________________
૧૧
ઘૂમરીએ એમને ધૂળિયામાં લાવી મૂકતાં, ત્યાં ત્રીજા અને ચેાથા ધારણના અભ્યાસ કર્યાં. ફરીને ગુજરાતી પાંચમા એટલે અ`ગ્રેજી પહેલા ધેારણ માટે સુરેન્દ્રનગર ગયા; પણ માતુશ્રીની માંદગીને કારણે પરીક્ષા આપ્યા વગર ધૂળિયા ઢાડી આવ્યા, પણ વિધિને માતા-પુત્રનુ* મિલન મંજૂર ન હતું. એમનાં માતુશ્રી શિવકારબેનનું વિ.સં. ૧૯૭૭ને ચૈત્ર સુદિ ૪ને દિવસે અવસાન થયું. તે સમયે રતિભાઈની ઉંમર ૧૪
વર્ષની હતી.
બાળપણના એક પ્રસંગ રતિભાઈ વારંવાર યાદ કરતા હતા. આ એક લગ્નપ્રસંગની ઘટના છે. એમની ઉંમર પાંચેક વર્ષની હતી અને એ યેવલામાં રહેતા હતા. એમના પિતાના શેઠને ત્યાં લગ્નપ્રસ`ગ હતા. જાન ચેવલાથી પૂના પાસે આવેલા તળેગામ–ઢમઢેકરા જવાની હતી. આમાં રતિભાઈ, એમનાં માતા-પિતા અને એમની નાની બહેન ચંપા પણ સામેલ હતાં. જાન પૂના સુધી ટ્રેનમાં ગઈ અને પૂનાથી તળેગામ ગાડીમાર્ગે જવાનુ` હતુ`. વચમાં રુપી નદી આવતી હતી, ચેામાસું નજીક હતું. નદીમાં નવું પાણી આવવા લાગ્યું હતું છતાં ગાડાવાળાઓએ ગાડાં નદીમાં ઉતાર્યાં. કેટલાક જાનૈયાઓ સાથે આગળનાં ત્રણ-ચાર ગાડાં સામે કિનારે પહેાંચી ગયાં. એમાં રતિલાલનાં માતા-પિતા પણ હતાં. ખીજા ગાડાંઓ નદી પાર કરવા રવાના થયાં, એમાં એક ગાડામાં રતિભાઈ, એમની બહેન ચંપા અને ખીજા થાડાં બાળકે ખેઠાં હતાં. ગાડું નદીની વચ્ચે પહેાંચ્યું અને નદીના પૂરને વેગ વધી ગયા એટલે બળદ એવા તણાવા લાગ્યા કે ગાડું ગાડીવાનના હાથમાં રહે જ નહિ. ગાડામાં પાણી ભરાઈ ગયાં. સામાન બધા પલળી ગયા અને બન્ને કિનારે કાગારાળ મચી ગઈ કે હમણાં ગાડું કયાંનું કાં તણાઈ જશે ! સામે કિનારે વલાપાત કરતાં માતા-પિતા અને પેાતાની સામે સાક્ષાત્ માત ખડું હતું. પણ ખરે વખતે એક હાડી મદ્દે આવી પહેાંચી અને બધાં મેાતના મુખમાંથી ઊગરી ગયાં.
શ્રી રતિભાઈનાં માતુશ્રીના મૃત્યુટાણે, વિયેાગને સતત ઘૂંટચા કરવાને બદલે તેઓશ્રીના ધર્મ પરાયણુ પિતાએ પત્નીની પુનિત અને પ્રેમાળ સ્મૃતિને સતત જાળવી રાખવા ખીન્ન જ દિવસે કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજ પાસે જઈ ચતુર્થાંવ્રતની પ્રતિજ્ઞા લીધી.
શ્રી રતિભાઈના સાધકવન માટેને આ એક પ્રારંભકાળ લેખી શકાય, કેમ ઃ તેઓશ્રીના પિતા શ્રીએ આજીવન બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી હતી અને કાઈ પણ પ્રલેાભનમાં લપેટાયા વિના પેતાનાં બાળકાને માની ખાટ ન સાલે તે માટેની સારસંભાળ લેવાની અને વિકાસની બેવડી જવાબદારી ઉપાડી લીધી. એમાં તેમના કાકા અમૃતલાલ સુ ંદરજીના ફાળા પણ મહત્ત્વના હતા. કાશીવાળા આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી મહારાજની સલાહથી શ્રી રતિભાઈને મુંબઈમાં વિલેપારલામાં આવેલ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મ`ડળ નામક પાઠશાળામાં અભ્યાસ માટે મૂકવા, આ પાઠશાળામાં ગૃહપતિ શ્રી નાગરદાસ કસ્તૂર ચંદ શાહના ચારિત્ર અને પંડિતવય શ્રી જગજીવનદાસની જ્ઞાનસાધનાથી શ્રી રતિભાઈએ પેાતાના જીવનને સંસ્કૃત બનાવ્યું અને આ રીતે સાધકજીવનની પગદંડી પર એમના જીવને એક નવા વળાંકવાળી યાત્રાના પ્રારંભ કર્યો.
પરંતુ રતિભાઈના જીવનમાં પ્રાર`ભથી જ – ખાસ કરીને તેમના અભ્યાસકાળ દરમિયાન – આવેલાં એક પછી એક સ્થળાંતરાની પરપરા જ જાણે ચિરતા થવાની હેાય તેમ તેઓ વિલેપારલાની પાઠશાળામાં સ્થાયી થયા ન થયા ત્યાં જ આ આખી પાઠશાળાનું જ વિ. સં. ૧૯૭૮ના અંતમાં બનારસ ખાતે સ્થળાંતર થયું' અને બનારસની જાણીતી અ ંગ્રેજી કાઠીમાં તેની શરૂઆત કરવામાં આવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org