SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કરની પેઢીને ઇતિહાસ તેમ આ વખતે પણ પહાડ ઉપર એજન્સીનું થાણું મૂકવામાં આવે કે જેથી આવા કૃત્યનું પુનરાવર્તન થતું અટકે. ઉપર સૂચવ્યું તેમ, પેઢીના પ્રતિનિધિઓએ આ અરજી કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર મિ. કવીનને કરી હતી. પણ એમની બદલી થઈ જવાના કારણે કે બીજા કઈ પણ કારણસર તેઓ આ અરજીનો ફેંસલો આપી શકથા નહીં હોય. એટલે એ ફેંસલો આપવાનું કામ કાઠિયાવાડના એજન્ટ ટુ ધી ગવર્નર લેફ. કર્નલ મિ. ડબલ્યુ. પી. કેનેડીએ બજાવવું પડ્યું હતું. પણ આ અરજીને ફેંસલો આપતાં પહેલાં, મિ. કેનેડીએ બંને પક્ષકારોની સાથે રૂબરૂ વાતચીત કરવાનું જરૂરી લાગ્યું હોવાથી તેમણે તા. ૫-૨-૧૯૦૪ ના રોજ એક પરિપત્ર મોકલીને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિઓને તથા પાલીતાણું દરબારશ્રીના પ્રતિનિધિને ભાવનગર મુકામે તા. ૧૪-૨-૧૯૦૪ ના રોજ રૂબરૂ મળી જવા આદેશ કર્યો હતે. આ પરિપત્રમાંના એમના આ શબ્દો ધ્યાન ખેંચે એવા હતા. તેઓએ કહ્યું હતું કે નીચે સહી કરનારના (મારા) મત પ્રમાણે આ બાબત એવી મહત્ત્વની નથી કે જે માટે લડત ચલાવવાની જરૂર પડે. આ બાબતને તેઓ કેટલી ઓછી ગંભીર અને સામાન્ય લેખતા હતા તે એમના આ શબ્દ ઉપરથી સમજી શકાય છે. મિ. કેનેડી તરફથી આ પ્રકારનો પરિપત્ર મળતાં પેઢીના પ્રતિનિધિઓએ સમયસર એટલે કે તા. ૧૪ ફેબ્રુ. ૧૯૦૪ ના રોજ ભાવનગર પહોંચી જવાનું નક્કી કર્યું હતું તે બીના પેઢીના એક સરક્યુલર ઉપરથી જાણી શકાય છે. આ મુલાકાત દરમિયાન મિ. કેનેડી, પેઢીના પ્રતિનિધિઓ તથા દરબારશ્રીના પ્રતિનિધિ વચ્ચે શી વાતચીત થઈ તેની કઈ પ્રકારની નોંધ પેઢીના દફતરમાંથી મળતી નથી. પણ પેિઢી તરફથી મિ. કવીનને તા. ૧૯-૮-૧૯૦૩ ના રોજ જે અરજી કરવામાં આવી હતી તેને મિ. કેનેડીએ તા. ૨૨-૩-૧૯૦૪ ના રોજ જે ફેંસલો આપ્યો તે આ વાતચીતને કારણે એમના મન ઉપર જે છાપ પડી હશે તેને ધ્યાનમાં રાખીને જ આપ્યો હશે એમ લાગે છે. તેઓએ પોતાને ફેંસલો શ્રાવકોએ અરજી કર્યા પછી લગભગ સાતેક મહિને આપ્યું હતું. આ ફેંસલામાં દરબારશ્રીના પગલાનું તેમ જ શ્રાવકની લાગણીનું અવલોકન કરીને બંનેમાં કેટલું વાજબીપણું રહેલું હતું તેનું મૂલ્યાંકન કરવાની સાથે સાથે જે આ બાબતમાં શરૂઆતમાં જ ગેરસમજને ભેગ બનવાને બદલે શાંતિ, સુલેહ તેમજ સહનશીલતાની ભાવનાથી કામ લેવામાં આવ્યું હોત તે અંદર-અંદરની વાટાઘાટેથી જ આ પ્રશ્ન પતી જવા પામ્ય હેત એ અભિપ્રાય મિ. કેનેડીએ દર્શાવ્યો હતે. અને છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy