SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મની ભૂમિકા ૦ ૬૭ જેવો તેવો નથી. તીર્થંકરોનો પ્રભાવ જ્યાં સુધી હતો નહિ ત્યાં સુધી ઇન્દ્રાદિ દેવોની પૂજા-પ્રતિષ્ઠા આર્યો કરતા હતા અને અનેક હિંસક યક્ષોનું અનુષ્ઠાન કરી તેને રીઝવી બદલામાં સંપત્તિ માગતા હતા. તીર્થંકરોએ મનુષ્યની એ દીનતાને નિવારીને મનુષ્યનું ભાગ્ય મનુષ્યના જ હાથમાં સોંપ્યું, અને ધાર્મિક માન્યતામાં નવ જાગરણ આવ્યું. મનુષ્ય પોતાના સામર્થ્યને ઓળખતો થયો. અને ઇન્દ્રાદિ દેવોની ઉપાસના છોડી દીધી. પરિણામે વૈદિક આર્યોમાં પણ રામ અને કૃષ્ણ જેવા મનુષ્યો પૂજાવા લાગ્યા. પછી ભલે કાળક્રમે તેમને અવતારી પુરુષો બનાવી દીધા. પણ મૂળ વાત સાચી જ છે કે દેવ કરતાં પણ મનુષ્ય મહાન છે એ સંદેશ તો તીર્થંકરોએ જ આર્યોને આપ્યો છે. તીર્થંકરોએ પ્રવર્તાવેલ ધર્મનું સ્વરૂપ શું છે ? તેનું હૃદય શું છે ? એ એક શબ્દમાં કહેવું હોય તો ‘અહિંસા’ છે. આચારમાં અહિંસાના બે રૂપ છે : સંયમ અને તપ. સંયમથી મનુષ્યમાં સંવર-સંકોચ આવે છે—શરીરનો, મનનો અને વાણીનો. આથી તે નવાં બંધનોમાં પડતો નથી. અને તપથી તે જૂના ઉપાર્જિત બંધનોને કાપી નાંખે છે. આમ એક માત્ર અહિંસાના પાલનથી મનુષ્ય મુક્તિને મેળવી શકે છે. જીવનમાં અહિંસાનું પૂરેપૂરું પાલન કરવું હોય તો વિચારમાં અનેકાંતને અપનાવ્યા સિવાય ચાલે જ નહિ. આથી અહિંસામાંથી જ જૈન ધર્મનો દાર્શનિક સિદ્ધાંત અનેકાંત ફલિત થયો છે. વિચારનાં દ્વારો ખુલ્લાં રાખો, તમને બધાના વિચારોમાંથી સત્ય જડી આવશેઆ છે અનેકાંતનો અર્થ. સત્યના આગ્રહી માટે સર્વપ્રથમ પોતાનો એ કદાગ્રહ કે મારું તે જ સાચું અને બીજું જૂઠું—એ છોડવો જ પડે. એ ન છોડે ત્યાં સુધી તે બીજાને અન્યાય ક૨શે જ અને તે જ તો હિંસા છે. આથી અહિંસકને માટે અનેકાંતવાદી થવું અનિવાર્ય છે. આથી જૈન ધર્મમાં જે દર્શનનો વિકાસ થયો તે એકાંતવાદી નહિ પણ અનેકાંતવાદી દર્શનનો થયો છે. અહિંસાનો જે જીવનવ્યવહાર માટે આચાર તે જ જૈન ધર્મ; અને અહિંસાથી ફલિત થતું દર્શન તે જૈન દર્શન. આથી જૈન ધર્મને અનુસરનાર શ્રમણના જીવનવ્યવહારમાં સ્થૂલજીવની રક્ષાથી આગળ વધીને જે સૂક્ષ્મ જીવો છે, જે નરી આંખે દેખાતા પણ નથી, તેમની રક્ષાની પણ ભાવના છે અને એ ભાવનાને આધારે જ આચારના વિધિ-નિષેધોની હારમાળા ઘડાઈ છે. એને સંપૂર્ણતઃ અનુસરવાનો પ્રયત્ન શ્રમણો અને અંશતઃ અનુસ૨વાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy