________________
૧૩૪
શેઠ આ કની પેઢીના તિહાસ જગ્યાના અભાવે કચવાટ કરવાના અવસર ન મળે એ દૃષ્ટિએ તેઓ શાંતિથી આરામ લઈ શકે એવી નવી જગ્યાઓ પણ બનાવી આપી.
આ રીતે નવા પ્રવેશદ્વારા અને માતીશા શેઠની ટ્રકના માણસાને રહેવા માટે તથા ડાળીવાળા માટે આરામ લેવાની જગ્યા બનાવવાનુ કામ તે સહેલુ હતુ. અને એમાં કાઈ વિક્ષેપ ઊભા થયા ન હતા, પણ દાદાની મુખ્ય ટ્રકમાં ઠેર ઠેર પધરાવવામાં આવેલ પાંચસેા કરતાં પણ વધુ જિનબિંબનુ ઉત્થાપન કરીને એમને નયાં સ્થાનમાં પધરાવવાનુ કામ ઘણું જ મુશ્કેલ હતું અને તેથી તે બહુ જ સાવચેતી, દી`ષ્ટિ તથા સમજણુપૂર્ણાંક થાય તે જોવું જરૂરી હતું.
આ માટે શેઠ શ્રી કસ્તુરભાઈ એ દૂર ંદેશી દાખવીને વાસ્તુવિદ્યામાં નિપુણતા ધરાવતા આચાર્ય મહારાજોની સલાહ લઈને આગળ વધવાનુ અને તેઓએ આપેલ મુહૂર્તોએ જ આ પ્રતિમાઓનું ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનામાં પરાણા દાખલ મૂકવાનું નક્કી કર્યું" હતું. આટલી અગમચેતીરૂપ પૂર્વભૂમિકા તૈયાર કર્યા પછી પણુ જ્યારે વિ. સં. ૨૦૨૦ના શ્રાવણ શુદિ ત્રીજ, તા. ૧૦-૮-૧૯૬૪ના રાજ આ વિધિ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ, તે વખતે શ્રીસ'ઘમાં કેટલીક વિરોધની લાગણી પ્રગટી નીકળવાને કારણે એ વખતે એ વિધિ મધ રાખવામાં આવ્યા હતા અને તે પછી સાળ દિવસ આદ વિ. સં. ૨૦૨૦ના શ્રાવણુ વદ્દી ત્રીજ, તા. ૨૬-૮-૧૯૬૪ના રાજ આમાંનાં ૧૭૦ જેટલી જિનપ્રતિમાઓનુ' વિધિપૂર્વક ઉત્થાપન કરવામાં આવ્યું હતુ.. આ ઉત્થાપન પછી પણ કેટલીક વિરાધની લાગણી ચાલુ રહી હતી અને એ વખતે પેઢીના પ્રમુખ શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ પરદેશ ગયેલ હતા, એટલે બાકીની પ્રતિમાઓનું ઉત્થાપન કરવાનુ કામ તેઓશ્રીના પાછા આવ્યા પછી કરવાનુ પેઢીના ટ્રસ્ટીઓએ નક્કી કર્યુ હતુ.
શેઠ શ્રી કસ્તૂરભાઈ એ પરદેશથી આવ્યા પછી આ ખામતમાં ખૂબ ધીરજથી કામ લીધું અને શ્રીસ`ઘમાં આ કાર્ય અંગે એવું અનુકૂળ વાતાવરણ ઊભુ` કયુ કે જેથી આાકી રહેલ ૩૪૦ જેટલા જિનમિષાનુ ઉત્થાપન, ચાલુ યાત્રાના સમયે, વિ. સ. ૨૦૨૧ના જેઠ વદી દશમના રાજ કરી શકાયુ.
આ પાંચસેાથી પણ વધુ જિનપ્રતિમાઓને પધરાવવાને માટે દાદાની ટૂંકમાં જ એ ખારા 'ના નામે ઓળખાતી ૧૦૦ ફૂટ લાંબી અને ૬૩ ફૂટ પહોળી જગ્યામાં એકાવન જિનાલયથી શે।ભતા નૂતન જિનપ્રસાદ અનાવવાના નિર્ણય કરવામાં આવ્યે અને એના કાર્યાંની શુભ શરૂઆત, વિ. સં. ૨૦૨૨ના જેઠ વદી એકમ, તા. ૪-૬-૧૯૬૬ શનિવારના રાજ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના હસ્તે એનેા શિલાન્યાસવિધિ કરાવીને, કરવામાં આવી. દસેક વર્ષની કામગીરીને અંતે જ્યારે આ જિનપ્રાસાદ તૈયાર થવાના હતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org