________________
પઢીએ કરાવેલ જર્ણોદ્ધાર
૨૦૧ વવાની જરૂર નથી. એનું “શ્રી તીર્થાધિરાજ શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ” એ નામે સ્વતંત્ર પુસ્તક પણ મેં લખ્યું છે, જે પેઢી તરફથી બહાર પડયું છે.
શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવા માટે નવાં પગથિયાં પણ બની ગયાં છે. (૭) શ્રી ગિરનાર તીર્થ :–
ગિરનાર તીર્થના જીર્ણોદ્ધારની બાબતમાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પિતાના તા. ૩-૭૬ના નિવેદનમાં (પૃ. ૧૧માં) આ પ્રમાણે કહ્યું હતું કે- “ગિરનારનાં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો જરૂરી હતું, જેથી તે કામ અમે સંવત ૨૦૨૧માં હાથમાં લીધું. જયાં નેમનાથ ભગવાનની મૂર્તિ છે, ત્યાં ઘણે અંધકાર હતા એટલે આજુબાજુ જાળિયાં મુકાવી પૂરતે પ્રકાશ કરાવ્યો. ભગવાનની મૂર્તિને લેપ કરાવવાની જરૂર હતી તે પણ કરાવ્યો. અમીઝરા પાર્શ્વનાથના દેરાસરમાં પણ ખૂબ જ અંધકાર હતું, જેથી ઉપરના ભાગે સુરક્ષિત કાચ બેસાડી મંદિર પ્રકાશિત કરાવરાવ્યું. પ્રવેશદ્વાર નાનું હતું તે પણ મોટું કરાવ્યું. બીજા મંદિરમાં પણ રંગ લગાડી કતરણીને વિકૃત કરી નાખવામાં આવી હતી, તે તમામ ભાગે ધવરાવી નાંખ્યા, જરૂર પ્રમાણે ઘસાવી સરખા કરાવ્યા અને જ્યાં જ્યાં આરસ હતું તેને ઘસાવી, કેટલાંક મિશ્રણ લગાવડાવી
માં.
આ જીર્ણોદ્ધાર પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩,૬૦,૦૦૦-૦૦ (ત્રણ લાખ સાઈઠ હજાર) જેટલો ખર્ચ થયે છે. હજુ કામ ચાલુ છે ને એમાં બીજા રૂ. ૧,૦૦,૦૦૦ (એક લાખ રૂપિયા) થવા સંભવ છે.”
ગિરનારના જીર્ણોદ્ધારનું કામ અત્યારે પણ ચાલુ છે અને એના પહાડ ઉપર ચઢવાનાં પગથિયાંનું સમારકામ પણ થઈ ગયું છે, જેમાં રૂ. ૧,૭૦,૦૦૦ ખર્ચ થયું છે. જીર્ણોદ્ધાર માટે સહાય આપવામાં પેઢીએ અપનાવેલ વ્યાપક દૃષ્ટિ:
શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ ભારતભરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘનું પ્રતિનિધિત્વ ધરાવે છે એ વાતની ખાતરી પેઢીએ જીર્ણોદ્ધારને માટે સહાય આપવામાં જે વ્યાપક દષ્ટિને ઉપયોગ કર્યો છે તે ઉપરથી પણ થઈ શકે છે. તેના કેટલાક દાખલા નીચે મુજબ છે. – તા. ૨-૯-૧૮૮૭ના રોજ તળાજાના જીર્ણોદ્ધારમાં રૂ. ૪૦૦/ ખરચવાનો ઠરાવ કર
વામાં આવ્યો હતે. – તા. ૧૨-૪-૧૮૯૮ના રોજ તળાજાની પાસે ગામ કાઝમેરના દેરાસરના જીર્ણોદ્ધાર
માટે રૂ. ૧૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org