________________
આપત્તિઓ અને છણોદ્ધાર
હતા અને એની માટી માટી શિલાએ તથા મંદિરના પણ પથ્થર, વિ॰ સં૦ ૧૮૧૯ અને ૧૮૬૬ના અરસામાં ત્યાંનાં ઘરાના,મુંદ્રા શહેરના અને મુડદ્રા બંદરના ખાંધકામ માટે ઉપાડી જવામાં આવ્યા હતા ! (મુંદ્રા વિસ’૦૧૮૩૬માં વસ્યું હતુ.) આ વિગતા ઉપરથી પણ જોઈ શકાય છે કે આ સમય દરમ્યાન ભદ્રેશ્વર તીની સ્થિતિ સારા પ્રમાણમાં શૈાચનીય અને બેહાલ બની ગઈ હાવી જોઈ એ ( કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ૦ ૧૧૯-૨૦; માંડવીની પ્રત, પૃ૦ ૪-૬; “ સ્વદેશ ”ના વિ॰ સ૦ ૧૮૮૦ના દ્વીપેાત્સવી અંક, પૃ૦ ૭૮; જૈન તીર્થાં સર્વ સ‘ગ્રહે, પૃ૦ ૧૪૧; કારા ડુંગર કચ્છજા, પૃ૦ ૧૫૭),
(૧૪) વિક્રમની ઓગણીસમી સદીના છેલ્લા દસકા અને વીસમી સદીના પહેલા દસકાના અરસામાં, કેટલાંક વર્ષ માટે, ભદ્રેશ્વર ગામના ઠાકારે આ તીર્થ ઉપર કબજો કરી લીધેા હતા; પરિણામે એની યાત્રા લગભગ બંધ થઈ ગઈ હતી, એટલુ* જ નહી', મંદિરની સ્થિતિ બિસ્માર થઈ ગઈ હતી અને મંદિરનાં આંગણામાં, મદિરમાં અને મંદિરની દેરીઓમાં ઘેટાં-બકરાં એસવા અને ચરવા લાગ્યાં હતાં. આવી બેહાલીથી મંદિરને–તી ને જે કંઈ નુકસાન પહેાંચ્યું હતું, એના નિવારણ માટે માંડવીના તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજીને ખૂબ કષ્ટ ઉઠાવવુ પડયુ હતું. છેવટે ક્ચ્છના મહારાએ શ્રીદેશળજી ખાવા બીજાની, જૈન સંઘના અગ્રણીઓની તથા ભુજપુરના અંચળગચ્છના પતિ શ્રી સુમતિસાગરજીની લાગણીભરી ઝહેમતથી અને માંડવીનાં ખરતગચ્છનાં ધર્માનુરાગી મીઠી બહેનની માટી સહાયથી તીના છેલ્લા જીર્ણોદ્ધાર થયા હતા, એ વાત આ પુસ્તકના ચેાથા પ્રકરણુમાં સવિસ્તર આપવામાં આવી છે.
૧૦૨
(૧૫) વિ॰ સ’૦ ૧૮૭૫માં આખા કચ્છ ઉપર કારમી તારાજી વેરતા ધરતીકંપ થયા હતા; તેથી પણ આ તીને કેટલુંક નુકસાન થયું હતું; પણ એ નુકસાન સામાન્ય પ્રકારનું હતું અને કેપ્ટન મેકમાઁ, સર ચાર્લ્સ વાલ્ટર વગેરે અગ્રેજોની ભલી લાગણીથી તીથ નુ રક્ષણ તરત જ થઈ શકર્યું હતું ( કચ્છનું સસ્કૃતિદર્શન, પૃ૦ ૨૬૭).
(૧૬) મુંબઈથી તે સમયે પ્રગટ થતા “ સ્વદેશ ” પુત્રના વિ॰ સ૦ ૧૯૮૦ના દીપાત્સવી અંકમાં પ્રગટ થયેલ “ કચ્છની સ્થાપત્યકળાના ઘેાડાએક અવશેષો ’” નામે અભ્યાસપૂર્ણ લેખમાં, એના વિદ્વાન લેખક શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાએ, “વસહીનાં દેહેરાં-ભદ્રેશ્વર”ના ટૂંક પરિચય આપતાં (પૃ૦ ૭૮) એ તીર્થં માં કયારે કયારે કેવી અરાજકતા ઊભી થવા પામી હતી, એ સ'અ'ધી કેટલીક માહિતી આપી છે, જે આ પ્રમાણે છે—
“ આ (હરિ ) વંશના છેલ્લા રાજા દાનજી રાજ હતા. તેના વખતમાં ભારે લૂંટફાટ અને અંધાધુંધી ચાલી. ત્યાર પછી આ રાજ્ય સંવત ૨૧૩માં મુંજપુરના વાધેલા વનરાજે સર કર્યું. આ વંશના ચેાથા રાજા વિજયરાવ ઉફે વસિદ્ધના વખતમાં આજુબાજુના મુલકની ટાળીઓએ રાજ્યને લૂંટીને છિન્નભિન્ન કરી નાખ્યું અને પવારગઢના કાઠી ભદ્રાવતીના માલેક થયા અને તે ૧૪૭ વરસ સુધી રહ્યા. ત્યાર બાદ પાટણના કનક ચાવડાએ સંવત ૬૧૮માં એ દેશ જીત્યા અને સંવત ૬૨૨માં દેવલને ફરી બંધાવ્યું અને એમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી, ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org