SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ - શેક આ કરની પેઢીને ઇતિહાસ જૈન સંઘમાં વ્યાપેલ હર્ષોલ્લાસ જૈન સંઘને આ સમાધાન થયાની જાણ થતાં દેશભરમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતે. અને સમસ્ત સંઘે આ સમાધાનને પૂરા ઉમંગ અને ઉત્સાહથી વધાવી લઈને પિતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી, મીઠા મેં કર્યા હતાં અને આવી સફળતા માટે પેઢીને હાર્દિક અભિનંદન પણ આપ્યાં હતાં. આ સમાધાનને કારણે જૈન સંધમાં ખુશાલીની કેવી લાગણી પ્રસરી ગઈ હતી, એની થોડીક માહિતી આ ગ્રંથન ૨૪૨-૨૪૩ મા પાનામાં આપવામાં આવી છે, એટલે એની પુનરુકિત કરવાની અહીં જરૂર નથી. વિધ–અહીં એ વાતની નોંધ લેવી જોઈએ કે, આ સમાધાન મુજબ પાલીતાણું રાજ્યને દર વષે રખપા નિમિત્તે આપવાની થતી સાઈઠ હજાર જેટલી મોટી રકમની વાતને કઈક કાઈક સંસ્થાએ કે વ્યક્તિએ વિરોધ પણ કર્યો હતો જેમ કે કલકત્તાની “જૈન શ્વેતાંબર નવયુવક સમિતિ', અજમેરના શ્રી કેશરીમલજી ભાંડાવત, સિરોહીની જૈન દેરાસરની વ્યવસ્થાપક કમિટી, આગ્રા જૈન શ્રીસંઘ, મેઘરાજ પુસ્તક ભંડારના માલિક શ્રી લાલજી હીરજી શાહ, કેટાના દીવાન બહાદુર શ્રી કેસરીસિંહજી, શ્રી લાહોર જૈન સંઘ વગેરે. પણ આ વિરોધ કરનારની સંખ્યા નહિ જેવી જ હતી. * આ સમાધાન મુજબ ગિરિરાજ શ્રી શત્રુંજયની યાત્રા તા. ૧-૬-૧૯૨૮ ના રોજથી શરૂ થવાની હતી. આ માટે અમદાવાદ, મુંબઈ તથા અન્ય સ્થાનમાંથી યાત્રિકે મોટી સંખ્યામાં પાલીતાણા જઈ શકે તે માટે જરૂરી પ્રચાર તથા રેવેની વધારાની સગવડનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યા હતા. અને , તા. ૧-૬-૧૯૨૮ ના રોજ, જ્યારે ભગવાનનાં પહેલવહેલાં દર્શન થાય ત્યારે, સુંદર આંગી સાથે એમનાં દર્શન કરી શકાય એટલા માટે, પાલીતાણાના શ્રીસંઘને, તા. ૩૧-૫-૧૯૨૮ ના રોજ, શ્રી આદીશ્વર ભગવાનને લાખેણી આંગી રચવાને આદેશ આપવામાં આવ્યો હતે. બે પ્રશંસનીય પગલાં આ પ્રકરણને સૌથી ઉજજવળ અને જૈન સંઘની ઉદારતા અને મૈત્રીભાવનાને ગૌરવ અપાવે એવો અંશ તો એ હતું કે, આ સમાધાન થયા પછી, બે ખૂબ પ્રશંસનીય પગલાં ભરવામાં આવ્યાં હતાં (૧) પાલીતાણાના દરબારશ્રીને આભાર માનત, તા. ૨૯-૫-૧૯૨૮ ના રોજ કરવામાં આવેલ તાર અને (૨) યાત્રાને મંગળ પ્રારંભ પાલીતાણાના દરબાર શ્રી બહાદુરસિંહજીના શુભ હાથે કરાવવાનો નિર્ણય. આભારનો તાર નીચે મુજબ કરવામાં આવ્યું હતું “To H. H. Thakore Saheb, Palitana “We are very grateful to Your Highness for the generous spirit shown in bringing about an amicable settlement to our mutual satisfaction of our long drawn out disput and pray that same generous spirit shall continue in our future relations. “Shree Sangh.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001057
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 1
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Shilchandrasuri
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1983
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy