________________
૧૮૩
નાણાંની સાચવણીની કપરી કાર્યવાહી શેર કમી કરવા બાબત –
તા. ૧૫–૮–૧૯૪૦ના એક ઠરાવ ઉપરથી જાણવા મળે છે કે શા. વાડીલાલ લલુભાઈની વિધવા ઓરતે કરેલ વીલ અનુસાર પરસેત્તમ મીલના ૪ શેરો ૪૦૦૦ની કિંમતના પેઢીને મળે છે. પણ આ મીલ ફડચામાં ગયેલી હોવાથી એ નાણું મળી શકે તેમ નથી એટલા માટે એ શેર કમી કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. રકમ માંડી વાળવા બાબત –
તા. ૧૧-૧-૧૯૪૧નો એક ઠરાવ કહે છે કે સાદડી પાસે આવેલા માદા ગામના પુરોહીત ઠાકોર નવલાલાલ સરદારસીંગ પાસેથી માલ લીધો. તેની કિંમતના રૂ. ૧૧૯/ બાદ કરતાં બાકી રહેલી ૭૭૩-૧૧-૬ની રકમ માંડી વાળવાનું ઠરાવવામાં આવ્યું હતું. લેણું માંડી વાળવા બાબત –
તા. ૧-૫-૧૯૪૨ નો એક ઠરાવ કહે છે કે લાઠીના મહાજન સમસ્ત છાપરિયાળી પાંજરાપોળના રૂ. ૧૨૨/ દેવા થતા હતા તે માંડી વાળવાનું ઠરાવ્યું હતું. કીમતી વસ્તુઓની સાચવણી –
કયારેક ભાવિકજને ભગવાન પ્રત્યે ભક્તિથી પ્રેરાઈને સોના-ચાંદીના અને ઝવેરાતથી જડેલાં પણ આભૂષણે પ્રભુજીના ચરણે ધરતા રહે છે. જ્યારે આવી કીમતી વસ્તુઓ જિનમંદિરમાં ભેટ ધરવામાં આવતી હોય ત્યારે હંમેશને માટે તે બરાબર સચવાઈ રહે તેવી ગોઠવણ કરવી જરૂરી ગણાય. આ માટે ભેટ ધરવામાં આવેલી આવી કીમતી વસ્તુઓની વિગતો સાથે નોંધણી કરવાને શિરસ્ત રાખવામાં આવેલ છે કીમતી ચીજ વસ્તુઓ ગરૂમમાં રખાય છે તે માટે પણ એ શીરસ્તે છે કે આ સ્ટ્રોંગરૂમ ખોલતી વખતે બે ટ્રસ્ટીશ્રીઓ, મેનેજર, જનરલ મેનેજર, દાગીના કારકુન, મુનીમ અને ચેકીદારની હાજરીમાં તે ખેલી અને બંધ કરવામાં આવે છે અને તે મતલબનું સીડીંગ્સ ચોપડામાં કરી તેમાં ઉપર લખ્યા ટ્રસ્ટીઓ તથા અધિકારીઓની સહીઓ લેવામાં આવે છે. અંતે –
હવે મને લાગે છે કે નાણાંની સાચવણી માટે પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓને કેટલું જાગૃત રહેવું પડ્યું હતું અને કેવા કેવા અટપટા નિર્ણ લેવા પડતા હતા તેનું પૂરેપૂરું શબ્દચિત્ર ઉપર આપેલ અનેક પ્રકારની માહિતી ઉપરથી જીજ્ઞાસુઓને મળી આવે તેમ છે. તેથી આ બાબત અંગે વધુ દાખલા આપવાને બદલે આ પ્રકરણ અહીં જ પૂરું કરીએ એ ઉચિત લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org