SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ११ કાયા અને છાયા જેવો એકરૂપ સંબંધ હતો, છતાં કોઈ શાસ્ત્રીય કે બીજી બાબતમાં પોતાનું મંતવ્ય જુદું હોય તો તે તેઓ વિના સંકોચ રજૂ કરતા જ. સત્યને વફાદાર રહેવાની પંડિતજીની ટેવને દલસુખભાઈએ પણ આ રીતે અપનાવી હતી. નિર્મળ જીવન અને સૌમ્ય વ્યક્તિત્વ એક વિનમ્ર, સરળ અને સૌજન્યશીલ પંડિત પુરુષને વિ. સં. ૨૦૩૦ની સાલનો શ્રી વિજયધર્મસૂરિ–જૈન સાહિત્યસુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો. ૫. માલવણિયાજીએ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન સંસ્થાઓમાં માનદ સલાહકાર તરીકે સેવાઓ આપી. જીવનના અંત સુધી અનેક સંશોધકોને માર્ગદર્શન આપતા રહ્યા. જીવનભરની સેવાના સન્માન સ્વરૂપ ૧૯૯૨માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મભૂષણ એવોર્ડ એનાયત થયો. ૨૮-૨૨૦૦૨ના રોજ તેમનું દુઃખદ અવસાન થયું. જૈનદર્શન ભારતીય દર્શન શાસ્ત્રના એક સન્નિષ્ઠ વિદ્વાને આ જગતમાંથી વિદાય લીધી (આ જીવનવૃત્ત સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ વર્ષો પૂર્વે લખેલું હતું તે થોડા સુધારા સાથે યથાતથ લીધું છે.) બહુમાન પીએચ. ડી.ના ગાઇડ અને પરીક્ષક–ગુજરાત યુનિવર્સિટી, બનારસ હિંદુ યુનિવર્સિટી, દિલ્લી યુનિવર્સિટી, મુંબઈ યુનિવર્સિટી, ઇંદોર યુનિવર્સિટી, ઉજ્જૈન યુનિવર્સિટી વગેરેના. પ્રમુખ–શ્રી ગુજરાત ભાવસાર સમાજ (સને ૧૯૬ ૧થી ૬૭); બાવન ગામ ભાવસાર કેળવણી મંડળ (૧૯૬૮થી) . વિભાગીય પ્રમુખ–ધી ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ સને ૧૯૫૭ના રજત જયંતી અધિવેશનના પ્રાકૃત અને જૈન વિભાગના; ગુજરાત સાહિત્ય પરિષદ, પોરબંદર અધિવેશનના સંશોધનવિભાગના (સને ૧૯૭૬); જૈન સાહિત્ય સમારોહ, મુંબઈ, તત્ત્વજ્ઞાન વિભાગના (સને ૧૯૭૬) સલાહકાર–અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના (સને ૧૯૭૬થી), ચેરમેન-ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઑફ પ્રાકૃત-પાલિ સ્ટડીઝના. સભ્ય–ગુજરાત સરકાર નિયુક્ત મ્યુઝિયમ પરચેઝ કમિટીના; જબલપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy