SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્વાને અને સ્નેહીઓની સહાય: હું જાણું છું કે, આવું પુસ્તક તૈયાર કરવું એ માસ ગન બહારનું કામ છે; અનેક વિદ્વાન વ્યક્તિઓની આત્મીયતાભરી સહાયના બળે જ હું આ કામ કરી શક્યો છું. આમાં હું કને યાદ કરું અને કોને ન કરું? મારા મિત્ર પંડિતવર્ય શ્રી દલસુખભાઈ માલવણિયા, ડે. હરિવલ્લભભાઈ ભાયાણ, ડે. નગીનદાસ જે. શાહ અને પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકને તે હું, જરાય દયા રાખ્યા વગર, ખૂબ પજવતો રહ્યો છું. ઉપરાંત, ડે. હરિપ્રસાદભાઈ શાસ્ત્રી, ડૉ. પ્રવીણભાઈ પરીખ, શ્રી લક્ષ્મણભાઈ ભોજક, ડે. રમણીકભાઈ શાહ, પં. શ્રી રૂપેન્દ્રકુમારજી, પં. શ્રી બાબુભાઈ પાલીતાણાના જાણીતા સ્થપતિ શ્રી અમૃતલાલભાઈ મૂળશંકર ત્રિવેદી, માંડવીના શ્રી ઈશ્વરલાલ ચુનીલાલ કાપડિયા તથા એમના ઉત્સાહી સુપુત્ર ભાઈ હરનિસ વગેરેની સહાય પણ હું લેતો રહ્યો. આ બધા સારસ્વતો અને સ્નેહીઓ પ્રત્યે હું ઊંડી આભારની લાગણી દર્શાવું છું. અને ખરેખરી મુંઝવણ વખતે અમારા શિરછત્ર સમા પરમપૂજ્ય પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી સુખલાલજી પાસેથી જે સહાય મળતી રહી છે, એ માટે તો હું શું કહી શકું ? તેઓ તો સદાય હેતભરી મમતા વરસાવતા જ રહે છે. વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય સ્વ. પરમપૂજ્ય મુનિશ્રી જિનવિજયજી પાસેથી પણ મને જે માર્ગદર્શન મળ્યું છે, તેનું કૃતજ્ઞભાવે હું સ્મરણ કરું છું. આ બધા વિદ્વાનો અને નેહીઓની આવી લાગણી મેળવવા માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. માંડવીના કેઈક ભંડારની હસ્તપ્રત ઉપરથી શ્રી ભદ્રેશ્વરના ચઢાળિયાની નકલ કરી મોકલાવીને પૂજ્ય સાધવીજી શ્રી વસંતપ્રભાશ્રીજીએ, કેટલીક સામગ્રી મોકલીને પૂજ્ય સાત્રિીજી શ્રી દિવાકરશીજીએ અને પ્રશ્નોના ખુલાસા લખી મોકલીને પૂજ્ય સાધવીજી શ્રી વિદ્ય»ભાશ્રીજીએ મને ઉપકૃત કર્યો છે. ભુજના સાક્ષર શ્રી રસિકલાલ જોશીએ “સ્વદેશ” ના દિવાળી અંકેની ફાઈલ મારા ઉપયોગ માટે લાંબા વખત સુધી મારી પાસે રહેવા દીધી એ માટે હું એમને કૃતજ્ઞ છું. ભદ્રેશ્વર તીર્થની પેઢીના મિસ્ત્રી શ્રી ગોવિંદજી દામજી તથા ભુજના શ્રી માણેકલાલ ઉત્તમચંદ શાહને પણ હું આભાર માનું છું. અને મારે સૌથી વધુ આભાર માનવાનો છે. આ પુસ્તક લખવામાં જે જે પુસ્તક અને સાહિત્ય-સામગ્રીને મેં ઉપયોગ કર્યો છે તેના લેખક કે સંપાદક મહાનુભાવોને. આ સામગ્રીની સહાય વગર આ પુસ્તક લખવાનું મારા માટે શક્ય જ ન હતું, એ નિશ્ચિત છે. ગૂર્જરની હામઃ દોઢેક વર્ષ પહેલાં અડધાથી પણ વધુ છપાઈ ગયેલ આ પુસ્તકનું પ્રકાશન બેરંભે પડયું હતું ત્યારે, ખરા અણીને વખતે, હજાર રૂપિયાના ખર્ચની જરાય ચિંતા કર્યા વગર, ગૂજર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી કાંતિભાઈ શ્રી ઠાકોરભાઈ અને શ્રી મનુભાઈ – એ બંધુત્રિપુટીએ આ પુસ્તકનું પ્રકાશન કરવાની હામ ભીડી તેથી જ આ પુસ્તક પ્રગટ થઈ શકયું છે. પણ તે બધા તે મારા સ્વજને કે કુટુંબી જનો જેવા છે, એટલે એમને આભાર માનતાં સંકોચ થાય છે. ચિ. માલતીએ, પિતાની અધ્યયનશીલતાના બળે, આ પુસ્તક તૈયાર કરવામાં મને અનેક પ્રકારની સહાય કરી છે, એ જોઈને હું ખૂબ રાજી થયો છું. આભાર : આ પુસ્તકમાં આપવામાં આવેલી ઉત્તમ અને મને હર છબીઓમાંની ઘણું મોટા ભાગની છબીઓ ભુજના સિદ્ધહસ્ત અને વિખ્યાત તસવીરકાર અને મારા મિત્ર શ્રીયુત લાલજીભાઈ પિમલે ખૂબ ચીવટથી લીધેલી છે. પુસ્તકનું સ્વચ્છ અને સુઘડ મુદ્રણ અમદાવાદના શારદા મુદ્રણાલયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy