________________
મળ્યસર્જનની સાધના : આજથી લગભગ ત્રણ-ચાર વર્ષ પૂર્વે ભદ્રેશ્વર તીર્થના જ એ શાંત અને રમણીય વાતાવરણમાં, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયવાળા શ્રી કાન્તિલાલભાઈને અનુરોધથી શ્રી ભદ્રેશ્વર તીર્થને લગતો આવો સવ"ગસંધર સચિત્ર અન્ય તૈયાર કરી આપવાનું જાણીતા સાહિત્યકાર શ્રી રતિભાઈ દેસાઈ એ માથે લીધું ત્યારથી માંડીને તે હવે જ્યારે આ ગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે ત્યાં સુધી આ કાર્યમાં અમુક અંશે હું પણ જોડાયેલો રહ્યો છું.
શ્રી રતિભાઈએ અમારા સહુના આગ્રહથી અને ભદ્રેશ્વર તીર્થ પ્રત્યેની મમતાથી પ્રેરાઈને આ કાર્ય કરવાનું સ્વીકાર્યું અને ગ્રન્થલેખન અંગેની રૂપરેખા અમે સાથે બેસીને તૈયાર કરી, તે પછી એ અંગેની હસ્તલિખિત અને મુકિત, વિપુલ છતાં વેરવિખેર સાહિત્ય-સામગ્રીને શોધવામાં, એનું સંકલન કરવામાં તથા ઉપલબ્ધ સામગ્રીને ગ્રન્થલેખનમાં ઉપયોગ કરતાં પહેલાં સુદીર્ઘ વાંચન-મનન અને ઊંડા સંશોધન દ્વારા એની ચકાસણી કરવામાં રતિભાઈએ જે શારીરિક અને માનસિક શ્રમ લીધે છે, તેને સાચો ખ્યાલ તે જેમણે આ કાર્ય થતું નિકટથી જોયું હોય તેને જ આવી શકે. પરત માં કહે છે. જે કાર્ય કરવાનું એક વાર માથે લીધું તેને પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારીના ભાન સાથે, પિતાનાથી બને એટલું વધુમાં વધુ સારી રીતે કરવાને એમને જે સ્વભાવ છે, તે મુજબ આ કાર્યમાં પણ તેમણે પૂર્ણ નિષ્ઠા સાથે પાર પાડયું છે અને તે માટે તેમણે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં ગજા ઉપરાંતનો શ્રમ લીધો છે.
આ ગ્રંથરત્નના સજનની પાછળ વધુ સમય અને શક્તિનો ભેગ આપી શકાય તે માટે તેમણે, જરૂર પડયે, આથી પણ વધુ મહત્વનાં કહી શકાય તેવાં કેટલાંક કાર્યોને થોડા સમય માટે ગૌણ બનાવ્યાં છે અને ઓછા શ્રમે વધુ અર્થલાભ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે એવા કેટલાક અવસરોને (આણંદ-વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવસટી તરફથી, જૈનધર્મનું લેકમેગ્ય પુસ્તક લખવા માટે મળેલા આમંત્રણ વગેરેને) એમણે સ્વેચ્છાએ જતા કર્યા છે, તે પણ હું જાણું છું.
આવી નિષ્ઠા અને તીર્થ પ્રત્યેની લાગણીની સાથે સાથે આ ગ્રન્થ વધુ ને વધુ માહિતીથી સમૃદ્ધ બને, એમાં રજ થતી પ્રત્યેક માહિતી વધુ ને વધુ પ્રમાણભૂત બને અને ઈતિહાસના આલેખનનું આ અટપટું કાર્ય વધુ ને વધુ સત્યગામી તથા વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આપનારું બને, તે માટે તેઓ સતત જાગ્રત રહ્યા છે. નાનામાં નાની વાતની ચકાસણી અને ખાતરી કરવા માટે તેમણે અનેક વાર મોટી મોટી લાયબ્રેરી અને ગ્રન્થાલયમાં જઈને અનેક ગ્રન્થ ઉથલાવ્યા છે. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ઇતિહાસ અને પુરાતત્ત્વના ખ્યાતનામ વિદ્વાનેને સંપર્ક સાધી એમની જોડે ચર્ચાવિચારણા કરી છે; અને વધુ જરૂર પડી તો, વિદેશમાં રહેલ વિદ્વાનને પણ સંપર્ક સાધે છે. પરિગામે અત્યાર સુધીમાં પ્રકાશિત થયેલા જૈન તીર્થોના ઇતિહાસ અને પરિચયને લગતા ગ્રન્થમાં જુદી જ ભાત પાડે એવો આ ગ્રન્ય બન્યો છે.
ગ્રન્થની શૈલી અને વિષયવસ્તુ : આખેય ગ્રંથ, લેખકના સુદીર્ધ વાચન મનન અને સંશધનના પરિપાકરૂપે લખયેલો છે, તેથી વિદ્વાનોને પણ એમાંથી ઘણું નવું જાણવાનું અને વિચારવાનું મળી રહે એ અભ્યાસપૂણ બન્યો છે. સાથે સાથે જ વિષયની છણાવટ અને રજૂઆતની શૈલી એવી સરલ, સુગમ અને પ્રાસાદિક છે કે, જિજ્ઞાસા ધરાવતા સામાન્ય વાચકને પણ એ વાંચવામાં રસ પડે અને સમગ્ર વસ્તુ સહેલાઈથી સમજાઈ જાય. આમ આ ગ્રન્થ વિદ્રોગ્ય અને લોકભોગ્ય (ઉભય5) બની શકે એવી રીતે લખાયેલો હોવાથી એ સહુને ઉપયોગી બનશે.
અગિયાર પ્રકરણોમાં વહેચાયેલા આ ગ્રન્થનું પહેલું પ્રકરણ “નમન કચ્છની ધરતીને અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org