________________
પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા સેપ્યાનું એ ઉપરથી જાણી શકાય છે કે, મિ. કેનેડીએ તા. ૧૬--૧૯૦૪ ના રોજ એક પરિપત્ર દ્વારા શેઠ આણંદજી કલ્યાણજીના પ્રતિનિધિઓને તા. ૫-૧૦-૧૯૦૪ ના રોજ રાજકેટ મુકામે પિતાને મળવા આવવા જણાવ્યું હતું. અને એમાં સરકારે પાલીતાણા રાજ્ય અને શ્રાવક કેમ વચ્ચે સંતોષકારક અને સર્વસંમત (amicable) સમાધાન કરાવી આપવાનું પિતાને સૂચવ્યું હોવાને મિ. કેનેડીએ ઉલ્લેખ કર્યો હતો. (As Government has directed the undersigned to bring about a satisfactory, amicable settlement of the dispute between the Thakore Sahib of Palitana and the Jain community regarding the former's entry into the Toonks of the Jain temple on the Shetrunjay Hill.)
મિ. કેનેડીના આદેશ મુજબ શેઠ આ. ક. ની પેઢીના પ્રતિનિધિઓ તથા મિ. કેનેડી વચ્ચે મુલાકાત યોજાઈ હતી કે કેમ અને યોજાઈ હોય તો તેનું પરિણામ શું આવ્યું હતું તે અંગે કશી માહિતી પેઢીના દફતરમાંથી મળી શકી નથી, પણ આવી મુલાકાત યોજાઈ હોય તે પણ લાંબા વખતથી ચાલતા આ પ્રશ્નને સંતેષકારક નિવેડે આવી શક્યો નહોતે તે. આ પછી પણ બનેલા બૂટ–પ્રકરણ અંગેના નીચેના બનાવો ઉપરથી જાણી શકાય છે.
(૧) ડા. ભાલચંદ્ર ક્રિષ્ન કે જેઓ “નાઈટ'નો ખિતાબ ધરાવતા હતા અને પિતાને વ્યવસાય કેઈક શહેરમાં કરતા હતા તેઓ ઠાકોર સાહેબની તબિયત તપાસવા પાલીતાણા આવેલા. તેઓ કયારે આવેલા તે તારીખ તે જાણી શકાતી નથી. પણ શેઠ આણંદજી કલ્યાણજી તરફથી મુંબઈના ગવર્નર લોર્ડ લેમિંટનને જે અરજી કરવામાં આવી હતી તેના ઉપરથી આ હકીકત જાણવા મળે છે. દરબારશ્રીની તબિયત તપાસવા તેઓ પાલીતાણા આવ્યા તે વખતે સ્વાભાવિક રીતે તેઓની ઇછા શ્રી શત્રુંજય ઉપરનાં જૈન દેરાસરોની મુલાકાત લેવાની થઈ. તેથી તેઓ દરબારના કેટલાક માણસ સાથે ગિરિરાજ ઉપર ગયા. એ વખતે, ચાલુ રિવાજ મુજબ તેઓને પેઢીના માણસ તરફથી પગરખાં કાઢી નાખવાની વિનંતી કરવામાં આવી. તે વખતે ડો. ભાલચંદ્ર પોતે જ જવાબ આપ્યો કે દરબારશ્રીએ પગરખાં નહીં કાઢવાની પિતાને સૂચના આપી છે. આ સાંભળીને પેઢીના માણસોએ ટ્રકના દરવાજા વાસી દીધા. આ ઉપરથી ડો. ભાલચંદ્ર સાથે દરબારના જે માણસે ગયા હતા એમણે બળજબરીથી બારણાં ઉઘાડી નાખવાની ધમકી આપી. પણ આવી સફાટક પરિસ્થિતિ જોઈને ડે. ભાલચંદ્ર શાણપણથી કામ લીધું અને ટૂંકમાં પ્રવેશવાનો આગ્રહ રાખવાને બદલે તેઓએ નીચે ઊતરી જવાનું પસંદ કર્યું. ડૉ. ભાલચંદ્ર આ પહેલાં પણ શત્રુંજય તીર્થની મુલાકાત લીધી હતી અને એ વખતે પગરખાં કાઢી નાખવાની કેઈ આનાકાની કરી ન હતી. વળી તેઓ જાતે રૂઢિચુસ્ત બ્રાહ્મણ અને હિંદુ હેવાથી અવારનવાર મંદિરમાં જતા હોય છે તેથી એમને એ સમજાવવાની જરૂર જ ન હોય કે ટૂંકમાં કે મંદિરમાં જતી વખતે ચામડાના જોડા કાઢી નાખવા પડે છે, અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org