SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શેઠ આ૦ કટની પિઢીને ઇતિહાસ અંકે પાંચ હજાર રૂપિયા લેવાના બદલામાં તમને વેચાણ આપીએ છીએ અને તે લેવાની રકમ પેટે તમારા પાસેથી આજરોજ અમારી બારોટ જ્ઞાતીની જરૂરીયાત માટે રૂા. ૨,૦૦,૦૦૦-૦-૦ અને રૂપીયા બે લાખ રોકડા લીધા છે. આ રકમ ઉપર અમે તમને દર વરસે દર સેંકડે પાંચ ટકા લેખે વ્યાજ આપીશુ અને આ રકમ અમારે તમને દશ વર્ષમાં મજરે આપવાની છે. તેથી અમારે વાષક લેવાના હપતાની રકમમાંથી દશ વર્ષ સુધી દર સાલ રૂા. ૨૦૦૦૦/વીશ હજાર મુદ્દલ પેટે તથા ચડેલું વ્યાજ કાપી આપી બાકીની રકમ અમે તમારી પાસેથી લઈશું અને આ રકમ પૂરેપૂરી ભરપાઈ થઈ ગયા બાદ દર વર્ષે રૂા. ૪૦૦૦૦/અંકે ચાલીશ હજાર રૂપીઆ અમારે તમારી પાસેથી લેવાના છે. (૫) આ કરારમાં બારેટની જ્ઞાતીના નીચેની ત્રણ આવક લેવાનાં હકકને સમવેશ થતું નથી. તેની વિગત“(૧) નવકારશી વખતે મીઠાઈ મણ ૧૨ બાર અને ગાંઠીયા મણુ ૩ ત્રણ તથા ભાતના રૂા. ૧૨-૦-૦ બાર તથા એક ટંકની ચોરાશી જમે તે જ્ઞાતીને જમવાને હક્ક છે તે. (૨) બાર મહીને એક વખત પાંચ પરબને ગોળ લેવાને હક્ક તથા “(૩) જાનની ચિઠીઓની આવક જે અમે લઈએ છીએ તે લેવાને હકક, (૬) ઉપર કલમ ૫ માં જણાવવામાં આવેલ છે તે હકો સિવાય તમામ હકો આ દસ્તાવેજને અમલ થવાની તારીખથી તમને પ્રાપ્ત થાય છે અને તેવાં કેઈ હક્કો બારોટ જ્ઞાતિ કે તેના સભ્યોના રહેતાં નથી અને તેવાં કેઈ હકો ઉપર કલમ ૫ માં જણાવ્યા સિવાયના આગળ ધરવા મેળવવા કે વસુલ કરવા બારોટ જ્ઞાતી કે તેને કઈ સભ્યને હક્ક કે અધિકાર કે સત્તા હવેથી રહેતાં નથી અને તેમના તેવા તમામ હક્કો તમોને પ્રાપ્ત થાય છે અને તેવાં હક્કોના ભોગવટા માટે તમે તમને પિતાને યોગ્ય લાગે તેવી વ્યવસ્થા કરવા મુખત્યાર છે. “આ દસ્તાવેજ કરી આપવાનો અમારો ઉદ્દેશ એ છે કે કલમ ૫ માં જણાવેલા અમારા હક્કો સિવાયના બાકીના તમામ હક્કો તમને અસરકારક રીતે પ્રાપ્ત થાય અને આ દસ્તાવેજનો અમલ શરૂ થવાની તારીખથી તમારા વહીવટવાળા તથા ઈતર સંસ્થાઓ તથી વ્યક્તિઓના વહીવટવાળા સ્થાન જગ્યાઓ વિગેરેમાંથી અમે જે જે આવક, રીવાજ મૂજબ લઈએ છીએ તે તમામ આવક તમે રાખી શકે, લઈ શકે. અને અસરકારક રીતે વસૂલ કરી શકે તેથી તે આશય સિદ્ધ કરવા માટે જ્યારે તમને જરૂર લાગે ત્યારે તમે કહો તેવાં પ્રકારની અરજીઓ, કબૂલ, દસ્તાવેજ લખાણ વિગેરે કરી આપવા અમે બારોટ જ્ઞાતી બંધાયેલા છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy