________________
એના જીવનમાં ધરબાયેલા ખમીરનાં કંઈક દર્શન કરાવે એવી કેટલીક વાતો અને વિગતે પણ જે તે સ્થાનોમાં આપવાને મેં પ્રયત્ન કર્યો છે. આમ કરવા જતાં પુસ્તકના કલેવરમાં જરૂર વધારો થયો છે. પણ એથી કરછની સંસ્કૃતિથી અપરિચિત સહૃદય વાચક કચછ પ્રદેશ સાથે વણાઈ ગયેલી કેટલીક ખૂબીઓનો–ભલે આછો-પાતળા ૫ણ-પરિચય મેળવી શકશે, એ પણ એક લાભની જ વાત છે, એમ મને લાગે છે. આ પુસ્તક વાંચનારને કદાચ એમ લાગે તે નવાઈ નહીં કે, હું કચ્છની જનતા અને સંસ્કારિતા પ્રત્યે કંઈક અભાવ અને આદરભરી ભક્તિ ધરાવું છું. આમ થવાનું કારણ હું પિતે જ છું મારું બચપણ, ત્યારે અમે ધૂળિયામાં રહેતા હોવાના કારણે, કચ્છી જૈન કુટુંબ વચ્ચે વીત્યું છે; અને તે વખતથી મારા હૃદયમાં કરછના વતનીઓ પ્રત્યે એક જાતને મમતાને ભાવ વસેલ છે.
સામગ્રી અને પુસ્તકનું આલેખન : આ પુસ્તક તૈયાર કરવા માટે મને શરૂઆતમાં જે જે પુસ્તકો અને અન્ય સાહિત્યસામગ્રી તપાસવાની જરૂર લાગી, તેની એક નાની સરખી યાદી મેં તૈયાર કરી હતી. પણ પછી તે, આ અંગે જેમ જેમ હું આવી સાહિત્ય-સામગ્રીનું અવલોકન
તે ગમે તેમ તેમ, એમાંથી આ કાર્યમાં ઉપયોગી થઈ શકે એવી નવી નવી સામગ્રીની ભાળ મળતી ગઈ. પરિણામે એ યાદી ઘણી મોટી બની ગઈ આમથિી બની શકે તેટલી વધુ સીમમી તપાસવાને મેં પૂરતા પ્રયત્ન કર્યો છે, અને એમ કરતાં જે માહિતી ઉપલબ્ધ થઈ શકી તેનું યથાશય સંકલન કરીને આ પુસ્તકનું આલેખન કર્યું છે. આ આલેખન મેં નયુ ઐતિહાસિક એટલે કે નક્કર હકીકતોનો જ આધાર લઈને કય" છે. એમ ન કહી શકાય. આમાં સ સ્થાનમાં અનુકૃતિઓ, દંતકથાઓ, અનુમાન ક૯૫નાઓને તેમ જ ઇતિહાસને માન્ય ન થઈ શકે એવી બાબતનો પણ આશ્રય લેવો પડયો છે. આ ઉપરથી કદાચ એમ પણ કહી શકાય કે, આ પુસ્તક સામાન્ય જિજ્ઞાસુને આ તીર્થ સંબંધી કેટલીક માહિતી પૂરી પાડવા ઉપરાંત, ભવિષ્યમાં જે કોઈ વ્યક્તિ આ તીર્થને ઇતિહાસમાન્ય એટલે કે યથાર્થ એતિહાસિક પરિચય લખવા ઇચ્છશે તેને આ પુસ્તકમાંની સામગ્રી સંશોધન માટેની પ્રાથમિક માહિતી પૂરી પાડવાનું કામ કરશે. એટલું થશે તોપણ હું મારો પ્રયત્ન સફળ થયો માનીશ. બાકી તે, આ પુસ્તક માટેની સામગ્રી મેળવવા માટે મારાથી બનતે બધા પ્રયત્ન કરવા છતાં, જે સામગ્રી હું મેળવી અને જોઈ શક્યો નથી, એ સામગ્રી તપાસવાનો અવસર મળે તે આમાં નિરૂપેલી કેટલીક બાબતોમાં ફેરફાર પણ કરવો પડે; કારણ કે, ઐતિહાસિક તથ્યો કે સો આવી પ્રમાણભૂત સામગ્રીના આધારે જ નિશ્ચિત થઈ શકે. આવા આધારો બદલાય તો ઐતિહાસિક નિર્ણયને પણ બદલવા પડે એ સ્વાભાવિક છે.
મારી એક મર્યાદા: જ્યારથી ઈતિહાસના વિષયનું આવું પુસ્તક લખવાનું મેં માથે લીધું ત્યારથી એક હળવે અને રમૂજભર્યો સવાલ મને થયા કરે છે કે, જ્યારે હું નાનપણમાં નિશાળમાં ભણતો હતો ત્યારે, ઇતિહાસ અને ભૂગોળના વિષયમાં મને મુદ્દલ રસ પડતો ન હત; એમાં મને કંટાળો આવતો હતો, બહુ ૫છાત ગણાતો હતો અને પરીક્ષામાં માંડ માંડ પાસ થતો હતો. તે પછી જે પુસ્તકમાં ડગલે ને પગલે ઇતિહાસ અને ભૂગોળની જાણકારી તથા ચોકસાઈની જરૂર પડે એવા કામના જવાબદારી હું ક્યાં લઈ બેઠો? આ સવાલનો જવાબ હું આપું એના કરતાં આ પુસ્તક જ જવાબ આપે એ ઉચિત છે. હું તે આ તબકક એટલું જ ઈચછું અને પ્રાણું છું કે, મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org