________________
ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન
૧૯૩ અને કામને શોભા આપે એવી છે અને તેથી જ તે પ્રશંસનીય બની રહે છે. આના થડ દાખલા નીચે મુજબ છે. – સને ૧૮૯૯માં પાલીતાણામાં ગરીબ લોકેને નભાવવાને વાતે દરબાર તરફથી ટીપ
કરવા માંડી છે તેમાં પેઢી તરફથી રૂપિયા ભરવા અંગે ઠરાવ કરવામાં આવ્યું છે કે પેઢીએ રૂપિયા ટીપ ન ભરતાં રૂ. ૧૨૫ સુધીનું ખીચડું રંધાવી જ્યાં સુધી
પહોંચે ત્યાં સુધી પેઢીના વંડામાંથી આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૦૪માં જામનગરના પ્લેગપીડિતે માટે રૂ. ૧૦૦૦/ મદદ મંજૂર કરવામાં
આવી હતી. – સને ૧૯૦૬ માં ગોઠીજીની વિધવા બાઈને ૨ વર્ષ સુધી રૂ. ૩ માસ દરમ્યાન
શ્રાવક-શ્રાવિકાના ખાતામાંથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતે. – સને ૧૯૦૬માં ભાવનગરમાં પ્લેગ ચાલતું હોવાથી સિપાહી જીજીભાઈને પગાર
ઉપરાંત દર માસે રૂ. ૨ જુદા લખીને આપવાનું નકકી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૦ માં પાલીતાણા ગામના મોટા દેરાસરને ગોઠી ગુજરી જતાં તેને તત્કાલ રૂ. ૨૫/ અને દર મહિને રૂ. ૩ બે વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતે લખી મેકલ
વાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૦ માં સોનગઢ ખાતાના વકીલ માણેકલાલ સાણંદલાલને વાર્ષિક છવાઇના
રૂ. ૧૦૦ ચાલુ રાખવામાં આવ્યા હતા. – સને ૧૯૧૦ માં સાદરી ખાતે પ્લેગ હેવાને કારણે ત્યાંના ગઠી અને સિપાહીઓના
પગારમાં વધારો કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧ માં પાલીતાણા અને તેના તાબાનાં ગામમાં શ્રાવક-શ્રાવિકા સિવાયનાં
ગરીબ ગુરબાંઓને અનાજ વગેરે મદદ આપવા રૂ. ૨૦૦૦/ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૧ માં છાપરિયાળીના ખેડૂતને ખરાબ વર્ષ સબબ પિચત કરેલ ખેડૂતે પાસેથી દશ આની અને બાકીના ખેડૂતો પાસેથી છ આની મહેસૂલ લેવું અને ત્યાંના ખેડૂતેને કામે લગાડવા માટે છાપરિયાળીનું તળાવ રૂ. ૩૦૦૦/ માં બાંધવા મંજૂરી
આપવામાં આવી હતી. – સને ૧૯૧૩માં પાલીતાણામાં ભારે વરસાદને કારણે થયેલ નુક્સાનથી ઘર પડી ગયાં હતાં, માણસે મરી ગયાં હતાં, એ માટે મદદની માંગણી કરવામાં આવી હતી અને રૂ. ૨૦૦૦ મંજૂર કરવામાં આવ્યા હતા,
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org