________________
શ્રી જયર-સઈ મહાતી વિદ્વાન વ્યાખ્યાતા મુનિવરની નિશ્રામાં, કરાવવામાં આવે છે, અને ચતુર્વિધ સંઘ એને સારા પ્રમાણમાં લાભ લે છે. આ સંસ્થા પાસે, પેઢીના વિ. સં. ૨૦૩૦ ની સાલના સરવૈયા પ્રમાણે, રૂા. પંચાવન હજારથી વધુ રકમનું ફંડ છે. આ ઉપરાંત ક્યારેક કેઈક ધર્માનુરાગી વ્યક્તિની ભાવના તીર્થમાં ઉપધાન જેવા મોટા તપની આરાધના કરાવવાની થાય છે તે, એ માટે પણ તીર્થની પેઢી તરફથી પૂરેપૂરી સગવડ કરી આપવામાં આવે છે.
બહારગામનાં જિનમંદિર વગેરેની સાચવણી પિતાના બંધારણના ઉદ્દેશોમાં કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે, શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીએ નીચે મુજબ ચાર ગામોનાં દેરાસરો તથા ઉપાશ્રયની સંભાળ રાખવાની જવાબદારી સ્વીકારી છે–
(૧) વડાલાના દેરાસર, ઉપાશ્રય તથા એક મકાનની સાચવણી કરવી. (પેઢીના ટ્રસ્ટીઓની તા. ૨૭-૪-૧૯૨૯ ના રોજ મળેલ સભામાં વડાલાના દેરાસરના જીર્ણોદ્ધારમાં પચીસસો કરી ખર્ચવાનું અને એનો વહીવટ સંભાળી લેવાનું ઠરાવવામાં આવ્યું હતું.)
(૨) ગુંદાલાના દેરાસર તથા ઉપાશ્રયની સાચવણી કરવી. (૩) ભુવડના દેરાસર તથા ઉપાશ્રયની સંભાળ રાખવી. (૪) ગુંદીઆલાના દેરાસર તથા ઉપાશ્રયની સંભાળ રાખવી.
શ્રી મહાવીર જૈન વાચનાલય–તીર્થમાં આવનાર સાધુ-સાધ્વીઓ તથા યાત્રાળુઓ, પિતાની ઈચ્છા અને સમયની અનુકૂળતા મુજબ, અભ્યાસ કે વાચન-મનન કરવાને લાભ લઈ શકે એ માટે એક સ્વતંત્ર મકાનમાં “શ્રી મહાવીર જૈન વાચનાલય” ચલાવવામાં આવે છે. આમાં ધર્મશાસ્ત્રોનાં તેમ જ ચાલુ કથા-વાર્તા જેવા લોકગી સાહિત્યનાં પુસ્તકો સારી સંખ્યામાં રાખવામાં આવ્યાં છે, તેમ જ કેટલાંક દૈનિક, અઠવાડિક, પાક્ષિક અને માસિક અખબારો અને સામયિકે પણ મંગાવવામાં આવે છે. આ વાચનાલયનું મકાન તીર્થની પેઢીના એક વખતના મેનેજીંગ ટ્રસ્ટી, ભુજપુરનિવાસી સ્વ. રાવબહાદુર દેવજીભાઈ ટોકરશીએ, એમના પિતાશ્રી, જેઓએ પણ આ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી તે, સ્વ. શ્રી ટોકરશીભાઈ મૂળજીના શ્રેયાર્થે બંધાવી આપ્યું હતું. (તીર્થને ટ્રસ્ટીઓએ, એમની તા. ૧૩-૪-૧૯૪૪ની સભામાં, તીર્થમાં પુસ્તકાલય શરૂ કરવાનું ઠરાવ કર્યો હતે.)
પેઢીના અત્યારના મુખ્ય મહેતાજી–પેઢીને કારોબાર વ્યવસ્થિતપણે અને યાત્રિકોને સંતોષ થાય એ રીતે ચલાવવાની પેઢીના મુખ્ય મહેતાજી તરીકે મોટી જવાબદારી અત્યારે(વાગડ) બેલાનિવાસી શ્રી નેમચંદભાઈ કસ્તુરચંદ વેરા સારી રીતે અને સફળતાથી સંભાળી રહ્યા છે. તેઓ પિતે ધર્માનુરાગી હોવાની સાથે તીર્થના દરેક પ્રકારના હિતની બરાબર સાચવણી થાય એનો પૂરે ખ્યાલ રાખે છે. તેઓ ૨૮ વર્ષથી આ તીર્થની પેઢી સાથે સંકળાયેલા છે. આ તીર્થમાંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org