________________
શેઠ આ૦ ક0ની પેઢીને ઇતિહાસ લેવામાં આવતી, ન તે એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું, આ દેવસ્થાનમાં એમના પિતાશ્રીએ બંધાવેલ એક ટ્રક, જે શેઠશ્રી હેમાભાઈની ટૂક તરીકે જાણીતી છે, એક બીજું દેરાસર અને પિતે બંધાવેલ છ દેરીઓને સમાવેશ થતું હતું એ વાતને પણ એમણે નિર્દેશ કર્યો હતો. - આ રીતે શેઠશ્રી પ્રેમાભાઈની જુબાની સહિત કુલ ત્રીસ જેટલા સાક્ષીઓની જુબાની રાજકેટ મુકામે લેવામાં આવી હતી, તેમાં ૧૭ શ્રાવક કેમ તરફના સાક્ષી હતા અને ૧૭ દરબાર તરફના સાક્ષી હતા. આ ઉપરાંત કમિશન દ્વારા, અમદાવાદમાંથી ૧૬ સાક્ષીઓની તથા મુંબઈમાંથી ૧૨ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. અમદાવાદ તથા મુંબઈના બધા સાક્ષીઓ પેઢી તરફના એટલે કે શ્રાવક કેમ તરફના હતા. આ રીતે આ કેસમાં કુલ ૬૨ સાક્ષીઓની જુબાની તથા તેમની ઊલટતપાસ રજૂ થઈ હતી. વળી, આ કેસમાં કુલ અઠવ્યોતેર પુરાવાઓ રજૂ થયા હતા. જેમાં શ્રી શત્રુંજય તીર્થને લગતા, મોગલ સમ્રાટોએ આપેલ, ૭ ફરમાનેને પણ સમાવેશ થતો હતે.
પેઢી તરફથી જે સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમાં તે વખતના બે પ્રતાપી શ્રમણુભગવંતને પણ સમાવેશ થતો હતો ઃ એક, પરમ પૂજ્ય મુનિશ્રી આત્મારામજી (જેઓ પાછળથી આચાર્યશ્રી વિજયાનંદસૂરીશ્વરજીના નામે જૈન સંઘમાં પ્રસિદ્ધ થયા હતા). બીજા શ્રમણભગવંત તે પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રી મણિવિજયજી કે જેઓ તપગચ્છ સંઘમાં મણિવિજયજી દાદાના આદરસૂચક નામથી વિખ્યાત થયા હતા. આ બંનેની જુબાની અમદાવાદમાં કમિશન દ્વારા લેવામાં આવી હતી. પ. પૂ. મણિવિજયજી દાદાએ પિતાની જુબાની તા. ૧૦-૮-૧૮૭૫ ના રોજ લવારની પોળમાં આપી હતી. એ વખતે એમની ઉંમર ૭૯ વર્ષની હતી. અને પ. પૂ. આત્મારામજી મહારાજે દલપતભાઈ શેઠના મકાનમાં પોતાની જુબાની તા –૮–૧૮૭૫ ના રોજ આપી હતી, તે વખતે એમની ઉંમર ૩૮ વર્ષની હતી.
આ જુબાનીઓના એક નમૂનારૂપે ૫. પૂ. આત્મારામજી મહારાજની જુબાની તથા એમની ઊલટતપાસમાં થયેલ સવાલજવાબ અહીં આપવામાં આવે છે જે આ પ્રમાણે છેઃ
જુબાની સવાલ-૧. તમે શેતરૂજા ડુંગર ઉપર કેટલી વખત અને ક્યારે ક્યારે ગયેલા છે અને
કેટલી વખત સુધી તમારૂ ત્યાહાં રહેવું થએલુ? “જવાબ-૧. હું આતમારામજી મારા ધરમ પ્રમાણે પ્રતીગીના કરી લખાવું છું કે મારૂ
નામ આતમારામજી છે. મારા ગુરૂનું નામ બુધવજે છે. મારે ધરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org