SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ શ આ૦ કાની ૨હીના ઇતિહાસ પણ જાણતા હતા કે, આવી પરિષદમાં જે જેન ધર્મનું સમુચિત પ્રતિનિધિત્વ કરવામાં ન આવે, અર્થાત જૈન તત્વજ્ઞાન અને આચારની વાત સચોટ રીતે રજૂ કરવામાં ન આવે તે આવી પરિષદને જૈન ધર્મની મહત્તા અને વિપકારકતાનો ખ્યાલ આપવાની એક સોનેરી તક ગુમાવી દીધા જેવી મોટી ભૂલ થઈ ગણાય. એટલે એમણે મુંબઈને “શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયાના માનદ મંત્રી શ્રી વીરચંદ રાઘવજી ગાંધી B.A.ને આ માટે પૂરી રીતે તૈયાર કરીને પિતાના, એટલે કે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ પરિષડમાં મોકલ્યા હતા. ત્યાં તેમણે જૈન ધર્મની વિશેષતા તે સચેટ રીતે સમજાવી જ હતી, પણ સાથે સાથે આ તકને લાભ લઈને અમેરિકામાં જુદાં જુદાં સ્થાનમાં સામાન્ય જનસમૂહ તેમજ વિદ્વાનોની સમક્ષ જૈનદર્શન વિશે, તેમજ અન્ય ભારતીય દર્શને વિશે સુગમ ભાષણે આપીને સારા પ્રમાણમાં લોકચાહના મેળવી હતી. અમેરિકાથી હિંદુસ્તાન પાછા ફરતી વખતે તેઓ લંડનમાં પણ અમુક વખત રોકાયા હતા અને ત્યાં પણ જૈન ધર્મ સંબંધી ભાષણે આપવા ઉપરાંત જૈન લીચર સેસાયટી નામની જૈન ધર્મના અધ્યયનને આગળ વધારે એવી એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી. આ પછી પણ તેઓને બે એક વાર અમેરિકા અને વિલાયત જવાનું થયું હતું. અમેરિકા અને વિલાયત સાથેના આવા ધાર્મિક-સાંસ્કૃતિક સંબંધોને કારણે તેઓનું નામ અને કામ અમુક વર્તુળોમાં સારી રીતે જાણીતું થયું હતું. વળી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી અને પાલીતાણા શષ વોચ શત્રુંજય તીર્થની તથા એના હકેની તેમજ યાત્રિકોની સલામતીની દષ્ટિએ અવારનવાર નાના-મેટા જે અનેક ઝઘડાઓ થતા રહેતા હતા એવા પ્રસંગે પેઢીની જુઆતને દઢ બનાવવામાં મુંબઈના “શ્રી જૈન એસોસીએશન ઓફ ઈન્ડિયા વતી, એના માનદ મંત્રી તરીકે, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પણ કેટલીક બેંધપાત્ર અને અસરકારક કામગીરી બજાવતા રહેતા હતા. એથી તેઓને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી સાથે પણ નિકટને સંબંધ હતો અને એને લીધે પેઢી તરફથી એમને કેટલીક કામગીરી પણ સેંપવામાં આવતી હતી. પેઢીના દફતરમાં એક દફતર નં. ૫, ફાઈલ ન. ૪૧ સચવાયેલી છે. એના ઉપરથી પેઢીને કેસ લંડનની કેર્ટમાં (પ્રિવી કાઉન્સિલમાં) રજૂ કરવાની કેટલીક મહત્વની અને જવાબદારીભરી કામગીરી એમને સોંપવામાં આવી હતી એ સંબંધી કેટલીક માહિતી ઉપલબ્ધ થાય છે. આ કામગીરી સને ૧૮૯૮-૯ ના બે વર્ષ પૂરતી જ ઉપલબ્ધ થાય છે અને એનું પરિણામ શું આવ્યું એ પણ એમાંથી જાણી શકાતું નથી. આમ છતાં પાલીતાણું રાજ્ય તરફથી આપણને થતી હરકતોનું નિવારણ કરવા માટે તથા એગ્ય ન્યાય મેળવવા માટે ઊંચામાં ઊંચી રાજસત્તાના ન્યાયમંદિરમાં આપણી વાત સચોટ રીતે રજૂ થાય એ માટે પેઢીના મોવડીઓ કેટલા સજાગ રહેતા હતા તે જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jajnelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy