________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ
“ એમ કહેવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના, પહેલવહેલાં વૈરાટયુગના ૨૧મા વર્ષમાં, ૧૨ ભદ્રાવતી નગરીના હિરવંશના૧૭ રાજા સિદ્ધસેને કરી હતી; અને તે વસઈને અણુ કર્યું. હતું. ’૧ ૪
૧૦૦
શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયા— મુંબઈથી પ્રગટ થતા “સ્વદેશ” પુત્રના વિસ’૦ ૧૯૮૦ના દીપોત્સવી અંકમાં કચ્છના ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસી શ્રી વ્રજલાલ ભગવાનલાલ છાયાના “કચ્છની સ્થાપત્ય કળાના ઘેાડાએક અવશેષો ’નામે લેખ છપાયા છે; તેમાં (પૃ૦ ૭૭-૭૮) એમણે “વસહીનાં દેહેરાં” એ નામે શ્રી ભદ્રેશ્વર તીથ સંબંધી પણ કેટલીક માહિતી આપી છે. આ માહિતી એમણે માટે ભાગે ડૉ. બન્ને સના લખાણના આધારે જ લખી છે. એટલે એમણે પણ આ તીર્થની સ્થાપના અ`ગે લખ્યુ છે કે “આ દહેરાં વિરાટ યુગના ૨૧મા (વિક્રમ સવત પૂર્વે ૪૩૦-૫૦)૧૫ વરસમાં રિવશના ભદ્રાવતીવાળા સિદ્ધસેને અંધાવીને વસહીને અર્પણ કરેલાં.”
""
વળી, શ્રી રામસિહભાઈ રાઠાડે પણ એમના “કચ્છનુ` સંસ્કૃતિદર્શન ” પુસ્તકમાં(પૃ૦ ૮૬), મુનિ શ્રી ખાંતિવિજયજીના ઉલ્લેખ કરીને, આ તીની સ્થાપનાને લગતી લગભગ આ પ્રમાણે જ માહિતી આપી છે.
આ ઉપરથી સ્પષ્ટ લાગે છે કે આ બન્નેએ આ તીર્થની સ્થાપનાને લગતી વાત અક્ષરશઃ ડૉ. ખજે સ પ્રમાણે જ લખી છે.
kr
૧૨. અહીં “ વૈરાયુગ ” ( Vairat era ) લખ્યું છે તે ખરી રીતે “ વીર સંવત ” હેાત્રા જોઈએ. મૂળ વીરાક્ 'ના બદલે ડૉ બર્જેસે પાતે વૈરાટ ’’ સમજી લીધું હશે, અથવા ખીજા કાઈએ એમને એ પ્રમાણે સમજાવ્યુ` હશે; તેથી એમણે એમ નોંધ્યું. “ વાત્ ’ના અર્થ “ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ” એવા થાય છે એ સ્પષ્ટ છે. અર્થાત્ વીરનિર્વાણુ સંવત ૨૧માં આ તીર્થની સ્થાપના થઈ હતી, એમ સમજવાનું છે. આ તીર્થની સ્થાપનાને લગતા વર્ષ માટે ડા. બન્ને સે ૨૧ના, માંડવીની પ્રતે ૨૨, તામ્રપત્રે અને તે અનુસાર શિલાલેખે ૨૩ના અને ભદ્રેશ્વરની જ પ્રતે ૪૫ના અંકલખ્યો છે. આ ફેરફાર લખનાર, વાંચનાર કે સમજનાર-સમજાવનારની સુરતચૂકથી થયે. હાવા જોઈએ; અને એ મહત્ત્વના નહી પણુ મામૂલી છે; એટલે એનાથી આ તીર્થની સ્થાપનાની પ્રાચીનતાનુ` સૂચન કરતી જે કથા પ્રચલિત છે, એમાં કોઈ ફેર નથી પડતી,
૧૩. માંડવીની પ્રતમાં આ રાજાને ઈક્ષ્વાકુ વંશના કહ્યો છે. અને ભદ્રેશ્વરની પ્રતમાં એના વશના ઉલ્લેખ જ કરવામાં આવ્યા નથી.
..
૧૪. The temple, it is said, was first founded by Siddhasena of the race of Hari, whose capital was Bhadravati, in the twenty-first year of the Vairat era, and dedicated to Vasai.
૧૫, મહાવીર નિર્વાણુ સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૪૭૦ વર્ષીનુ અંતર છે; અર્થાત્ મહાવીર નિર્વાણુ સંવત પછી ૪૭૦ વર્ષે વિક્રમ સ ́વત શરૂ થયા હતા; તે મુજબ અત્યારે વીરનિર્વાણુ સંવત ૨૫૦૨ અને વિક્રમ સંવત ૨૦૩૨ ચાલે છે. અહી' આ તીર્થની સ્થાપના વિરાટયુગ ( ખરી રીતે વીર નિર્વાણુ )ના ૨૧મા વર્ષીમાં થયાનું લખ્યું છે, એટલે વિક્રમ સંવત ૪૪૯ પૂર્વે આ તીની સ્થાપના થઈ હતી. તેથી આ અંક “ ૪૩૦-૫૦ ”ના બદલે “ ૪૪૯ ’’તે હૈાવા જોઈએ. “ કચ્છનુ` સંસ્કૃતીઈન ”માં ( પૃ૦ ૮૬ )તે સ્પષ્ટ લખ્યુ છે કે “ આ દહેરાં વીર સંવત ૨૧ (વિ સં૦ ૪૪૯)માં હરિવંશના ભદ્રાવતીવાળા સિદ્ધસેને બંધાવીને વહુને અણુ કર્યાં‘ હતાં. ’’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org