________________
છાપરિયાળી ગામ અને પેઢીની જીવદયાની કામગીરી
૨૨૭ છાપરિયાળીમાં સાંઢડા રાખવા બાબત :– જ્યાં નર માદા પશુઓને રાખવામાં આવતાં હોય ત્યાં માદા પશુઓના પ્રજનન કાર્ય માટે સાંઢડા રાખવાની જરુર પડે એ સ્વાભાવિક છે. પેઢીના તા. ૨૩-૯-૧૯૩૦નાં એક પત્રમાંથી એવી માહિતી સાંપડે છે કે ચાલીસ-પચાસ જેટલા સાંઢડાને વગર ફીએ રાખવાની ભલામણ એક ભાઈએ કરેલ તે મંજૂર રાખવામાં આવી હતી.
નાના બોકડાને બચાવવાની કામગીરી:-નવા જન્મેલા જે બેકડાની મા બીજા ટોળામાં ભળી જવાને કારણે અથવા તે મરી જવાને કારણે એમને માતાનું ધાવણ મળવાનું બંધ થઈ ગયું હોય અને તેથી તેઓ કમજોર થઈને મરી જવાના ભયમાં આવી પડ્યા હોય તેમને બહારનું દૂધ ખરીદીને પાઈને બચાવવાની હિલચાલને જીવદયામાં સમાવેશ થાય છે. એટલે છાપરિયાળીની પાંજરાપોળને આવી પ્રવૃત્તિ ચલાવવાની અથવા તે એવી પ્રવૃત્તિને સહાય આપવાની જરુર પડતી હતી. આવી જીવરક્ષાની પ્રવૃત્તિમાં ભાવનગરના શાસ્ત્રોના અભ્યાસી ધર્માત્મા શેઠ શ્રી કુંવરજી આણંદજી ઘણું જ ધ્યાન આપતા રહેતા હતા. એમની પ્રેરણાથી આ દિશામાં જે કંઈ પ્રવૃત્તિ થઈ છે તેની વિગત આ પ્રમાણે છે. આવી જીવરક્ષાની પ્રવૃત્તિમાં બીજા ગામનાં મહાજનેને થા સદ્દગૃહસ્થને પણ ફાળો મળતો રહ્યો છે એ કહેવાની જરુર નથી. કારણ કે આવી પ્રવૃત્તિને કરુણા પ્રેરિત જીવદયાની પ્રવૃત્તિ લેખવામાં આવે છે. આના થોડાક દાખલા નીચે પ્રમાણે છે– – તા. ૬-૮–૧૮૮૦ના રોજ શિહેરના મહાજનની અરજીથી એમના તરફથી આવતા
બેકડા પરનો કર માફ કરવામાં આવ્યું હતું અને ઉચ્ચક રૂ. ૧૫ લેવામાં આવ્યા હતા. – તા. ૧૮-૧-૧૮૮૬ ના રોજ ઘોઘામાં રાખવામાં આવેલ બેકડાના ખર્ચ અંગેનું બીલ મંજૂર કરવામાં આવ્યું હતું અને આગળ ઉપર એમ ન કરતાં પાલીતાણે
બાકડા મોકલી આપવાનું સૂચવવામાં આવ્યું હતું. – સને ૧૮૯૩ માં પાલીતાણે ઘણા બેકડા મરી જાય છે તે એના બચાવની રીત અંગે
મુંબઈની પાંજરાપોળમાં સેક્રેટરીને પૂછવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – તા. ૧૬-૮-૧૮૯૪ના રોજ તળાજા મહાજને પિતાનાં ઢોર ત્યા બોકડા વગર ફીએ
રાખવાની માંગણી કરી હતી જે નામંજૂર કરવામાં આવી હતી. - તા. ૨૨-૫-૧૯૦૫ ના રોજ વીંછીયાના મહાજનની ફી લીધા વગર પોતાના બોકડા
થા ઢોર રાખવાની માંગણી નામંજૂર કરવામાં આવી. આ જ રીતે વીંછીયાના મહાજનની આવી માંગણીઓ તા. ૧૪-૧૧-૧૯૦૬ થી ૧-૭-૧૯૧૧ના રોજ
નકારવામાં આવી હતી. – સને ૧૯૦૬ માં પાલીતાણાની આસપાસનાં ગામડાંમાં બોકડા મેટા કરવાને ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org