________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
(૫) તા. ૧૪-૧-૧૯૦૫ ના રોજ ટ્રાફિક સુપ્રિ. મિ. શબ્રિજ અને તેમનાં પત્ની શત્રુંજય પહાડ ઉપર આવેલ દેરાસરની મુલાકાતે ગયાં હતાં. તે વખતે તેમની સાથે પાલીતાણાના ન્યાયાધીશ શ્રી અમરજીભાઈ પણ હતા. તેઓ અંગારશા પીરની બારીએ પહોંચ્યા ત્યારે ત્યાં ડુંગર ઈન્સ્પેકટર શ્રી સાંકળેશ્વર અને મુખજીની ટ્રકના જમાદાર કેન્વાસનાં સ્લીપર સાથે ત્યાં હાજર હતા. એમણે એમને ચામડાનાં પગરખાં કાઢીને કેન્વાસનાં સ્લીપર પહેરવા વિનંતી કરી. પણ એ વખતે શ્રી અમરજીભાઈએ વરચે પડી એમને એમ કરતાં કયા અને દરબારના હુકમ પ્રમાણે પગરખાં સાથે અંદર જવાનું કહ્યું. ઈન્સ્પેકટરે ફરી એમને એમ ન કરવા વિનંતી કરી પણ એમણે અમરજીભાઈની સૂચના મુજબ એ વાત કાને ધરી નહીં, અને બૂટ ઉપર પાલીતાણાના દરબારશ્રીએ આપેલ કપડાંનાં સ્લીપર ચઢાવીને તેઓ અંદર દાખલ થયા અને ચોમુખજીની ટ્રક અને અદબદજીની ટ્રકથી આગળ વધીને મોટી ટ્રકની અંદર ગયા. એ વખતે દેરાસરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા, એટલે તેઓ રામપળની બારીએથી બહાર નીકળીને નીચે ઊતરી ગયા હતા.
(૬) તા. ૨૮-૧-૧૯૦૫ ના રોજ વિકેટે ટેસંક-(Vicomte-de-Tersac) અને એમનાં બહેન મૅડમ ઑઈ સેલ-દ-ટેસક (Madem oiselle de Tersac) પહાડ ઉપર ગયાં હતાં. તેના આગલા દિવસે ગોહિલવાડ પ્રાંતના પિોલિટીકલ એજન્ટ મિ. એટ રાથફિડે પેઢીના મેનેજર શ્રી દુલભજીને (દુલભજી મેહનલાલ) બેલાવીને આ માટે ઘટતે બંદેબસ્ત કરવા સૂચના આપી હતી. વિકેટે એમનાં બહેન સાથે પર્વત ઉપર ગયા ત્યારે એમની સાથે પાલીતાણું રાજ્યના ન્યાયાધીશ અને વકીલ પણ હતા. ઉપરાંત એમની સાથે મિ. રેફિડના ત્રણ સવારે અને પટાવાળા તથા ખાનગી નેકર પણ હતા. તેઓ ગઢ પાસે પહોંચ્યા ત્યારે એમણે એમના ચામડાના બૂટ ઉપર સ્લીપર પહેરી લીધાં. પણ જ્યારે તેઓ ટૂક પાસે આવ્યા ત્યારે એમણે જોયું કે ટ્રકના દરવાજા બંધ થયેલા હતા. દુલભજીએ એમને કહ્યું કે આ બૂટ કાઢી નાખે તે જ અંદર દાખલ થઈ શકશે. પણ એમણે એમ કરવા ના પાડી. એ વખતે શ્રાવકે ભેગા થઈ ગયા. અને સારા પ્રમાણમાં હેહા મચી ગઈ છેવટે તેઓને ટૂંક કે દેરાસર જોયા વગર નીચે ઊતરી જવાની ફરજ પડી.
ઉપરના બંને પ્રસંગે (નં. ૫-૬) અંગે ગહેલવાડ પ્રાંતના પોલિટીકલ એજન્ટ મિ. ફિલ્વે જૈન કોમની અને ખાસ કરીને દુલભજીની, આ બંને પ્રવાસીઓ સાથેની વર્તશૂકની આકરી ટીકા કરતા અહેવાલ તા. ૨૮-૧-૧૯૦૫ ના રેજ (રિપોર્ટ નં. ૧૮૧) કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ કર્નલ ડબલ્યુ. પી. કેનેડી ઉપર મોકલી આ મિ. રોફિડના આ રિપોર્ટને આધારે એ રિપોર્ટના પાંચ મુદ્દાઓની નકલ મોકલવા સાથે, મિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org