SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ છાપરિયાળી ગામ અને પેઢીની છવદયાની કામગીરી ૨૨૯ – તા. ૩-૩-૧૯૨૭ના રોજ શેઠ શ્રી કુંવરજીભાઈના કહેવાથી રૂ. ૧૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા. બીડ ભાડે રાખવા સંબંધી :–બીડ ભાડે રાખવા સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – ભાવનગર સ્ટેટ પાસેથી વીરાવડલીનું બીડ મામુદભાઈ તાજુભાઈએ રૂ. ૩૨૫ થી ઈજારે રાખેલ છે તે બેડ રૂ. ૬૦૦/માં છાપરિયાળી પાંજરાપોળ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૦ ના રોજ છાપરિયાળી પાંજરાપોળનાં જાનવરો માટે ઘાસને ટેક કરવાનું હોવાથી મહુવા માલનાં કુલ આઠ બીડ રૂ. ૩૮૮૨ થી ઈજારે રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૮-૧૦-૧૯૪૧ ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે રૂ. ૫૦૦/ થી નાળનું બીડ રૂ. ૧૩૦૨ થી, કરજાળાનું બીડ રૂ. ૪૩૧/ થી ઈજારે રાખવાનું ઠરાવવામાં આપ્યું હતું. – તા. ૧-૮-૧૯૪૨ ના રોજ છાપરિયાળી પાજરાપોળનાં જાનવર માટે ગલાનું બીડ રૂ. ૧૩૦૧/ માં એક વર્ષ માટે ઈજારે રાખવામાં આવ્યું હતું. – તા. ૩-૯-૧૯૪૨ના રોજ છાપરિયાળી પાંજરાપોળ માટે નીચે મુજબનાં બડે કુલ રૂ. ૨૩૭૮/થી ઈજારે રાખવામાં આવ્યાં હતાં. ભાયાગાળો – રૂ. ૧૭૫-૦૦, જડકલા – રૂ. ૦૧-૦૦ માં રાણીગાળો – રૂ. પ૦૧૦૦, વીરાવડલી – રૂ. ૩૦૧:૦૦ માં કરોડી – રૂ. ૩૨પ-૦૦ અને કરજાળા રૂ. ૩૭૫-૦૦ માં રાખવામાં આવ્યાં હતાં. – તા. ૨૨-૯-૧૯૪૨ના રોજ જડકલાનું બીડ રૂ. ૧૨૫/થી તે ગામના ગરાસિયાને એકવીસ હજાર પડ ઘાસ આપવાની શરતે રાખવામાં આવ્યું હતું. – તા. ૨૨-૯-૧૯૪૨ ના રોજ રબારિકાનું બીડ રૂ. ૧૫૦/ના ઈજારથી રાખવામાં આવ્યું હતું. ઘાસના સ્ટેક સંબંધી :–ઘાસના સ્ટેક સંબંધી કેટલાક દાખલા નીચે મુજબ છે. – તા. ૧૩-૪-૧૮૫ના રોજ છાપરિયાળીમાં પાંચ લાખ ઘાસના પૂળાની બીજી ગંજી ઉત્પન્ન કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. – તા. ૧૩-૩-૧૮૫ના રોજ છાપરિયાળીમાં દસ લાખ પૂળાનો સંગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy