SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ આપત્તિઓ અને છ દ્ધારા ૧૩૩ આ બધા ઉપરથી એટલુ તા સ્પષ્ટપણે જાણી શકાય છે કે, અન્ય દેવસ્થાનાની જેમ, શ્રી ભદ્રેશ્વર તીના જૈન દેવસ્થાનને પણુ, જે તે શાસકા તરફથી, કંઈક ને કંઈક પણ સહાય કે ભેટ મળતી રહેતી હતી. એટલે રાજા સાર`ગદેવે આવી ભેટ-સહાય આ તીને અર્પણ કરી હાય એમાં શંકા કરવાની જરૂર નથી; અને આવી ભેટને લીધે જ એનુ' નામ આ તીર્થના ઉદ્ધારક તરીકે નાંધવામાં આવ્યુ હશે એમ લાગે છે, (૧૧) જામ રાવળના જીર્ણોદ્ધાર~~~~આ માટે કચ્છના ઇતિહાસની ઘેાડીક વાત જાણવી જરૂરી છે. જામ રાવળના કચ્છ સાથેને સંબ`ધ કુટુંબ-કલેશ અને વેરઝેરની કઈક વાતાથી ભરેલા છે. રાજસત્તા હમેશાં સ્વાર્થ સાધવાની જ નીતિ-રીતિ શેાધતી હાય છે અને એની પ્રીતિને હેતુ પણ માટે ભાગે આવા જ હેાય છે. કચ્છ ઉપર પેાતાની એકછત્રી સત્તા સ્થાપવાની લાલસાથી પ્રેરાઈને જામ રાવળે પેાતાના પિત્રાઈ ભાઈ જામ હમીરનું વિ॰ સ૦ ૧૫૫૫માં દગાથી ખૂન કર્યું" અને એના વશવેલાને નાબૂદ કરવા એના બે પુત્રોનું–૧૧ વર્ષના પાટવી કુંવર ખે’ગારજી અને ૯ વર્ષના કુંવર સાહેબજીનુ−કાસળ કાઢવા પેરવી કરવા માંડી. આવી ખરેખરી કટોકટીને વખતે છચ્છર ભુટ્ટો નામના હમીરજીના વફાદાર અનુચરે આ એ કુવાના જાન બચાવવાનું જીવસટોસટનુ` સાહસ ખેડયુ અને એ બન્ને કુવાને લઈને કાઠિયાવાડ તરફ પ્રયાણ કર્યું". આ પ્રવાસમાં ઊંટ પર આગળ વધતા તેઓ સાયર ગામે પહેાંચ્યા ત્યારે, છચ્છર બુઢ્ઢાને માલૂમ પડયુ` કે, જામ રાવળના સિપાહીએ એમના સગડ લેતા લેતા નજીક આવી પહેાંચ્યા છે; અને એમના હાથમાં ઝડપાઈ જવાના ભય છે; અને એમ થાય તેા તેા હમીરજીના રાજબીજ રૂપ બન્ને કુંવરોના નાશ જ થઈ જાય ! આવા મહાસકટના વખતે મિયાણા જાતિના ભિયાં કકલ નામના સાયર ગામના ચાકીદારે, જાણે ઈશ્વરી સહાય મળતી હાય એમ, એમને આશરો આપ્યા અને બન્ને રાજકુવરેાને ગમે તે ભાગે મચાવવાનું નક્કી કર્યું. એણે છચ્છર બુઢ્ઢાને ડુ’ગરમાં કયાંક સંતાઈ જવા માકલી દ્વીધા અને બન્ને કુવાને ઘાસની ગજીમાં સંતાડી દ્વીધા. જામ રાવળના સિપાહીએએ આવીને આખા ગામમાં તપાસ કરી, પણ કુવરેાને કયાંય પત્તો ન લાગ્યા, એટલે ગુસ્સેા કરીને એમણે ભિયાં કકલને પૂછ્યું. પણ એણે તેા પાતે કુંવરાને જોયાની સાફ સાફ ના પાડી. લાહીતરસ્યા સિપાહીઓને આથી સતાષ ન થયા અને એમણે, ખૂની કરતાં પશુ વધુ અનૂની અનીને, કકલ પાસેથી કુવરેાની માહિતી મેળવવા, એના સાત દીકરામાંથી છનેા, ભિયાં કકલ અને એની પત્ની મલણીની નજર સામે, વધ કર્યાં ! પણ રાજભક્ત પતિ-પત્ની એકનાં એ ન થયાં અને પેાતાના દીકરાઓના પેાતાની નજર સામે થયેલ વધને, પેાતાનું રૂંવાડું'ય ક્રૂરકવા દીધા વિના,નિહાળી રહ્યાં ! છેવટે, જાણે પાતે વરસાવેલી આટલી બધી ક્રૂરતાથી પાતે જ થાકી ગયા હેય એમ, નાનામાં નાના સાતમા ઢીકરાને જીવતા રહેવા દઈ ને, એ સિપાહીએ ત્યાંથી ચાલતા થયા અને હમીરજીના વંશવેલાને ઉખાડી નાખવામાં એમના હાથ હેઠા પડવાજાણે ખેંગારજી અને સાહેબજીને રામનાં રખવાળાં મળ્યાં ! પણ હજીય કુવાને માથે જોખમ તા ઊભું જ હતું અને આ મુસીબતને આટલેથી અંત આવ્યા ન હતા. પશુ ર મુદ્દો હિંમત ન હાર્યાં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy