________________
વહીવટ અને સગવડ
૧૭૧ ] ટ્રસ્ટીઓની સભાઓની કાર્યવાહીની નેધ ઉપરથી જાણવા મળે છે કે સંસ્થાના બંધારણમાં સુધારાવધારા કરવા માટે કચ્છના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સભા વિ. સં. ૧૯૯૦માં કારતક વદિમાં બોલાવવાનું ટ્રસ્ટીઓની તા. ૧૬--૧૯૩૩ની સભામાં ઠરાવવામાં આવ્યું હતું - આ જનરલ સભામાં કરવામાં આવેલ બંધારણના સુધારાવધારાને સને ૧૫રમાં રજીસ્ટર્ડ કરાવવામાં આવેલ ટ્રસ્ટડીડમાં સમાવેશ થઈ જતો હોવાથી એની વિગતો અહીં આપવાની જરૂર રહેતી નથી.
આ બધી તે આ પેઢીની સ્થાપના અને એના બંધારણને લગતી તેમ જ દ્રસ્ટીમંડળમાં પિતાની સેવાઓ આપી જનાર અને અત્યારે આપી રહેલ મહાનુભાવ સંબંધી બાહ્ય અને
સ્થૂલ માહિતી આપતી વિગતે થઈ. પણ બંધારણના આવા બાહા કલેવર માત્રથી ન તે કઈ સંસ્થાનું સુવ્યવસ્થિત અને સફળ સંચાલન થઈ શકે છે કે ન કોઈ સંસ્થા પ્રગતિશીલ અને લેકપ્રિય બની શકે છે. આ માટે તો જોઈએ છે શ્રદ્ધા-ભક્તિ પ્રેરિત કર્તવ્યભાવના, પોતાપણાની લાગણી, સેવાપરાયણતા, સતત જાગૃત યેયનિષ્ઠા અને ધર્મરુચિ. આવા સદગુણે હોય તો બંધારણમાં કઈ પ્રકારની ખામી રહી જવા પામી હોય તોય તે સંસ્થાના વિકાસને લેશ પણ રુંધી શકતી નથી, અને જે આવા સદ્દગુણોનું સ્થાન ઉપરછલી મોટી મોટી વાતોએ અને બેટા આડંબરેએ લીધું હોય તે, બંધારણ ગમે તેટલું પરિપૂર્ણ અને ઉત્તમ હોય તોપણ, એની બધી જોગવાઈઓ કેવળ પોથીની શોભારૂપ જ બની રહે છે. મતલબ કે માનદ સંચાલકો અને પગારદાર કર્મચારી. ઓની કર્તવ્યપરાયણતા, વિનમ્રતા અને ઉત્સાહી પ્રકૃતિ જ કઈ પણ સંસ્થાની કાર્યવાહીને ઉજવળ અને યશસ્વી બનાવનાર સાચું રસાયણ છે.
અને, મારા જાત અનુભવને આધારે, મને એમ કહેતાં આનંદ થાય છે કે, ભાવનાશીલ માનદ સંચાલકો અને શિલા, વિનયી અને વિવેકી પગારદાર કર્મચારિઓનું જૂથ મેળવવાની બાબતમાં ભદ્રેશ્વર વસઈ જૈન તીર્થને વહીવટ સંભાળતી શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢી ઘણું ભાગ્યશાળી છે. પેઢીના મુખ્ય સંચાલક મુખ્યમહેતાજીથી લઈને તે પટાવાળા, પૂજારી કે બીજી કામગીરી સંભાળતા નાનામાં નાનાં કર્મચારી ભાઈઓ-બહેન સુધીની લગભગ બધી વ્યક્તિઓ પિતાની ફરજોનું સારી રીતે પાલન કરતી અને યાત્રાળુઓ સાથે વિવેક-વિનયથી વર્તતી હોય છે. માનદ સંચાલકે અને સવેતન કર્મચારીઓ વચ્ચેના આવા સુભગ સહકારથી જ આ પેઢીની કામગીરી ખૂબ દીપી નીકળે છે અને બધાં યાત્રાળુ ભાઈ -બહેને સંતોષ પામીને, મધુર મરણે સાથે, વિદાય થાય છે.
૩. પેઢીની તા. ૪-૫–૧૯૪૮ના રોજ મળેલી જનરલ સભાની કાર્યવાહીની નોંધ ઉપરથી જાણવા મળે છે કે એ અરસામાં જામનગરનાં એક તપસ્વિની બહેન શ્રી જવલબહેને શ્રી કેસરિયાજી તીર્થને વહીવટ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંધને સોંપવા માટે, ત્યાંના સરકારી વ્યવસ્થાતંત્ર સામે, ઉપવાસ શરૂ કર્યા હતા, તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ( આ રીતે આ ઘટનાની નોંધ સચવાઈ રહી છે. આ ઘટનામાં છેવટે શ્રી જવલબહેને પારણાં કર્યા હતાં.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org