SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક પ્રચારનો અવસર ૦ ૨૨૧ થાય છે તે નવા સંપ્રદાયને જન્મ આપે છે. આમ મૂળમાં સુધારો થવાને બદલે એક નવો સંપ્રદાય ઊભો થાય છે. આ પરંપરાને હવે અહીં જ અટકાવવી જોઈએ. અન્યથા નવા નવા સંપ્રદાયોમાં જૈન ધર્મ અટવાઈ જશે. હવે માત્ર ભાવધર્મને જ પ્રાધાન્ય આપે અને નવો બાહ્યાડંબર ઊભો ન કરે એવી સુધારક પરંપરાની આવશ્યકતા છે. આપણે સર્વ ભેગા મળી આ સંવત્સરી પ્રસંગે એવું કાંઈક કરીએ જેથી બાહ્યાડંબરતા ઓછી થઈ મૂળ માર્ગ પર પ્રસ્થાન થઈ શકે તો જ જૈન ધર્મના સંપ્રદાયોની એકતાને માર્ગે આગળ વધી શકીશું. બધા સંપ્રદાયોના અનુયાયીઓમાંથી સમજુ લોકો આ બધા સંપ્રદાયોના એકમતની વાત કરે છે અને તેના માટે પ્રયત્ન પણ કરતા થયા છે. તે વખતે આ સંવત્સરીમાં આપણે મૂળ માર્ગને અનુસરવાનો દૃઢ સંકલ્પ કરીશું તો એકતાનું ઝાંખું દર્શન થશે અને તે વખત વીત્યે સ્પષ્ટ આકાર ધારણ કરશે. જૈન સંસ્કૃતિના પ્રચારમાં આ અનૈક્ય બાધક છે અને સંસ્કૃતિના પ્રચારને ઇચ્છનારાઓએ એ બાધકને નિવારવાનો સંકલ્પ કરવાનો વધારે સારો અવસર સંવત્સરી કરતાં બીજો કયો હોઈ શકે ? Jain Education International For Private & Personal Use Only જૈન સંવત ૨૦૦૫ www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy