SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા તા. ૨૪-૩-૧૮૯૮ ના રોજ પિઢી તરફથી પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓ નગરશેઠ શ્રી મયાભાઈ પ્રેમાભાઈ તથા શ્રી હઠીસંઘ રાયચંદની સહીથી શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને અમેરિકામાં ચિકાગો મુકામે એક પત્ર લખવામાં આવ્યું હતું તેમાં કેટલેક ભાગ અહીં રજૂ કરવામાં આવે છે – વિશેશ લખવાનું કે આપણું પવીત્ર શેત્રુજા ડુંગર બાબત પાલીતાણુ ઠાકર સાથે હાલ ઘણું મુદતથી કેવી તકરાર ચાલે છે તે તમારી માહીતીમાં જ છે. એટલે એ વિશે વધારે વિવેચન કરવાની જરૂર નથી. એ ઠાકરને પૈસાનું અને તે કારણથી આડક્તરી રીતે સરકાર દરબારના જોઈતા આશ્રયને લીધે તેઉ તરફથી દીવશે દીવશે અનેક તરેહની અડચણ અને હરકતા વધતી જાઅ છે. આ બાબતમાં તમામ શાવક કેમ તરફથી અતીશય કકળાટ થવાથી અમારી તરફથી એક અંગ્રેજી અરજી તા. ૧૨મી જુલાઈ ૧૮૯૭ની અને એક તા. ૩૦મી અગસ્ટ ૧૮૯૭ ની એવી બે અરજીઓ જેની છાપેલી પ્રતે આ સાથે મોકલી છે, તે સરકારમાં મોકલી પણ કાઠીયાવાડ પિલીટીકલ એજંટના વીરૂપ રીપોર્ટથી તે અરજીને જવાબ આપણું વીર્ધ સરકારે મોકલ્યા. વળી સમારે ચાળીસ હજાર શાક લોકેની સહીઓની તે જ અરસામાં એક બીજી અરજી મિકલી અને તે અહીંનાં મે. કલેકટર સાહેબ મારફત મેકલી. પણ પિલીટીકલ ખાતાના ઉલટા વલણને લીધે તેમાં પણ એ જ જવા૫ મળે. તે તમામ પણ આ સાથે મોકલ્યા છે.” અહીંથી જે તા. ૧૬ જુલાઈ ૧૮૯૭ ના રેજ સરકારમાં અરજી કરી તે અરજીમાં શરૂ અમલથી આજ સુધીની તમામ તકરારની હકીગત વિગત સાથે બતાવી છે. તે વાંચેથી સરવે હકીગત તમારા જાણવામાં આવશે. આ અરજમાં તમામ હકીગત છે. વળી તા. ૩૦ મી અગસ્ટ ૧૮૯૭ ની અરજીમાં પણ તમામ હકીગતની સમરી છે. તેથી બધો ખુલાસો થઈ શકશે. તે પણ તમને વધારે વિસ્તારથી માહીતી મલે એટલા સારુ શરૂથી તે આજ સુધી જે જે અરજીઓ કરવામાં આવેલી, ઠાકોર તરફથી જે જે જવા૫ અપાયેલા, જે જે તજવીજ ચાલેલી, સરકારના ઠરાવ થએલા વગેરે તમામ કાગળની છાપેલી નકલો અને જે છપાઈ નથી તેની લખેલી નકલ આ સાથેની ફેરીસ્ત પ્રમાણે મોકલી છે. આ બધા કાગળથી આપ માહીત થઈ તે વિશે હવે શું ઈલાજ લે તેને પુખત વિચાર કરશે. અહીના વીચાર પ્રમાણે સેક્રેટરી ઑફ સ્ટેટ ફેર ઈન્ડીયા તરફ અપીલ કરવી જોઈએ, પણ તે એવી ગઠવણ અને સલાહથી કરવી કે હીન્દુસ્થાનમાં પોલીટીકલ ડીપાર્ટમેન્ટમાં જેમ કામ મારુ જાઅ છે તેમ હાંહા બને નહીં. માટે પકી ગોઠવણ ધારીને ઈન્ડીયા ઓફીસમાં બરાબર વગ લગાડીને પછી એ અપીલ કરવામાં આવે તે આપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy