SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની માટી તથા નાની પંચતીર્થ ૨૦૫ વૃતલ્લોક પાર્શ્વનાથની પ્રતિમાને લીધે સુથરી ગામની તીર્થ તરીકે નામના કયારે થઈ એ સંબધી કંઈક અણસાર “શ્રી દાન–નેમ-કલ્યાણમાળા”માંના નીચેના લખાણમાંથી મળી શકે છે – ઉપરોક્ત જ્ઞાતિમેળે સુથરીમાં સંવત ૧૬૭૫ આસપાસ થયાનો અહેવાલ મળે છે. સંવત ૧૭૨૧માં પરમપૂજ્ય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી સમસ્ત સંઘે શ્રી મેઘજી ઉડી અને શ્રી ઘતકલોલ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને શ્રી સંધને સેપી દેવાની વિનંતિ કરતાં શ્રી ઉડીઆ માની ગયા અને ત્વરિત જિનાલય માટે રકમો એકઠી કરવાની શરૂઆત કરી. સંવત ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારોપણુવિધિ પણ થઈ ચૂકી. સંવત ૧૮૯૬માં વૈશાખ સુદ ૭ના ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.” ઉપરના લખાણમાં સં. ૧૭૨૧માં શ્રી ઉડીઆએ પ્રતિમાજી શ્રીસંઘને સોંપી દીધાનું લખ્યું છે, તે ઉપરથી આ દંતકથા વિક્રમની ૧૮મી સદીની શરૂઆત જેટલી જૂની હોવાનું તો જાણે શકાય છે; પણ સં. ૧૭૨૧માં પ્રતિમાજીની સેંપણ અને સં. ૧૮૮૩માં નૂતન જિનાલયની શિલારાપણુવિધિ-એ બે ઘટના વચ્ચે કંઈક કડી ખૂટતી હોય એમ પણ લાગે છે. આ ખૂટતી કડી “અંચળગચ્છ દિગ્દર્શન”ને ૨૦૦૦મે ફકર જોડી આપે છે, જે આ પ્રમાણે છે– સં૧૭૨૧માં એમને (જ્ઞાનસાગરજીને) કચ્છમાં વિહાર હતા. એમના પ્રયાસથી ઘનકલેલ પાર્શ્વનાથની પ્રતિમાને શ્રાવક ઉદ્દેશી પાસેથી મેળવી, સુથરીમાં કાષ્ઠનું ચય કરાવી સ થે તેમાં બિરાજમાન કરી. હાલ તે તીર્થ સ્વરૂપ મનાય છે.” (આ પુસ્તકના ૨૩૫૭મા ફકરામાં પણ આ વાત નેધાયેલી છે.) - આનો અર્થ એ થયો કે, વિસં. ૧૭૨૧માં આ પ્રતિમાને શ્રી ઉદેશી (શ્રી ઉડીઆ)ના ઘરમાંથી કાઈ મંદિરમાં પધરાવવામાં આવી અને તે પછી વિસં. ૧૮૬માં અત્યારના પાષાણમય જિનપ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી. આ મંદિર વિશાળ, માળવાળું અને અનેક શિખરોથી શોભાયમાન હવાથી ખૂબ આકર્ષક લાગે છે. દેરાસરના ઉપલે માળે શ્રી કુંથુનાથ ભગવાનના, ૩૧ ઈંચ જેટલા મોટા, ચામુખ (ચાર પ્રતિમાઓ) પધરાવવામાં આવેલ છે. એની અંજનશલાકા વિ. સં. ૧૮૯૩માં થયેલ છે. આ મંદિરના શિખરની પાછળ બીજું શિખરબંધી જિનાલય બનાવવામાં આવ્યું છે અને એમાં ભગવાન ઋષભદેવની વિસં. ૧૯૨૧ના લેખવાળી પ્રતિમા બિરાજમાન કરવામાં આવી છે. આ મંદિરની પાસે આનંદ સાધના મંદિર નામે વ્યાખ્યાન હેલ તથા વિધતુ જ્ઞાનમંદિર બનાવવામાં આવેલ છે. [ચિત્ર નં ૬૮]. શ્રી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમાની શ્રી કલ્યાણસાગર સૂરિજીએ પ્રતિષ્ઠા કર્યાની વાતનું, આ તીર્થને લગતી મેઘજી ઉડીઆની દંતકથાનું તથા આ દેરાસરની પ્રતિષ્ઠા વિસં. ૧૮૮માં આ ઘટના, નજીવા ફેરફાર સાથે, નેધવામાં આવી છે. “ અંચળગ છ દિગ્દર્શન” (પૃ. ૫૩૭) માં સંક્ષેપમાં આપવામાં આવેલી આ કથા મેટે ભાગે “શ્રી દાન-મ-કલ્યાણમાળા ” પુસ્તકમાંની ઉપર આપેલી કથાને મળતી આવે છે. ક, બીજા મૂળ ઉલ્લેખ પ્રમાણે આ તિથિ ૮ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy