SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિઓ અને જીર્ણોદ્ધાર વસી ગઈ અને એણે આચાર્યશ્રીની સલાહને માથે ચડાવી લઈને હાલાર દેશમાં ચાલ્યા જવાને નિર્ણય કર્યો. જામ રાવળ સખીદિલ માનવી હત; એટલે જતાં જતાં એ કચ્છનાં જુદાં જુદાં દેવસ્થાનોને અનેક ગામેનું દાન કરતો ગયે. હમીરનો વધ, રાવળ જામની સખાવત અને એના હાલાર દેશમાં ચાલ્યા જવાની વાત માંડવીની પ્રતમાં (પૃ. ૪) આ પ્રમાણે નેધેલી મળે છે– “તિર્ણ કાકાઈ ભાઈ સાથે દગો કર્યો જામ રાવલે, અને હમીરને માર્યો સંવત પનર ચોસઠીએ. ભારે હમીરના પુત્ર રાએબ સાએબ ખેંગાર માંણી હમીરના પુત્ર ફઈ પાસે ગયા શ્રી અમદાવાદ. તિહાં સાવજ મારી પ્રસિદ્ધ થયા. પાતસ્યાએ આદર સનમાન દીધો. રા-પદની આબરૂ આપી. પોતાની વિતકવાર્તા કહીં. પાતસ્યા મહેરબાન ધિ ફોજ ખરચી આપી. ચડયા. તે વાતની રાવલ જામને માલમ થઈ. પોતાની ફોજ લઈ શ્રી વીંઝાણુથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. તિહાં આણંદવિમલસૂરિ મળ્યા. તેહને પુછીઉં. તેણે કહ્યું કે તમે હાલારમાં રાજ્ય કરશો. એહવું સાંભળી રાવલ જામે ખેરાત કર્યા ગામ સતાણું.” આ પ્રમાણે લખીને આ જ પ્રતમાં સંવત ૧૫૯૪માં જામ રાવળે આનંદવિમલસૂરિના ઉપદેશથી જે જે દેવસ્થાનને જેટલાં ગામોની ભેટ આપી હતી, તેને લગતા ચાર શ્લોક લખ્યા છે. એમાં જિનમંદિરને (ભદ્રેશ્વરના દેરાસરને ) બાર ગામ ભેટ આપ્યાનું લખ્યું છે. આ અંગે વિશેષ નોંધપાત્ર અને રાજી થવા જેવી વાત એ છે કે આ ચારે બ્લોક દેરાસરની ડાબી બાજુની દીવાલ ઉપર, ઉપાશ્રયવાળી નળીમાં, ચોડેલા એક જીણું શિલાલેખમાં, નજીવા શાબ્દિક ફેરફાર સાથે, કેતરવામાં આવ્યા છે. આ ચાર શ્લોક આપ્યા પછી માંડવીની પ્રતમાં (પૃ. ૫) ભદ્રેશ્વરના જિનમંદિરને જામ રાવળે જે બાર ગામ ભેટ આપ્યાં હતાં એનાં નામ આ પ્રમાણે આપવામાં આવ્યાં છે “ રાવલ જામે ગામ બાર સદાવ્રતમાં દીધાં હતાં. રસનવસતા બંદર ચાલતે નહીં (?). ખેતી દાણા જગતની ૨૩. આચાર્ય આનંદવિમળસૂરિની સલાહથી જામ રાવળે ભદ્રેશ્વરને ( અને સાથે સાથે કચ્છને પણ) ત્યાગ કર્યાની વાતની નેંધ ડો. જેમ્સ બજેસે એમના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઍફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે ગ્રંથમાં (પૃ. ૨૦૭) આ પ્રમાણે લીધી છે– “Jam Raval seized Bhadrasvar fort in S. 1592 as a defence against Khangar, and it is said was advised by the high priest Anand Vimal. Surisyara to betake himself to Kathiawad, (અર્થાત જામ રાવળે, ખેંગારની સામે પોતાનો બચાવ કરવા માટે, વિ.સં. ૧૫૯૨માં, ભદ્રેશ્વરના કિલ્લા ઉપર કબજે કરી લીધું હતું. અને, એમ કહેવાય છે કે, મહાન આચાર્ય આનંદવિમલસૂરીશ્વરે એને કાઠિયાવાડ ચાલ્યા જવાની સલાહ આપી હતી.) જામ રાવળે કચ્છ તછને કાઠિયાવાડ જવાનું નકકી કર્યું તે માટે એક બીજી વાત પણ પ્રચલિત છે, જે આ પ્રમાણે છે: “એમ કહેવાય છે કે માતા આશાપુરાએ સ્વપ્નમાં દર્શન દઈ તેને એખું કહી દીધું હતું કે “તારાં કૃત્યને લીધે કચ્છમાં તું મારી કૃપાને લાયક રહ્યો નથી. જે તારે મારી મહેરબાનીની હજુ પણ ઈચ્છા હોય તો તારે કરછ છોડી કાઠિયાવાડ જવું, જ્યાં હું તને ફરી મદદ કરીશ.’(કારા ડુંગર કચ્છજા, ૫ ૧૦૮) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy