SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ શેઠ આ૦ કદની પેઢીને ઈતિહાસ (૭) કંઈક વિરોધી વાતાવરણમાં દાદાની ટુંકમાં બનાવવામાં આવેલ નૂતન જિનાલયની પ્રતિષ્ઠા. (૮) સને ૧૯૫૫માં બાર પૂર્વભવ સહિત ભગવાન ઋષભદેવના પંચકલ્યાણકનાં પ્રાચીન કલ્પસૂત્રોનાં ચિત્રોની ઢબનાં આશરે ૬૪૪ ફૂટના માપનાં મોટાં છ ચિત્ર શ્રીમતી શ્રીમતી હેન ટાગોર થા કલકત્તાના શ્રી ગોપેનરાય પાસે દેરાવ્યાં. આ ચિત્રો અત્યારે પાલીતાણામાં તળેટી પાસે પેઢીએ બનાવેલ મ્યુઝીયમમાં મૂકવામાં આવેલાં છે. આ ઉપરાંત સને ૧૯૮૩માં એપ્રિલ મહિનાની ૧૩-૧૪ તારીખે અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું સંમેલન સાધુ સંસ્થામાં પ્રસરેલા ત્થા પ્રસરતા શિથિલાચારને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી અમદાવાદમાં એમણે બેલાવ્યું હતું. આ કાર્ય ખરેખર ભગીરથ હતું, પણ એ પિતાનો ઉદ્દેશ પૂરો પાડી ન શકું. તેથી બે-એક વર્ષ બાદ એને વિસર્જીત કરવામાં આવ્યું હતું. આમ કરવામાં પણ શેઠશ્રીની ન્યાયબુદ્ધિનું દર્શન થાય છે. આ સંમેલનમાં ઠરાવોને અમલ કરવા માટે સાત સભ્યની એક કમિટી નીમવામાં આવી હતી તેનું પણ આની સાથે જ વિસર્જન થઈ ગયું હતું. વહીવટદાર પ્રતિનિધિઓ :– પેઢીનો વહીવટ જેમને સોંપવામાં આવ્યો છે તે વ્યવસ્થાપક કમિટી ૯ વહીવટદારની બનેલી છે જેમાંથી એકને પ્રમુખ તરીકે ચૂંટી કાઢવામાં આવે છે. પ્રમુખ શ્રી ઉપરાંત જે આઠ વ્યક્તિઓએ જુદા જુદા સમયે વહીવટદાર પ્રતિનિધિઓ તરીકે કામ કર્યું છે તેની યાદી નીચે મુજબ છે: (૧) શેઠ ઉમાભાઈ હઠીસીંગ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ (૨) શેઠ જેસંગભાઈ હઠીસીંગ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૩-૧૦-૧૯૦૧ બીજી વાંર તા. ૧૮-૧-૧૯૦૩ થી તા. ૩૧-૭-૧૯૦૮ (૩) શેઠ મગનલાલ કરમચંદ તરફથી ત્રીકમદાસ નથુભાઈ તા. ૧૯-૯-૧૮૮૦ થી ૧૮-૧૧-૧૮૮૩ પહેલાં ક્યારેક. (૪) શેઠ દલપતભાઈ ભગુભાઈ- તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૫-૩-૧૮૮૭ (૫) શેઠ મનસુખભાઈ ભગુભાઈ- તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ બે વાર તા. ૨૨-૧૧-૧૯૦૧ થી તા. ૪-૧-૧૯૧૩ (૬) શેઠ મંછારામ ગોકળદાસ - તા. ૧૯-૯-૧૮૮૦ થી તા. ૧૮-૧૧-૮૩ પહેલાં ક્યારેક. (૭) શેઠ પરસોત્તમદાસ પુંજાસા - તા. ૧-૯-૧૮૮૦ થી તા. ૨-૩-૧૮૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy