SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (૧) પવિત્રતા અને પ્રાચીનતા રચના, મહામંત્રી વસ્તુપાળના પુત્ર જેત્રસિંહ (જયંતસિંહ)ની વિનંતિથી કરી હતી, એટલે આ કાવ્યને સમય વિક્રમની તેરમી સદીને છેક અંત ભાગ કે વધુમાં વધુ ચૌદમી સદીને. પહેલો દસ ગણી શકાય. આ રીતે વસ્તુપાળના સ્વર્ગવાસના સમય અને સ્થળ સંબંધી સૌથી પહેલા અને એકાદ દાયકા જેટલા ટૂંકા સમયાંતરવાળો ઉલેખ આ કાવ્યમાં જ થયેલ હોવાથી એને પ્રમાણભૂત ગણવાનું મન થાય એ સ્વાભાવિક છે. આની સાથે સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, આ કાવ્યમાં મહામાત્ય વસ્તુપાળના સ્વગમનના સમય અને સ્થળ સંબંધી ઓટલે સ્પષ્ટ ઉલલેખ કરવામાં આવ્યો હોવા છતાં, મંત્રીશ્વરના સ્વર્ગારોહણની સ્મૃતિમાં, શત્રુંજયતીર્થ ઉપર સ્વર્ગારોહણુપ્રાસાદ બનાવવામાં આવ્યા સંબંધી કશો જ ઉલ્લેખ એમાં કરવામાં આવે નથી; જ્યારે કેટલાક ગ્રંથોમાં સ્વર્ગારોહણપ્રાસાદ બનાવ્યા સંબંધી સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં, કેટલીક તીર્થમાળાઓના કર્તાઓએ તે, પિતે સ્વર્ગારોહણપ્રાસાદનાં દર્શન કર્યાનું પણ પિતાની તીર્થમાળાઓમાં નોંધ્યું છે. મોટે ભાગે વસ્તુપાળના સ્વર્ગવાસની સાલ વિ. સં. ૧૨૯૮ની માનવામાં આવે છે અને તેને પ્રબંધકેશ”, “પુરાતનપ્રબંધસંગ્રહ” તથા “શ્રી વસ્તુપાલચરિતને આધાર છે. પ્રબંધકોશ'માં આ પ્રસંગને ઉલ્લેખ (પૃ. ૧૨૭-૧ર૯માં) આ પ્રમાણે છે – अथ विक्रमादित्यात १२९८ वर्ष प्राप्तम् । श्रीवस्तुपालो ज्वररुक्लेशेन હિતાઃ [તer] તેનારું સપુત્ર પુત્રે જ 17સામતિ-વસ્તા! श्रीनरचन्द्रसूरिभिर्मलधारिभिः संवत् १२८७ वर्षे भाद्रपदवदि १० दिने दिवंगमसमये वयमुक्ताः-मन्त्रिन् ! भवतां १२९८ वर्षे स्वर्गारोहो भविष्यति। तेषां च वचांसि न चलन्ति, गी:सिद्धिसम्पन्नत्वात् । ततो वयं श्रीशत्रुञ्जयं જfમામ ઉષા .. .. ... અથ વાહ થતુપાડા મથાસ્ટિગાર્જ यावत्प्राप, तत्र शरीरं बाढमसहं दृष्ट्वा तस्थौ। ... ... इति भणन्नेवा. તમિતિ દ્વારના ૯મૃદૂર વસ્તુપાત્રદા .. . તતત્તેજઃपाल-जयन्तसिंहाभ्यां मन्त्रिदेहस्य शत्रुञ्जयैकदेशे संस्कारः कृतः। संस्कारभूम्यासन्नः स्वर्गारोहणनामा प्रासादो नमि-विनमियुतऋषभसनाथः વિતઃ | આ ઉલ્લેખ પ્રમાણે અંકેવાળિયા ગામમાં મંત્રીશ્વરને સ્વર્ગવાસ થયા બાદ એમના મૃતદેહને ગિરિરાજ શત્રુંજય ઉપર લઈ જઈને ત્યાં તેને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. અને એ અગ્નિસંસ્કારની ભૂમિની પાસે સ્વર્ગારોહણ નામે જિનપ્રાસાદ બનાવીને તેમાં નમિ-વિનમિયુક્ત શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા પધરાવવામાં આવી હતી. પુરાતનપ્રબંધસંગ્રહમાં (પૃ૦ ૬૮માં) આ પ્રસંગ આ રીતે નેધાયેલ છે– संवत् १२९८ वर्षे जातकेनायुषोऽन्तं परिज्ञाय नृपं मुत्कलापयामास Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy