________________
શ્રી ભારે વસઈ- મહાતી અને કેવા મોટા જનસમૂહને પાણી પૂરું પાડી શકતી હશે, એને ખ્યાલ આપે છે. અત્યારે તે આ સ્થાપત્ય સાવ બિસ્માર હાલતમાં પડયું છે. તે એક પ્રશ્નન–હેઠાણું તળાવ, ઢેઢાણ વાવ અને દુદા મેઘવાળની (હરિજન-ઢેઢની) વાવ, આ ત્રણ સ્થાપત્યોનાં નામ એવાં છે કે, તે ત્રણે એક કાળે અસ્પૃશ્ય ગણાતી હરિજન જ્ઞાતિ સાથે એમને સંબંધ હોવાનું સૂચન કરે છે. શું સાચે જ આ ત્રણે સ્થાને આ કોમે બનાવ્યાં હશે કે બીજા કોઈએ આ કામ માટે બનાવ્યાં હશે, એ સવાલ થાય છે. આ સવાલને ઉત્તર શોધવા કોઈકે પ્રયત્ન કર જોઈ એ; અને આ પ્રયત્ન કરતી વખતે એ હકીક્ત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, ઢેઢાણું વાવ તો એક ઠક્કર ચણાવી હતી. અને ઠક્કર એ તે લુહાણ કોમ માટે વપરાતો શબ્દ છે.
અહીં એ જાણવું પણ રસપ્રદ થઈ પડશે કે, ચોખંડા મહાદેવના મંદિરના એક ઓટલામાં ચણી લેવામાં આવેલ ગુર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજને વિ. સં. ૧૧૫ ને શિલાલેખ મૂળ દુદાશાના શિવાલયને હતું, એમ નેંધવામાં આવ્યું છે (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૯૩-૯૪). આ ઉપરથી એમ લાગે છે કે, ભદ્રેશ્વરની સાથે “દુદા” નામની વ્યક્તિ (વ્યક્તિઓનું) નામ સારી રીતે સંકળાયેલું હતું,
જૂની છત્રી જગડુશાની બેઠક–વાવથી આગળ વધીએ એટલે એક ખેતર અવે છે. એ ખેતરની વચ્ચે પથ્થરની એક જૂની છત્રી ઊભી છે. આ છત્રીની આસપાસ નાનીમાટી કઈ ઈમારત કે એના અવશેષો પણ નથી, એટલે આ છત્રી સાવ એકલી-અટૂલી ઊભી છે, તેથી એને જોઈને, સહજપણે, એવો સવાલ થાય છે કે, આ રીતે ખેતરની વચ્ચે આવી ઈમારત શા માટે ઊભી કરવામાં આવી હશે ? ગેળ ઘુમ્મટ ધરાવતી, બાર થાંભલા ઉપર ઊભેલી અને ચોરસ ઘાટની આ ઈમારત, ઉત્તર હિંદુસ્તાનમાં જેને બારાદરી કહે છે એના જેવી, બાર પ્રવેશવાળી છે. આ ઈમારતને જગડૂશાની બેઠક તરીકે ઓળખાવવામાં આવે છે. [ ચિત્ર નં ૬૬ ]
મેતીનું ખેતર–લગાતાર ત્રણ વર્ષ સુધી ચાલુ રહેલા દેશવ્યાપી દુષ્કાળમાં ગરીબ પ્રજાને અન્ન વસ્ત્ર પૂરાં પાડીને એ સંકટનું નિવારણ કરવાનું ભગીરથ અને સફળ પુરુષાર્થ કરીને અમર બની જનાર અને “જગતપિતા” નું બિરુદ મેળવનાર જગડૂશાની આર્થિક શક્તિ કેટલી બધી હશે, એમની પાસે કેટલું અઢળક ધન હશે, એની તો કલ્પના જ કરવી પડે. દેશપરદેશના વેપાર કે વહાણવટાથી આટલું બધું ધન એકત્ર થઈ શકે એવું માન્યામાં આવવું મુશ્કેલ બની જાય છે, અને તેથી જગડુશાની અમાપ સંપત્તિવૃદ્ધિની દંતકથા જેવી કેટલીક ચમત્કારિક ઘટનાઓ પણ જગડુશાના જીવન સાથે જોડાયેલી જાણવા-સાંભળવામાં આવે છે. આમાંની એમને થયેલ અપાર ધનપ્રાપ્તિને લગતી એક ચમત્કારિક ઘટના છે, એમના ખેતરમાં મોતીને પાક થયાની. આ વાત આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org