SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણ રાજ્ય સાથેના કેટલાક ઝઘડા પડે એ પ્રસંગ ન હોય તે પોલીસે ટ્રકની અંદર પ્રવેશતાં પહેલાં ચામડાને પટ્ટો કાઢી નાખવો. ૪) તા. ૨૪-૧૧-૧૯૧૦ નું ન. ૪૦ નું ટિફિકેશન પાછું ખેંચી લેવાની જરૂર હોય એમ મને નથી લાગતું. આમ છતાં એ જ તારીખનો નં. ૪૧ ને આદેશ રદ કરવામાં આવે છે. મિ. ટ ડર ઓવને ૪૧ મા નંબરનો જે આદેશ રદ કરવાનું પોતાના ફેંસલામાં જણાવ્યું છે તેનું અસલ લખાણ તે જોવામાં આવ્યું નથી, પણ એનો મતલબ એ હતો કે, ૪૦ મા નં. ને જાહેરનામાની નકલ ગઢની અંદર જુદે જુદે ઠેકાણે મૂકવામાં આવે, એટલે ૪૧ મા નંબરને ઓર્ડર રદ થવાથી ૪૦ માં જાહેરનામાની નકલો ગઢની અંદર જુદી જુદી જગ્યાએ મૂકવાની જવાબદારીમાંથી પેઢીને મુક્તિ મળી હતી. આ રીતે જોઈએ તે આ પ્રકરણનું, દેખીતી રીતે, જેન સંઘને સંતોષ થાય અને ભવિષ્યમાં આ ખટરાગ ઊભો થવા ન પામે એ જાતનું આ સમાધાન હતું, પણ જૈન સંઘના કે પેઢીના આ શત્રુંજય તીર્થને લગતા નાનાસરખા પણ હકને કયારેય નુકસાન પહોંચવા ન પામે એવી પેઢીના સંચાલકની અગમચેતી હેવાથી, તેણે આ ફેંસલાને ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યા બાદ એની સામે જે મુદ્દા પાલીતાણું રાજ્ય સમક્ષ રજૂ કરવા જેવા લાગ્યા તે, આ ફેંસલે મળ્યા પછી લગભગ આઠેક મહિના બાદ તા. ૮-૧-૧૯૧૨ ના રોજ પાલીતાણું રાજ્યને, એટલે કે એના એડમિનિસ્ટ્રેટર મિ. ટવડર એવનને, એક અરજી કરીને લખી જણાવ્યા જેમાંના માગણરૂપ બે મુખ્ય મુદ્દા આ પ્રમાણે હતા– (૧) ગુનેગારને પકડવા વગેરેના પિલીસકાર્ય માટે પણ (હથિયારધારી) પોલીસ પટ્ટા પહેરીને ગઢમાં જાય તો તેથી જૈન સંઘની ધાર્મિક લાગણી દુભાયા વગર ન રહે. એટલે જૈન સંઘની લાગણી દુભાતી અટકે તેમ જ દરબારના પિોલીસે પિતાની ફરજ બજાવી શકે એવું કંઈક સંતોષકારક સમાધાન શોધી કાઢવું જોઈએ. (૨) આ પ્રકરણમાં સંતોષકારક સમાધાન થઈ ગયેલું હોવાથી ૪૦ નંબરના જાહેરનામાની ઉપગિતા કે જરૂર હવે રહેતી નથી, માટે તે રદ થવું જોઈએ. પેઢી તરફથી કરવામાં આવેલી આ અરજી ઉપરથી પાલતાણા રાજયે શું કાર્ય વાહી હાથ ધરી તેની માહિતી પેઢીના દફતરમાંથી મળી શકતી નથી તેથી આને છેવટને નિકાલ કેવો આવ્યો તે જાણી શકાતું નથી. પેઢીના સિપાઈ આલમ બેલીમનું મરણ એ અકસ્માત હતું કે ખૂન? પેઢીની નોકરીમાં રહેલા સિપાઈ આલમ બેલીમ ઘણાં વર્ષોથી નોકરી કરતે હતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy