SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ એક આ૦ કદની ૨હીને ઇતિહાસ તે પુરાવો જોતાંજ જણાય છે કે તે પુરા ખાત્રી લાએક નથી તે તેમની તજવીજ ચલાવવાની ખરેખર જરૂરીઆત નેહેતી. ૮. આ કામ સર ન્યાયાધીસની કેરટમાં તા. ૧૩ મી ડીસેમ્બરના રોજ કમીટ કરવામાં આવ્યું હતું પરંતુ તા. ૩ ફેબરવારી સુધી સેસનનું કામ શરૂ કરવામાં આવ્યું નેહેતું. સર ન્યાયાધીસ પિતાના પ્રશીડીંગમાં લખે છે કે, હું રજા ઉપર હતો તે અરધે જાનેવારી માસ ગયો ત્યાં સુધી પાછો આવ્યો હતો અને તા. ૨૪મી ફેબરવારથી તજવીજ ચલાવવા માંડી. આંહી કાંઈ ગડબડ છે કેમકે કામ ઊપરથી જણાય છે કે, તપાસ તા. ૩ ફેબરવારીના રોજથી સરૂ કરવામાં આવી હતી. કેદીઓને તા. ૨૪મી એપ્રીલના રોજ છોડવામાં આવ્યા હતા. - ૯. સેસનનું કામ શરૂ કરવામાં અને તે કામ જેટલો વખત ચાલ્યું તે બંને બાબતમાં વગર જોઈતી ઢીલ થએલ જણાય છે, તે પણ સેસનનું કામ ચાલ્યું તે દરમીઆનમાં થએલ ઢીલ ઘણીખરી મતદારના વકીલે તે મતદારોમાંના કેટલાએક બ્રીટીસ રઈચત છે માટે તેમની તપાસ પાલીટાણુના અધીકારીના રૂબરૂ થવા માટે વધે ઊઠાવે તેને લીધે થએલ છે. આ વાંધે ના મંજુર કરવામાં આવ્યો હતો પરંતુ તે બાબતનું લખાણ કરવાથી કામમાં વધારે ઢીલ થએલી છે. ૧૦. એવું માલુમ પડે છે કે, મરનારના દીકરાની જુબાની તેના બાપને મત સંબંધી લેવામાં આવી હતી અને સેસનના કામમાં પણ તે કામના છેવટ ભાગ સુધી લેવામાં આવી નહોતી તેમજ દરેદાર અબદુલાખાનની જુબાની લેવામાં આવી હતી. જે આ સાક્ષીઓની જુબાની કમીટીંગ માજીસ્ટ્રેટે લીધેલી હેતને આલમનું મોત આકસમતરીતે થએલ છે અને અયોગ્ય રીતે થયું નથી એમ સાબીત થાત અને કેદીઓને ચાર માસ કરતાં વધારે મુદત સુધી કેદમાં રહેવું પડત નહીં. ૧૧. એવી કલ્પના ઊઠાવવાની કેશીસ કરવામાં આવી હતી કે ગયા નવેમ્બર માસની તારીખ ૨૪મીના રોજ મરનાર સખસ ડુંગર ઊપર પોલીટીકલ એજટ સાહેબને મળ્યો હતો અને પાલીટાણુના ઠાકોર સાહેબ સાથે સરાવક લોકોની તકરારના કામમાં સરાવકના વિચારને ટેકે આપ્યો નહી, પણ કહ્યું કે, ડુંગરની માલીકી પાલીટાણુના ઠાકોર સાહેબની છે તેટલાજ કારણથી તેનું ખુન કરવામાં આવેલ છે. ૧૨. મરનાર સખસને મળયાનું પણ પિલીટીકલ એજન્ટ સાહેબને યાદ નથી, અને આ કામને તપાસ ચાલ્યો તેમાં તે રોજ તે ડુંગર ઉપર હાજર પણ નહોતા અને સાંજ સુધી પાછો આવ્યો નહતે એમ તે બાબતમાં સાક્ષીઓએ પિતાની જુબાનીમાં લખાવેલ છે. ૧૩. બધી રીતે જોતાં આ કામ ઘણું જ અસંતેશકારક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy