________________
૧૪૨
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ
એનેા ભાવ એ છે કે ડુંગરને તે વળી છાયાની જરૂર હેાય ? ડુંગર એટલે પહાડ અને ડુંગર એટલે ડુંગરજી પોતે, અને તે વળી કિલ્લામાં ભરાઈ રહેવુ શાભે ?)
“ પછે માણુસ રૂડા અકલવાળા હતા. તેણે વિચાર્યું" જે ડુંગરજી માણસ લડાઉ છે, વળી બિગાડ કરશે. ઇમ ઇમ જ કરતાં એક સકસે આવી કહ્યું જે ડુંગરજી હાલો ધારવાડામાં રીસાઈને પડયો, તે કાંઈ ખુનામ કરશે. રાવશ્રી કને એ વાત જાહેર થઈ. તિવારે રાઉશ્રી ભારમલજીએ ગામ કુનરડાઉ કેવાય છે તે દેરાની સેવામાં દીધો. સદાવ્રત ચાલતું કીધું અને ભદ્રેસર હેઠે ગામ હતાં તે ડુંગરજીને દીધાં, તિવારે ડુંગરજી રાજી થઈને રાશ્રીને કે, સીમ ચારે ચાકરને દીધી છે, તેની વીગત છે—
“ ઉગમણી સીમ સુમરાઓને દીધી છે, ખેડે ખાએ ચાકરી કરે; ઉતરાદી સીમ પેહા રજપૂતને દીધી છે, તે ખેડે ખાએ; અને દખણાદી દસ વાઘેરને સોંપી છે. આથમણી દીસે તેા નદી છે, પણુ સાંતી ખેડતું, પેટ ભરતુ. એ વાત સંવત ૧૬પ૯ ના વૈશાખ સુદ ૫ના ખુલાસે થયો છે. ગામ શ્રી કુદરડી ઉચ્ચાર કેવાએ છે, તે સેવામાં છે, અને ખેતર ૪ દીવેલીઆ કેવાએ છે, તે હ. ડુંગરજીનાં દીધેલ છે. ઉતરાદી સીમમાં છે તે દેરાના છે સહી,
""
માંડવીની પ્રતમાંના ઉપર આપેલ આ લખાણના સાર એ છે કે—(૧) રાવળ જામે એના ભાયાત ડુંગરજીને હાલારમાંથી દેશનિકાલ કર્યાં; (૨) ડુંગરજી કચ્છના મહારાઓ અને એના માસિચાઈ ભાઈ ભારમલજી પાસે ભુજમાં જઈ ને એમને પેાતાનું ઠેકાણુ· પાડવા કહે છે; (૩) મહારાએ ભારમલજી ડુ‘ગરજીને કહે છે કે તને આપી શકું એવા કેાઈ ગરાસ મારી પાસે નથી; (૪) ડું'ગરજી ભારમલજીને કહે છે કે તમે મને ફક્ત તમારુ ઉપરીપણુ-તમારી હૂંફ-આપેા, અને મારી વિરુદ્ધ કાઈ કઈ ફરિયાદ કરે તેા તેને ધ્યાનમાં ન લેશેા-ખસ, હું તમારી પાસે આટલું માગું છું; બાકી હું મારા મળથી મારા માગ કરી લઈશ; (૫) પછી એણે જોર બતાવીને, વિ સ’૦ ૧૬૫૨માં, ભદ્રેશ્વર ઉપર પેાતાના કબજો કરી લીધેા; (૬) ભદ્રેશ્વર તીર્થાંની આવી બેહાલી જોઈ ને મુનિ શ્રી વિવેકહષ ગણિ ચિતામાં પડી ગયા; અને એમણે ભુજ જઈ ને રાએ શ્રી ભારમલજી પાસે તી ઉપરનું આ સંકટ દૂર કરવાની માગણી કરી, પણ રાખેશ્રીએ એમની વાત કાને ન ધરી; એટલે મુનિ વિવેકહ જી અમદાવાદ ગયા. ત્યાં ચાર વર્ષ રહીને એમણે ગુજરાતના ખાદશાહને રીઝબ્યા અને એમની પાસેથી રાએ શ્રી ભારમલજી ઉપર ભલામણના કાગળ લખાવીને, એ લઈ ને તેઓ ફરી પાછા કચ્છમાં ગયા અને રાએ શ્રી ભારમલજીને મળ્યા; (૭) આ તે ખાદશાહના હુકમ એટલે રાઓશ્રી જાતે ભદ્રેશ્વર ગયા; એ વખતે વિવેકહ ગણિ પણ ભદ્રેશ્વર પહોંચ્યા; પછી રાએ શ્રી ભારમલજીએ ડુંગરજીનું સમાધાન કર્યું. આ સમાધાન પ્રમાણે જામ રાવલે ભદ્રેશ્વરના જિનમંદિરને ભેટ ધરેલાં ૧૨ ગામ ડુંગરજીને આપવામાં આવ્યાં; એના બદલામાં ડુ‘ગરજીએ ભદ્રેશ્વરતું જૈન તીર્થ શ્રાવકાને સોંપી દ્વીધું; અને વધારામાં રાએ શ્રી ભારમલજીએ કુદરડી નામે પોતાની હકૂમતનું ગામ દેરાસરને ભેટ આપ્યું. આ સમાધાન વિ॰ સ’૦ ૧૬૫૯ના વૈશાખ સુદિ પાંચમના રાજ થયું હતું.
મુનિ શ્રી વિવેકહાઁ ગણિ અને રાઓશ્રી ભારમલજીના પ્રયત્નાથી શ્રી ભદ્રેશ્વરનું ૨૮. જોગાનુજોગ કેવા કે જામ રાવળે ભદ્રેશ્વર તીર્થ માટે ઊભી કરેલી ઉપાધિ આચાર્ય શ્રી આનંદવમળસૂરિજીની દરમ્યાનગીરીથી દૂર થઈ હતી; અને હાલા ડુંગરજીના કારણે આ તીર્થ ઉપર આવી પડેલી આપત્તિ શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org