________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ “એવી રીતના અનેક દેહરા બેડા ગરજીએ રચેલા હતા. પરંતું આજ તે એ તમામ સાહિત્ય કાળના પ્રભાવે અને કચ્છી પ્રજાની બેદરકારીને લીધે લુપ્ત થઈ ગયું છે.”
મહારાઓશ્રીનું વચન અને જૈન સંઘમાં જાગૃતિ યતિ શ્રી ખાંતિવિજયજી અને રા'દેશળજી ખાવાનું ભદ્રેશ્વરમાં મિલન થયું ત્યારે યતિજીએ વસઈ તીર્થ ઉપર વરસી રહેલી બેહાલી અંગે પિતાની વેદના વ્યક્ત કરી અને તીર્થના ઉદ્ધાર માટેની કામગીરી જલદી શરૂ કરવામાં આવે એવી હદયસ્પર્શી માગણી રજૂ કરી. રાદેશળજી બાવા સ્વયં
એક શાણ અને સંસ્કારી પુરુષ હતા, સામે ગોરજી શ્રી ખાંતિવિજયજી પિતાના ચિરપરિચિત, વિશ્વાસુ અને આદરણીય વ્યક્તિ હતા અને કામ તીર્થભૂમિના ઉદ્ધાર જેવું ધર્મનું પવિત્ર અને ઉત્તમ હતું. એમણે તરત જ આ કામ કરાવી આપવાનું વચન આપ્યું અને તેઓ રવાના થયા. યતિજીએ પિતાની લાંબા વખતની ઝંખના અને તપસ્યા સફળ થયાને આનંદ અને સંતોષ અનુભવ્યું. આ ઘટના કયારે બની એનો ચોક્કસ સમય તે જાણી શકાયો નથી, પણ એ વિ.સં. ૧૯૧૦થી ૧૯૧૫ની આસપાસ ક્યારેક બની હશે એમ લાગે છે, કારણ કે કચ્છના આ પ્રજાવત્સલ રાજવી વિ. સં. ૧૯૧૭માં તો દેવગત થઈ ગયા હતા!
૧૦. યતિવર્ય શ્રી ખાંતિવિજ્યજીએ શ્રી ભદ્રેશ્વર તીર્થના રક્ષણ માટે જે વેદના અનુભવી હતી, જે તપ કર્યું હતું અને જે કામગીરી કરી-કરાવી હતી, એ વાતની નોંધ ઘણા લેખકે એ લીધી હતી. એમાંની કેટલીક વિગતે જાણીએ તો આ તીર્થ રક્ષક યતિવર્યને ન્યાય આપે ગણાય.
લેસ્ટાન્સ–આવી ને ધમાં, મને જોવા મળેલ સામગ્રીમાં, સૌથી પ્રાચીન નોંધ લેફટનન્ટ ડબલ્યુ. પિસ્ટાન્સ ભદ્રાનગરી અને ભદ્રેશ્વરના જૈન દેરાસરની સને ૧૮૩૭ની સાલમાં મુલાકાત લઈને એને પરિચય આપતો જે લેખ અંજારમાં રહીને તા. ૨૦-૮-૧૮૩૭ના રોજ લખ્યો હતો એમાં ( પૃ૦ ૪૩૨-૩૩) આ શબ્દોમાં લીધી હતી :
“Until some 15 years since, this beautiful building was allowed to remain in a state of ruin and decay, but Gorji ( for Guruji) Kantwajeh, a wealthy Jain, with praise. worthy zeal, has caused it to be extensively repaired : the portico which had suffered from the earthquake has been re-placed, and the whole is now in good order...... Gorji Kantwajeh, before mentioned, is the greatest man of the class in the province, and very wealthy."
(અત્યારથી પંદર વર્ષ પહેલાં આ સુંદર ઇમારત ભગ્ન અને જીર્ણ હાલતમાં પડી હતી. પણ ગોરજી (અર્થાત્ ગુરુજી) કંતવજેહ ( ખંતવિજય), જે સંપત્તિશાળી જૈન હતા, એમણે પ્રશંસાપાત્ર ઉત્સાહથી એનું સમારકામ મોટા પાયા ઉપર કરાવ્યું હતું; પ્રવેશદ્વાર ઉપરનો ભાગ, જેને ધરતીકંપના લીધે નુકસાન પહેર્યું હતું, એને સ્થાને બીજું બાંધકામ કરી લેવામાં આવ્યું છે, અને આખું મંદિર અત્યારે સારી સ્થિતિમાં છે......અગાઉ જેમને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ગોરજી કંતવજેહ (ખંતવિજય) આ પરગણામાં આ વર્ગના સૌથી મોટા માણસ છે, અને ઘણું સંપત્તિવાન છે.) . લેફટનન્ટ પિસ્યાન્સે આ તીર્થની મુલાકાત સને ૧૮૩૭માં એટલે કે વિસં. ૧૮૯૩માં લીધી હતી, અને એના પંદર વર્ષ પહેલાં એટલે વિ. સં. ૧૮૭૮ના અરસામાં ગોરજી શ્રી ખાંતિવિજયજીની મહેતથી આ તીર્થનું'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org