SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીના પ્રમુખશ્રીઓ, વહીવટદાર પ્રતિનિધિઓ ત્થા પ્રાદેશિક પ્રતિનિધિઓ ૧૮૫ (૨) સરદાર લાલભાઈ દલપતભાઈએ સમ્મેતશિખર ઉપર બંગલા બનાવવાની પરવાનગી સરકારે આપી હતી તેથી એ તીર્થની ઘણી આશાતના થાય એવુ‘ હતુ એટલે ખંગલા ખનતા અટકાવવાની ખાસ જરૂર હતી આ માટે તે જાતે જ સમ્મેતશિખર ગયા હતા અને બગલા બનતા અટકાવવાની કામગીરી સફળ રીતે બજાવી હતી. તેએ જેમ રાજ્યમાન્ય તેમ પ્રજામાન્ય નેતા પણુ હતા અને સરકારે એમને ‘સરદાર'નુ બિરુદ પણ આપ્યું હતું. (૩) નગરશેઠ શ્રી કસ્તૂરભાઇ મણિભાઈના સમયમાં સને ૧૯૧૨માં પેઢીના અધારણમાં પહેલી વારના સુધારા થયા. ઉપરાંત શ્રી સમ્મેતશિખર મહાતીર્થંના પહાડની ખરીદી પણ સને ૧૯૧૮માં પેઢીની વતી એમના પ્રયત્નથી અને એમના નામથી પાલગંજના રાજા પાસેથી કરવામાં આવી હતી. તેઓ બહુ માહેાશ હતા અને કયુ' કામ કેવી રીતે પાર પાડવું તે ખરાખર જાણુતા હતા. તે પેઢીના પ્રમુખ તરીકે નિવૃત્ત થયા પછી તેના પ્રયત્નથી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સધના મુનિઓનુ પહેલુ મુનિ સમેલન વિ. સં. ૧૯૯૦ની સાલમાં (ઇ. સ. ૧૯૩૪માં) અમદાવાદમાં મળ્યું હતું. (૪) શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના સમયમાં નીચે મુજબ નોંધપાત્ર કામા થયાં હતાં. (૧) કેટલાક પેઢી હસ્તકનાં ત્થા ખીજા' આપણાં તીર્થોનાં નમૂનેદાર જીર્ણોદ્ધાર, જે શિલ્પ નિષ્ણાતાની પ્રશંસા મેળવી શકળ્યા હતા. (૨) શ્રી શત્રુ*જય તીર્થની દાદાની ટુ'કના જીર્ણોદ્ધાર ત્યા એનાં પાંચ પ્રવેશદ્વારાનુ` કલામય નવીનીકરણ. (૩) શ્રી શત્રુ...જય ગિરીરાજ ઉપર ચઢવા માટે નવાં અને સહેલાઈથી ચઢી શકાય એવાં પગથિયાં અને ગિરનારનાં પગથિયાનુ સમારકામ, (૪) બિહાર રાજ્ય સાથે સમ્મેતશિખરજી તીર્થ અંગે સમાધાન સને ૧૯૬૫ માં. (૫) જુનાગઢ (ગિરનાર)ના ખારોટો સાથે સને ૧૯૫૭ની સાલમાં ભગવાનને મુકાતી ભેટસાગાદો નહી' લેવા સબધી સમાધાન અને પાલીતાણા (શત્રુજય)ની ખારોટ કોમ સાથે ભગવાનને ધરાતી ભેટ-સાગાદા નહી લેવા અંગે સને ૧૯૬૨ માં સમાધાન. (૬) પેઢીના સને ૧૯૧૨ માં સુધારેલા અધારણમાં સને ૧૯૬૫ થી ૧૯૬૯ દરમ્યાન બીજીવાર સુધારા-વધારા કરાવ્યા અને બંધારણના આ સુધારા-વધારા પ૩ કલમના છે અને તે નિયમાવલીના નામે ઓળખાય છે. એને અમલ વિ. સ. ૨૦૨૫ના દ્વિતીય અષાઢ સુદી બીજથી કરવામાં આવ્ચે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy