________________
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા
૪૫
ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર કયા સ્થાને આ સ્વર્ગારહણ પ્રાસાદની રચના કરવામાં આવી હશે, તે સ્થાન સંબધી ચોક્કસ નિય થઈ શકે એવી સ્થિતિ અત્યારે નથી. કારણ કે, આ જિનપ્રાસાદના કાઈ પણ પ્રકારના અવશેષો આજે જોવામાં આવતા નથી. આમ છતાં આ સ્થાન કયું હાઈ શકે એ સબધી એક જિજ્ઞાસુએ જે કલ્પના કરેલ છે તે તથા એક વિદ્વાને અભ્યાસ કરીને જે નિર્ણય કરેલ છે, તે અહીં રજૂ કરવાં ઉચિત લાગે છે.
:
(i) - ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના માસિક મુખપત્ર · જૈન ધર્મ પ્રકાશ ’ના વિ॰ સ′૦ ૧૯૭૪ના જેઠ માસના અંકમાં આ સ્થાન સંબંધી ચર્ચા કરતા એક નાના લેખ પ્રગટ થયા છે, તેમાં જણાવવામાં આવ્યુ` છે કે—
Jain Education International
tr
ડુંગર ઉપર મૂળનાયકજીના દેરાસરજીના ઉત્તરાદા કરાની સામે અને રાયણ પગલાંની પાસે પથ્થરમાં કારેલી જાળીવાળું નાનું એક દેરાસર હાલ ઊભું છે. તે ઉગમણા બારનુ` છે. તેમાં આસપાસ નિમ તથા વિનમિ તથા વચ્ચે કાયાત્સર્ગ ધ્યાને ઊભેલી શ્રી આદીશ્વર દાદાની મૂતિ છે. આ સિવાય આખા ડુંગર ઉપર આવું ખીજુ` કાઈ સ્થળ નથી. મૂળનાયકના દેરાસરજીના પશ્ચિમ તરફના ઉત્તરાદા કરા અને આ દેરાસરચ્છ વચ્ચે ફુટ-—નું અંતર છે. ઉપરની તમામ હકીકતથી સિદ્ધ થાય છે કે મહાન જૈન મંત્રી વસ્તુપાળના દેહને ડુંગર ઉપર દાદાના દેરાસરની નજીક અગ્નિસંસ્કાર કરવામાં આવેલા અને તે જગા ઉપર તેમના ભાઈ તથા પુત્રે વર્ગરાહણુ નામનું ઉપર જણાવેલુ. દેરાસર બંધાવેલુ....'
આ લેખમાં સૂચવ્યા મુજબનું દેરાસર નજરે જોતાં પહેલી જ દૃષ્ટિએ મનમાં એવા ખ્યાલ ઊભા થાય છે કે, સ્વર્ગારાહણુપ્રાસાદનું સ્થાન આ ન જ હેાઈ શકે. કારણ કે, (૧) જેને દેરાસર કહેવામાં આવે છે એ દેરાસર નહી પણ દેરી છે અને એમાં બિરાજમાન કરવામાં આવેલી ત્રણેય પ્રતિમા નાના કદની છે. (૨) પ્રતિમા નાના કદની હાવા અંગેના વાંધા જતા કરીએ તાપણુ આ દેરાસર એવું મેાટુ નથી કે જેને જિનપ્રાસાદ (સ્વર્ગારાપ્રાસાદ ) જેવું મેટું નામ આપી શકાય; ખરી રીતે તા એને ઘેરી કહી શકાય એવું જ એ સ્થાન છે. (૩) આ છે ઉપરાંત સૌથી મેાટા વાંધા તો એ છે કે, મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના મુખ્ય જિનપ્રાસાદની પાછળના ભાગમાં, પદરેક ફૂટના અંતરે, કોઈ પણ વ્યક્તિના મૃત દેહને અગ્નિસ સ્કાર કરવામાં આવે એ કાઈ રીતે સંભવિત લાગતું નથી; પણ ઊલટુ એથી તેા તીર્થની આશાતના થવાના જ પ્રસંગ ઊભા થાય છે. એટલે આ લખાણમાં આ સ્થાન અંગે જે કલ્પના કરવામાં આવી છે તે કાઈ રીતે માની શકાય એવી નથી.
(ii) જાણીતા પુરાતત્ત્વવિદ શ્રીયુત મધુસૂદનભાઈ ઢાંકીએ અવલાકન તથા અભ્યાસ કરીને, ‘તીર્થાધિરાજ શ્રી શત્રુ ંજય ' (ટૂંક પરિચય ) નામે એક નાની પણ પ્રમાણભૂત તથા સચિત્ર પુસ્તિકા લખી છે અને એમાં શત્રુ ંજય તીર્થ અંગેની મુખ્ય મુખ્ય જાણવા
"
For Private & Personal Use Only
www.jainelibrary.org