભાવનાકારી એકરાગતા સાધીને, અને લાખે કેરીને ઉલ્લાસ અને ઉદારતાથી સદ્વ્યય કરીને, કોઠારામાં એવો આલીશાન દેવવિમાન જેવો દિવ્ય અને ધ્યાનનિષ્ઠ યોગી જે ભવ્ય જિનપ્રાસાદ બનાવ્યો છે કે, જેણે દેશભરનાં વિશિષ્ટ, વિરલ અને કળામય દેવાલયમાં સ્થાન મેળવ્યું છે, અને જે હમેશાં દેશના દૂરના અને નજીકના સેંકડો યાત્રિકને પિતાની તરફ આકષીને એમને ધર્માચરણની પ્રેરણાનું પાન કરાવતા રહે છે અને એમનાં અંતરમાં એના સર્જક ત્રણે ધર્માત્મા શ્રેષ્ઠીઓની પુણ્યસ્મૃતિને નિરંતર જગાડતું રહે છે. કઠારાના વતની આ ત્રણે શ્રેષ્ઠીઓ, પિતાનું ભાગ્ય અજમાવવા, કચ્છના અનેક સાહસી વેપારીઓ અને શાહ સોદાગરોની જેમ, દોઢેક સેકા પહેલાં, મુંબઈ ગયેલા. એ ત્રણેને આ સાહસ એવું શુકનવંતું નીવડયું કે, જોતજોતાંમાં એમની સ્થિતિ પટલાઈ ગઈ અને એમની ગણના લાખેપતિ કે કરોડપતિ શ્રીમાનેમાં થવા લાગી. પણ આ ત્રણે મહાનુભાને માટે વધારે ખુશનસીબીની વાત તે એ બની કે, માત્ર અઢ઼ળક ધન-સંપત્તિ રળીને અને એને ભેગ-વિલાસ કે મેજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy