________________
૧૯૦
—
શેઠ
૦ કની પેઢીના ઇતિહાસ કચારેક પાલીતાણાના કારખાનાના શ્રી પાપટલાલ હરજીવનની વિધવાને દયાની ખાતર રૂ. ૧૦૦/ આપવાનુ નક્કી કરવામાં આ' હતું.
સને ૧૯૩૩માં શ્રીવટવા જૈન આશ્રમને અપ`ગેાના ભાજનખને માટે એક વ માટે રૂ. ૩૦૦/ શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી આપવાની મંજૂરી આપવામાં આવી હતી. સને ૧૯૩૯ માં શ્રાવિકા ઉદ્યોગ શાળાને માસિક રૂ. ૧૫/ છ માસ સુધી પાંચમી કાન્ફરન્સ વખતે મહિલા પરિષદમાં થયેલ ફંડ ખાતે ઉધારીને આપવાની મજૂરી આપવામાં આવી હતી.
-
સને ૧૯૪૧ માં પાલીતાણામાં સખત વરસાદ થવાથી શ્વેતાંબર જૈનોને તાત્કાલિક મદદ કરવા માટે રૂ. ૫૫૦/ મજૂર કરવામાં આવ્યા હતા.
---
સને ૧૯૫૬ના દુકાળના વખતમાં શ્રાવક-શ્રાવિકા ખાતે જમે રકમમાંથી તેત્રીસ હજાર રૂપિયા માટાં શહેરો સિવાય ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ વગેરે ઠેકાણાના સીજાતા શ્રાવકોમાં વાપરવા માટે ચાર સભ્યાની કમિટી નીમવામાં આવી હતી. (૧) શ્રી હીરાચંદ પીતાંખરદાસ (૨) શ્રી હઠીસિંગ રાયચંદ (૩) શ્રી વાડીલાલ વખતચંદ (૪) શ્રી કસ્તૂરભાઈ પ્રેમચંદ.
વિદ્યાવૃદ્ધિ માટે સ્કોલરશીપ ત્થા સહાય :—
છેલ્લાં આશરે સાએક વર્ષથી, એટલે સને ૧૮૯૯ની સાલથી શાળા અને કૈલેજોમાં વ્યાવહારિક ત્થા ધાર્મિક શિક્ષણ લેતાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજનાં છે।કરા-છેકરીએને વાર્ષિક અમુક રકમની સ્કોલરશીપ આપવાની પ્રથા પણ શરૂ કરવામાં આવી છે. સ્કોલરશીપ તરીકે આપવામાં આવતી રકમ વર્ષમાં વધુમાં વધુ એ ટર્મની થઈને ૧૦૦ +૧૦૦ મળીને ૨૦૦ રૂ. સુધી અથવા ફીનુ પ્રમાણ ઓછું હાય તા તેથી ઓછી રકમની સ્કોલરશીપ એ ટુકડે આપવામાં આવે છે અને આના લાભ સેકડો વિદ્યાથી અને વિદ્યાર્થિનીએને દર વર્ષે મળતા રહે છે.
આના અનુસ`ધાનમાં નીચેના દાખલા જાણવા જેવા છે.
સને ૧૮૯૬માં જૈન કન્યાશાળામાં મદદ રૂ. ૩/ શ્રાવક-શ્રાવિકા ખાતે લખી આપવા ત્યા કન્યાશાળા પાસેનું ડહેલું ખાલી થાય એટલે કન્યાશાળાના ઉપયાગમાં આપવાનુ નક્કી કરવામાં આવ્યું હતું.
સને ૧૯૧૬માં પડિત રવિદત્ત જે સાધ્વીજી સાહેબ શ્રી દાનશ્રીજી ત્યા માણેકશ્રીજીને ભણાવે છે તેમને બીજા ત્રણ માસ માટે વધારી આપી નાકરીમાં ચાલુ રાખવાનુ' નક્કી કરવામાં આવ્યું. હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org