________________
શ્રી શત્રુંજય મહાતીર્થને લગતાં કેટલાંક મહત્વનાં કાર્યો
૧૨૭ ૧૨ બારેટ વીરસીંગ ભગવાન ધર્મે હિન્દુ જ્ઞાતે બારેટ ઉમર આશરે વરસ ૪૨
ધંધે યજમાનવૃતિ તથા નેકરી રહેનાર શહેર પાલીતાણા. “જત આ ઉપરથી અમે લખી આપી બંધાઈએ છીએ કે... ... ... .......
(૧) શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી કે જે સમસ્ત વેતામ્બર મુતીપુજક જૈનોની પ્રતિનિધી સંસ્થા છે તેના તમો વહીવટદાર પ્રતિનિધીઓ છે અને અમે લખી આપનાર પાલીતાણાની સમસ્ત બારોટ જ્ઞાતીના અધીકૃત આગેવાન છીએ.
(૨) સંવત ૨૦૧૮ ના ભાદરવા વદી ને વાર શનીવાર તારીખ ૨૨-૯-૬૨ ના રોજ પાલીતાણાની બારેટ જ્ઞાતીની સભા મળી તેમાં ઠરાવ કર્યા મૂજબ અને અમને અધીકાર આપ્યા મૂજબ સદરહુ અધિકારની રૂઈ એ અમે તમને આ દસ્તાવેજ કરી લખી આપી બંધાઈએ છીએ કે
“(૩) પાલીતાણામાં તમારા વહીવટના તથા અન્ય સંસ્થાઓ, વ્યક્તિઓ વિગેરે બીજાઓના વહીવટના શ્રી પવિત્ર શેત્રુંજય ડુંગર ઉપર તથા આસપાસ રેહશાળા, ભાડવા વિગેરે ડુંગર ઉપર, તલાટીએ, ગામમાં તથા છ ગાઉની અને બાર ગાઊની યાત્રામાં આવતાં જૈનોના તમામ દેરાસર, દેરીઓ, પગલાંઓ, ધર્મશાળાઓ વિગેરેમાં તથા શાન્તીસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર, અઠ્ઠાઈ મહોત્સવ વિગેરે ઉત્સવોમાં તથા સંઘના સામૈયા વખતે તથા મહારાજશ્રીના સામૈયા વ્યાખ્યાન વિગેરે પ્રસંગોમાં પાટલા ઉપર પ્રભુજીના પર્સમાં અને બીજી રીતે સોનું, ચાંદી, રોકડ રકમ તથા ચેખા, બદામ, ફળ નિવેદ્ય વિગેરે યાત્રાજુઓ તરફથી મુકવામાં અગર ધરવામાં આવતી ભેટ સોગાદ વિગેરેની ચડોતરીની આવક લેવાને તથા ટેળી, જમણવાર, સ્વામી વાત્સલ્યના પીરસણ, ચોરી, ઉપદ્યાનની માળ, નાન્દ, તીર્થમાળ તથા પ્રભુજીને પધરાવવાની વિગેરે જે જે આવક લેવાને અમારી પાલીતાણાની બારોટની જ્ઞાતીનો પેઢી સામે, જૈન યાત્રાળુઓ સામે કે અન્ય સંસ્થાઓ કે વ્યક્તિઓ સામે જે હક્ક છે તે તમામ હક્કો નીચેની કલમ ૫ માં દર્શાવેલા ત્રણ આવક લેવાના હકક સિવાયના અમારા તમામ હક્કો કલમ ૪ માં દર્શાવ્યા પ્રમાણે વાલીક રૂ. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર રૂપીયા તમારા પાસેથી લેવાના ઠરાવી તમારા લાભમાં છોડી દઈ તમને એ સર્વ હકો આપીએ છીએ.
() ઉપર પિરા ત્રણમાં જણાવેલ રૂા. ૪૦૦૦૦-૦-૦ અંકે ચાલીશ હજાર રૂપીયા લેવાના જે નક્કી કરેલ છે તેની વિગત એવી છે કે તમારા વહીવટના દેરાસરો વિગેરે માંથી ઉપર મુજબની આવક લેવાનો અમારો હક્ક વાલીક રૂ. ૩૫૦૦૦/અંકે રૂપીયા પાંત્રીસ હજાર લેવાના બદલામાં તમારા લાભમાં છોડી દઈએ છીએ અને બીજાઓના વહીવટના દેરાસરે વિગેરેમાંથી ઉપરની આવક લેવાને અમારો હક વાર્ષિક રૂ. ૫૦૦૦/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org