________________
SH
પણીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા
પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવનાં જ હતાં એ વાત પાલીતાણા રાજે તથા જિ હિંમતે પણ માન્ય રાખી હતી.
પાલીતાણા રાજ્ય અને જેન કેમ વચ્ચે આ પગલાં પ્રકરણને કારણે જે ઉગ્ર ખટરાગ ઊભો થયો હતે તે એક રીતે કહીએ તે આ બંને વચ્ચે છેલ્લાં પાંચેક વર્ષથી જે બેદિલી ફેલાયેલી હતી, એમાં બળતામાં ઘી ઉમેરવાની જેમ સારો એ ઉમેરે કરે એ હતા. આ પ્રકરણ આટલું ઉગ્ર બન્યું અને એ અંગે આટલી બધી લખાપટ્ટી કરવી પડી તેનું એક કારણ કદાચ આવી કલેશભરી પરિસ્થિતિ પણ હોઈ શકે. વાત એવી બની કે સને ૧૮૯૩ માં મેજર કીટી પાની વાર્ષિક રકમ રૂ. ૪૫૦૦/- માં વધારો કરીને વાર્ષિક રૂ. ૧૦,૦૦૦ ની કરી આપી હતી. અને આ કરાર મૂળમાં દસ વર્ષની મુદત માટે કરવામાં આવ્યું હતું, પણ્ આ દસ વર્ષની મુદત પૂરી થયા પછી પણ બને પણ એ ચાલુ રાખવામાં ખાસ કઈ વાંધે ન જણાય, એટલે તે બીજાં સાત-આઠ વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. પણ સને ૧૮૮૦-૮૧ ના અરસામાં પાલીતાણાના દરબાર ગોહેલ શી માનસિંહજીને રખોપાના આ કરારને અંત લાવીને બહારથી આવનાર યાત્રિક ૨. ૨/અને પાલીતાણાના વતની પાસેથી વાર્ષિક રૂ. ૫/- એ પ્રમાણે મુંડકાવેરે લેવાનું શરૂ કરવાનું મન થયું અને એ રીતે મુંડકાવેરે લેવાની શરૂઆત પણ કરી દીધી હતી. આને લીધે એક બાજુ યાત્રિકની કનડગતમાં ઘણું વધારે થઈ ગયે હતું અને બીજી બાજુ શ્રાવક સંઘ અને પાલીતાણા રાજ્ય વચ્ચે નવેસરથી કલેશ-કંકાસનાં બીજ રોપાયાં હતાં. એટલે બંને પક્ષે સારા પ્રમાણમાં કડવાશ પ્રવર્તતી હતી. આવી કડવાશથી ભરેલા સમયમાં જ આ પગલાં પ્રકરણ જાગી ઊઠયું હતું અને એને લીધે આ કલેશની જ્વાળા વધારે વ્યાપક બની જવા પામી હતી, જોગાનુજોગ કહે કે કુદરતને કેઈક શુભસંકેત કહે, આ પગલાં પ્રકરણ તથા રાજય તરફથી મુંડકાવેરે ઉઘરાવવાની પ્રવૃત્તિથી જાગેલ કલેશને લગભગ એક જ અરસામાં એટલે કે સને ૧૮૮૫ ના અંતભાગમાં તથા સન ૧૮૮૬ ના શરૂઆતના મહિનામાં સંતેષકાશ્ક અંત આવ્યો. મુંડકાવેરાને સ્થાને કર્નલ જે. ડબલ્યુ. વોટસનની દરમિયાનગીરીથી વાર્ષિક રૂ. ૧૫૦૦૦/- ની રકમને ૪૦ વર્ષની મુદતને ખેપાને એ કરાર તા. ૧-૪-૧૮૮૬ થી અસ્તિત્વમાં આવ્યું હતું જેની વિગતે પહેલા ભાગમાં રાજાના પ્રકરણમાં આપવામાં આવી છે.
પગલાં અંગેના આ દુખદ પ્રક૭ ઉપરથી પણ એ બાબતને નિર્દેશ મળી રહે છે કે પાલીતાણા રાજ્ય અવારનવાર, એક યા બીજા બહાને, જૈન સંઘને પરેશાન કરવાની કેવા પ્રકારની પેરવી કરતું હતું. આ વાતની વિશેષ સાક્ષી નીચે આપવામાં આવેલ પગ૨માં પ્રકરણ ઉપરથી પણ મળી રહે છે જેની વિગતે આ પ્રમાણે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org