________________
કેટલાંક બાદશાહી ફરમાને
૧૬૭ ઉપર નિર્ભર છે. જેથી દરેક જણ પિતાના ઘરમાં નિશ્ચિત મનથી પોતે પિતાના ધંધામાં એકાગ્રતાથી ધ્યાન આપે અને અમારા સામ્રાજ્યના અમરવને પ્રાર્થતા રહે.
હાલના તેમજ ભવિષ્યના ગુજરાતના સુબેદારે અને અધિકારીઓએ શાંતિદાસને દરબારના એક જુના સેવક તરીકે સ્વીકારી એમના પ્રત્યે ઔદાર્ય દાખવી એમની આમન્યા જાળવવી અને સારું વર્તન કરવું. એમની કેઈ નાણાકીય બાબત અદાલતમાં હોય તે તેઓ પ્રત્યે લક્ષ્ય આપે જેથી ત્યાંને કઈ રહેવાસી એમના મામલામાં દખલગીરી કરી એમનાં કામોમાં બાધા ન રાખે.
આ તાકીદના આદેશનું કેઈએ ઉલંઘન કરવું નહીં. તા. ૨૧ માહે ઝીલદાદા હિ. સં. ૧૦૬૮ (ઇ. સ. ૧૬૫૮).
ફરમાન-૧૦ ગુમાસ્તા વગેરે પાસે લેણી પડતી શાંતિદાસની રકમ અંગે બાદશાહ
ઔરંગઝેબનું ફરમાન રાજ્યાભિષેકના ૬ મહિનાની અંદર ઔરંગઝેબે ફરમાન બહાર પાડી અમદાવાદના સુબેદારને હુકમ કર્યો કે શાંતિદાસને પુત્ર લકમીચંદે દરબારમાં અપીલ કરી છે કે એમના ગુમાસ્તાઓ તેમજ બીજા કેટલાક જણા પાસે એમનું લેણું નીકળે છે અને તેઓ પૈસા આપવામાં ખાટાં બહાનાઓ કરે છે, તેને વસૂલ કરવામાં એમને રાજ્ય સહાય કરે પણ પહેલાં હિસાબ અને સનદ પ્રમાણે એમના દાવાની ચકાસર્ણ કરી લેવી.
૧૬ માહે જમાદીયુલ અવ્વલ, રાજ્યાભિષેકનું વર્ષ. હિ. સં. ૧૦૭૦ (ઇ. સ. ૧૬૫૯ ).
ફરમાન-૨૦ બે ઝવેરીઓની લેણી પડતી રકમ અંગે બાદશાહ ઔરંગઝેબનું ફરમાન
ઔરંગઝેબ મીર યાહ્યાને લખી જણાવે છે કે આસકરણ અને લાલચંદ નામના બે ઝવેરીઓ સરકાર ઉપર રૂ. ૨૧,૦૦૦નું લેણુ કાઢે છે, જે હજુ સુધી ચૂકવાયું નથી. કારણ કે ટેક્ષના દરમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
ઔરંગઝેબ સૂચના આપે છે કે ઉપર્યુક્ત ઝવેરીઓએ જે દિવસે વેચાણ કર્યું તે દિવસે પ્રચલિત ટેક્ષના દર પ્રમાણે નહીં કે આજે પૈસા ચુકવતી વખતે પ્રચલિત ડયુટીના દર પ્રમાણે, એમના પૈસા બાદ કરી બાકીની રકમ એમને તત્કાલ ચૂકવી દેવી.
અલબત્ત એ અંગેના જરૂરી દસ્તાવેજો અને કાગળો અને સનદેની ચકાસણી પહેલાં કરવી.
તા. ૨૯ માહે રબીઉલ સાની. આભાર અને એક નમ્ર સૂચન :
અહીં આ પ્રકરણના અંતે એ વાતની સાભાર નોંધ લેવી જોઈએ કે આ પ્રકરણમાં આપવામાં આવેલ નવ આખાં ફરમાનેનું ગુજરાતી ભાષાંતર તથા પ્રો. કેમિસરીએટના પુસ્તકમાં આપવામાં આવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org