SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનમાં સત્ય અને કવનમાં શીલના ઉપાસક સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ લેખક : કુમારપાળ દેસાઈ પોતાના સાત્ત્વિક જીવનથી અને અવિરત સાહિત્ય-સાધનાથી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ જૈન–સાહિત્યના લેખક તરીકે આગળની પ`તિમાં સ્થાન મેળવ્યું હતું. એમના વિચારામાં સ્પષ્ટતા અને વ્યવહારમાં સાચકલાઈ હતી. આજના સમયમાં વિરલ ગણાય એવી સંશાધનની ચીવટ હતી. નિઃસ્પૃહતા તા એવી હતી કે તેમને પેાતાની યોગ્યતાથી સહેજપણ વધુ ન ખપે. આજના સમયમાં ઉપદેશા અને ઉપદેશકા વધતા જાય છે. શબ્દો કેવળ બાહ્ય રૂપે પ્રયેાજાય છે. પરિ ણામે તેનું નૈતિક બળ અને શ્રદ્ધેયપણું ઘટતાં જાય છે. જીવનનાં મૂલ્યા નવેસરથી આંકવાં એ આજના સાહિત્યકારની સાચી ક્રૂરજ છે. જીવનના ધબકારને સાહિત્યમાં ઝીલવા, તેને વાચા આપવી, અંતરના અજ્ઞાનના અંધકારને ઉલેચી જીવનની પગદંડી પર આત્માનાં એજસ પાથરી જનસમૂહને પ્રેરવા અને ચેતનના પથ પર પ્રગતિશીલ બનાવવા એ જ જીવનની સાચી સાધના છે, એ કરનાર જ સાચા સર્જક અને સાધક છે. શ્રી રતિલાલ દેસાઈ આ મૂલ્યને જીવ અને કવનમાં પૂર્ણ રીતે પ્રતિબિંબિત કરતા હતા. એમણે જીવનની પ્રત્યેક પળ સ ંસ્કાર, શિક્ષણુ અને સાહિત્યસાધનામાં જ ગાળી. એવા કર્મનિષ્ઠ અને કર્તવ્યપરાયણુ સાધકના જન્મ વિ. સ. ૧૯૬૩ના ભાદ્રપદ દિપ, ગુરુવાર, તા. ૧૨મી સપ્ટેમ્બર ૧૯૦૭ના રાજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામે તેમના મેાસાળે થયા હતા. માતાનું નામ શિવારએન. તેમનું મૂળ વતન સાયલા. ભક્તિના સસ્કાર તેા એમના પિતાશ્રી દીપચંદભાઈ પાસેથી સાંપડયા હતા. તેમના પિતાશ્રી એટલા ભક્તિપરાયણ હતા કે સૌ કાઈ એમને ‘દીપચંદ ભગત ’ કહીને ખેલાવતા. તેઓ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલા ગામે તાકરી કરતા હાઈ શ્રી રતિભાઈના શિક્ષણપ્રારંભ પણ મહારાષ્ટ્રમાં જ થયા, માનવજીવનની ભવાટવી જેમ શ્રી રતિભાઈની વિદ્યાર્થી અવસ્થા પણ એક અર્થમાં ભવાટવી સમી જ ખની રહેલી લેખી શકાય એવી એમના જીવનની પરિસ્થિતિ હતી. આ સેાટીસમા શિક્ષણકાળ પણ એમના સાધકજીવનમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. વિદ્યાભ્યાસની પરિસ્થિતિ વારવાર બદલાતી હાવાથી જુદા જુદા સ્થળે સ્થળાંતર કરવાના કારણે તેભીના અભ્યાસમાં સાતત્ય જળવાઈ શકયુ" ન હતું. જીવનસંધર્ષના પ્રારભ એમના અભ્યાસકાળથી થયેલ. વિદ્યાથી જીવનના આદ્યાક્ષર તેઓશ્રીએ યેવલામાં ઘૂંટચા અને બાળપાથીથી પ્રથમ ધારણ યેવલામાં પૂરુ કર્યું. અને તે પછી મહારાષ્ટ્રના ખાનદેશ જિલ્લાના ધૂળિયામાં પણ પાછું નવેસરથી બાળપોથીમાં જ પ્રવેશવું પડયુ'. આમ જીવનના સાધનાકાળના પ્રાર”ભ આ શિક્ષણથી જ થયા. અને ધૂળિયામાં મરાઠીમાં પહેલુ અને ખીજુ એમ બે ધારણ પૂરાં કર્યાં ત્યાં કરીને ‘ચલ મુસાફિર ખાંધ ગઠરિયાં' જેમ મહારાષ્ટ્ર છેાડી ગુજરાતના વઢવાણમાં આવવુ પડયુ અને અહી ધાળપાળમાં આવેલ શાળામાં દાખલ થયા, પરંતુ ત્યાં તેને ખીન્ન ધેારણમાં પ્રવેશ ન મળતાં પ્રથમ ધારણની જ પરીક્ષા આપવી પડી. આમ વિદ્યાભ્યાસના ઉષઃકાળે બે વખત મરાઠી અને એક વખત ગુજરાતી ધેારણ પહેલુ' પસાર કર્યું" અને પછી પેાતાના વતન સાયલામાં ખીજું ધારણ પસાર કર્યું. ફરી પાછા શિક્ષણભવાટવીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy