________________
શ્રી ભાવેશ્વર-વસઈ મહાતી તીર્થની પેઢીનું બંધારણ તૈયાર કરીને વિ.સં. ૧૫૦ના વૈશાખ વદિ બીજને સોમવારના રોજ૧૫ એને મંજૂર કરીને પેઢીની રીતસર સ્થાપના કરવા માટે તેમજ દેરીઓ ઉપર તકતીઓ મૂકવા માટે કચ્છના ગામેગામના સંઘે ભદ્રેશ્વરમાં મળ્યા હતા અને એમાં હજારે માણસ તીર્થની યાત્રાએ આવ્યા હતા. આ ઉપરથી પંડિતશ્રી આણંદજીભાઈએ જીર્ણોદ્ધાર પામેલ દેરાસરની પ્રતિષ્ઠા વિ.સં. ૧૯૫૦ના ફાગણ માસમાં થયાનું નોંધ્યું હોવું જોઈએ, એમ લાગે છે.
ત્રણ ગચ્છોને ત્રિવેણી સંગમ પણ આ હકીકતફેર વિશેષ મહત્ત્વનું નથી. આમાં ખરું મહત્વ તે આ જીર્ણોદ્ધારની પાછળની ભાવનાનું અને એ માટે બધાએ દાખવેલી અંતરની ઉદારતાનું છે. તપગચ્છના એક યતિશ્રીના અંતરમાં આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાની તીવ્ર ઝંખના જાગે; અંચળગચ્છના એક યતિજી એ ભાવનાને ઝીલીને એ કામને પોતાનું માનીને એમાં પિતાને પૂરો પેગ પરોવી દે, અને ખરતરગચ્છનાં એક ધર્મપ્રેમી બહેન એ માટે મુખ્ય સહાય આપે; અને એ રીતે, ત્રણે ગોની શુભનિષ્ઠાને લીધે સધાયેલા ભાવનાત્મક ત્રિવેણી સંગમને લીધે, આ તીર્થને જીર્ણોદ્ધાર થવા પામે–આ પ્રકારના જુદા જુદા ગાના સક્રિય અને હાર્દિક એખલાસના દાખલાઓ બીજે મળવા મુશ્કેલ છે; વિરલ-અતિવિરલ કહી શકાય એવી આ બાબત છે. આ તીર્થ જેમ જુદા જુદા ગચ્છોનાં ધર્મસ્થાપત્યોથી ગૌરવશાળી, શાંતિનું ધામ અને મૈત્રીભાવના ભગવાન તીર્થકરના ધર્મસંદેશનું નિમિત્ત બન્યું છે, તેમજુદા જુદા ગચ્છોના સુમેળથી કરવામાં આવેલ આ તીર્થને છેલ્લો જીર્ણોદ્ધાર પણ વિશેષ ગૌરવશાળી બનવાની સાથે સહધમી ભાવનાને કંઈક અનોખો બેધપાઠ આપી જાય છે.
અને, જાણે આ જીર્ણોદ્ધારમાં ગચ્છ-ગછ વચ્ચેની સભાવના, મૈત્રી અને શુભ નિષ્ઠાનું ખમીર સિંચાયું હોય એમ, આ જીર્ણોદ્ધાર એવો મજબૂત બન્યું કે ત્યાર પછી, અત્યાર સુધીના નવેક દાયકા જેટલા લાંબા સમય પછી પણ, એમાં જીર્ણોદ્ધાર કહેવો પડે એવું મેટું સમારકામ કરાવવાની જરૂર નથી પડી; પણ સામાન્ય સમારકામ તથા પ્લાસ્ટર અને રંગરોગાન જેવાં ચાલુ કામોથી તીર્થની સાચવણીનું કાર્ય સારી રીતે ચાલ્યું છે અને આ તીર્થની લોકપ્રિયતામાં અને એના પ્રત્યેની શ્રીસંઘની ભક્તિમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો છે.
આ તીર્થનો મહિમા વધારવામાં જે બેબાબાએ મહત્ત્વનો ફાળો આપ્યો છે, એની કેટલીક વિગતો પણ આ પ્રકરણમાં જ આપવી ઉચિત છે. આ બે બાબતોમાં પહેલી બાબત છે, અહીં દર વષે ભરવામાં આવતો યાત્રા-મેળે; અને બીજી છે, પાટણનિવાસી (મુંબઈમાં વસેલા) શ્રેષ્ઠીવર્ય શ્રી નગીનદાસ કરમચંદ સંઘવીએ કાઢેલ શ્રી કરછ-ભદ્રેશ્વર અને ગિરનાર તીર્થને મેટ સંઘ,
યાત્રા–મેળો દેરાસરના રંગમંડપમાંના મોટા શિલાલેખમાં (પંક્તિ ૨૮, ૨૯, ૩૦) વિ.સં. ૧૯૩૪માં
૧૫. પેઢીની જનરલ સભાની કાર્યવાહીની નેંધના ચોપડામાં પેઢીનું બંધારણ આ તિથિએ મંજૂર કર્યાની અને એને અમલ પણ આ તિથિથી જ શરૂ કરવા નિર્ણય કર્યાની નેધ કરવામાં આવે છે,
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org